Sunday, October 20, 2024
Sunday, October 20, 2024

HomeFact CheckFact Check - ગુજરાતમાં ગરબામાં મહિલાઓ પર પથ્થરમારાના આરોપમાં યુવકોને માર મારવાનો...

Fact Check – ગુજરાતમાં ગરબામાં મહિલાઓ પર પથ્થરમારાના આરોપમાં યુવકોને માર મારવાનો જૂનો વીડિયો તાજી ઘટના તરીકે વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim: ગુજરાતમાં ગરબા રમતી મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરનારા યુવકોને પોલીસ દ્વારા થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.
Fact: આ દાવો ભ્રામક છે. ઘટના બે વર્ષ જૂની છે.

તાજેતરમાં જ દેશભરમાં નવરાત્રીના તહેવારની ઉજવણી થઈ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગરબા કાર્યક્રમમાં બિનહિન્દુ વ્યક્તિઓ આવવા પર પ્રતિબંધ જેવા વિવાદો અનેક જગ્યાએ સામે આવતા રહ્યા છે.

દરમિયાન, ગુજરાતના ખેડામાં ગરબા કરતી મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાય રહ્યું છે કે, આ ઘટના બાદ પોલીસે ગુનેગારોને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.

ઑક્ટોબર 10, 2024ની X પોસ્ટ (આર્કાઇવ )માં 1 મિનિટ 16 સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પોલીસ અને ભીડની હાજરીમાં કેટલાક યુવકોને થાંભલા સાથે બાંધીને મારવામાં આવી રહ્યો છે. પોસ્ટના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જીયો ગુજરાત પોલીસ. દે ધના ધન. આવી જ રીતે આ વિધર્મીઓના ગામને સજા થવી જોઈએ, ગુજરાતના ખેડામાં ગરબા નૃત્ય કરતી મહિલાઓ પર શાંતિદૂતોએ પથ્થરમારો કર્યો, જેમાં કેટલીક મહિલાઓ ઘાયલ થઈ, જે બાદ પોલીસે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

વાયરલ વીડિયોને શેર કરતી અન્ય પોસ્ટ (આર્કાઇવ )માં લખ્યું છે કે, “આ ગુજરાતનું ખેડા નામનું સ્થળ છે. ગરબા કરતી મહિલાઓના જૂથ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક મહિલાઓને ઈજા થઈ હતી. આ ઘટનાનો જવાબ આપતાં, પોલીસે બદમાશોને *શરિયા કાયદા મુજબ* તે જ વ્યવહાર આપ્યો જે સાઉદી અરેબિયામાં આપવામાં આવે છે. ગુજરાત, કેરળ આંધ્ર કર્ણાટકમાં તેલંગાણા કે બંગાળ નથી કે ત્યાં જેવું વર્તન અહીં પણ ચાલી જશે!”

આવી અન્ય પોસ્ટ્સ અહીં અને અહીં જુઓ.

Courtesy: X/@ChandanSharmaG

Fact Check/Verification

દાવો ચકાસવા માટે અમે વાયરલ ક્લિપના કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી. દરમિયાન, 5 ડિસેમ્બર 2022ના રોજ એનડીટીવી દ્વારા પ્રકાશિત અહેવાલમાં વીડિયોમાં દેખાતા દ્રશ્યની તસવીર જોવા મળી હતી . અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતના એક ગામમાં જ્યાં પોલીસે ગરબા દરમિયાન પથ્થરમારો કરવાના આરોપમાં મુસ્લિમોને જાહેરમાં માર માર્યો હતો, ત્યાં મુસ્લિમોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.સંબંધિત કીવર્ડ્સ માટે ગૂગલ પર વધુ સર્ચ કરતા અમને ઘણા મીડિયા અહેવાલો મળ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ઘટના ઓક્ટોબર 2022માં બની હતી. આ મામલો ગુજરાતના ખેડાનો છે, જ્યાં ઉંધેલા ગામમાં ગરબા દરમિયાન પથ્થરમારો કરવાના આરોપમાં પોલીસે કેટલાક મુસ્લિમ યુવાનોને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.

NDTV

ઈન્ડિયા ટુડે દ્વારા 4 ઑક્ટોબર, 2022ના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં વાયરલ વીડિયો સાથે જણાવાયું છે કે, ગુજરાતના ખેડામાં એક ગરબા કાર્યક્રમ દરમિયાન કોમી અથડામણ થઈ હતી. જે બાદ ગુજરાત પોલીસે આરોપીઓને માર માર્યો હતો. અહેવાલમાં ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાને ટાંકીને જણાવ્યું હતું કે, “આરીફ અને ઝહીર નામના બે લોકોની આગેવાની હેઠળ લોકોનું એક જૂથ નવરાત્રી ગરબા સ્થળમાં પ્રવેશ્યું અને ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું. તેઓએ પથ્થરમારો પણ કર્યો.”

અહેવાલ મુજબ, 3 ઓક્ટોબર 2022ની રાત્રે, ખેડાના ઉંધેલા ગામમાં નવરાત્રિ દરમિયાન  ગરબા સમારોહ દરમિયાન પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી . જે બાદ પોલીસે આ કાર્યક્રમમાં કથિત રૂપે પથ્થરમારો કરવા બદલ નવ લોકોની અટકાયત કરી હતી અને તેમને 4 ઓક્ટોબર, 2024 ના રોજ મંગળવારે ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા. આ દરમિયાન પોલીસે એક પછી એક નવ લોકોને બોલાવ્યા અને તેમને થાંભલા સાથે બાંધીને બધાની સામે માર માર્યો. ત્યારબાદ ત્યાં હાજર ગ્રામજનોએ “ગુજરાત પોલીસ ઝિંદાબાદ”ના નારા પણ લગાવ્યા હતા.

India Today

ઑક્ટોબર 2022માં NDTV , ધ હિન્દુ અને વાયર દ્વારા પ્રકાશિત ઘટના અંગેના અહેવાલો પુષ્ટિ કરે છે કે વાયરલ ક્લિપ બે વર્ષ જૂની છે. 10 ઓક્ટોબર, 2022ના રોજ ધ વાયર દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ જાહેરમાં લોકોને માર મારનારા પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ આપ્યા હતા.

wire

Conclusion

તપાસ બાદ અમે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે ગુજરાતમાં ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આરોપીઓને માર મારવાનો વાઇરલ વિડીયો બે વર્ષ જૂનો છે. તેને તાજી ઘટના બતાવી ફરીથી શેર કરવામાં આવી રહ્યો છે.

Result – Missing Context

Sources
Report published by India Today on 4th October, 2022.
Report published by NDTV on 10th December, 2022.
Report published by Wire on 10th October, 2022.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular