Authors
બાંગ્લાદેશમાં શેખ હસીનાની હકાલપટ્ટી અને વિદ્યાર્થી ચળવળ બાદ ઇસ્કોનના સ્વામી ચિન્મયદાસની ધરપકડ પછી ફરીથી કોમી દાવાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં હિંદુઓ પર હુમલાના ખોટા દાવા સાથે જૂનો અન્ય જમીનની બાબતમાં તકરારનો વીડિયો વાઇરલ થયો હતો. ઉપરાંત ફરી વાર ન્યૂઝ એન્કરના નામેથી સ્વાસ્થ્ય સંબંધિત સારવારનો દાવો વાઇરલ થયો હતો જે ડીપફેક હતો. આજતકના એન્કર શ્વેતા સિંઘનો ડીપફેક વીડિયો વાઇરલ થયો હતો. વધુમાં ભારત-કૅનેડા વચ્ચે રાજદ્વારી તણાવની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ અને ગૌતમ અદાણી સહિતના સામે કૅનેડામાં અને યુએસમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગ્યો હોવાનો ખોટો દાવો પણ વાઇરલ થયો હતો. વળી, મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ શિવસેના-ભાજપ વચ્ચે સીએમપદની ખેંચતાણ હતી જેમાં ફડણવીસ અને શિંદેનો બાબરી સમયેની તસવીર હોવાના દાવા સાથે ક્લૅઇમ વાઇરલ થયો હતો. જે તપાસમાં અન્ય નેતાની તસવીર હોવાનું પુરવાર થયું. સપ્તાહની ટોપ ફેક્ટ ચેક નીચે મુજબ છે.
જૂની અન્ય ઘટનાનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમાલાના ખોટા દાવા સાથે વાઇરલ
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં દાવો કરાયો છે કે, બાંગ્લાદેશમાં મુસ્લિમો ખુલ્લેઆમ હિન્દુ મહિલાઓ પર હુમલો કરી રહ્યા છે. જોકે, વીડિયો તપાસમાં જૂની ઘટનાનો અને ખોટા દાવા સાથે વાઇરલ પુરવાર થયો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
એન્કર શ્વેતા સિંઘનો ડાયાબિટીસનો ઘરેલું ઉપચાર સમજાવતો વાયરલ વીડિયો ડીપફેક
ન્યૂઝ એન્કર શ્વેતા સિંહ સાત સેકન્ડના ઘરેલું ઉપાયથી ડાયાબિટીસની સારવાર સમજાવી રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે. જોકે વીડિયો ડીપફેક નીકળ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
યુએસ-કૅનેડાએ અમિત શાહ, ગૌતમ અદાણીની એન્ટ્રી પર રોક લગાવ્યાનો ખોટો દાવો વાઇરલ
અમેરિકા અને કૅનેડાએ અમિત શાહ, અજીત ડોભાલ અને ગૌતમ અદાણીના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ દાવો ખોટો નીકળ્યો હોવાનું પુરવાર થયું છે. વધુ અહેવાલ અહીં વાંચો.
બાબરી મસ્જિદધ્વંસ સમયની તસીવરમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ હોવાનો દાવો ખોટો
1992માં બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને કારસેવક દર્શાવતી વાઇરલ તસવીર. તસવીર વર્ષ 2002ની છે અને નાગપુરના વરિષ્ઠ ભાજપ નેતા ભોજરાજ ડુમ્બે, લોડ-શેડિંગને લઈને MSEB સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન ફડણવીસ સાથે હતા તેની છે. તેમાં એકનાથ શિંદે નથી. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044