Wednesday, December 25, 2024
Wednesday, December 25, 2024

HomeFact CheckFact Check - રશિયાના ચેચેન્યા ફ્યૂલ સ્ટેશન બ્લાસ્ટનો વીડિયો જયપુરમાં ટેન્કર બ્લાસ્ટ...

Fact Check – રશિયાના ચેચેન્યા ફ્યૂલ સ્ટેશન બ્લાસ્ટનો વીડિયો જયપુરમાં ટેન્કર બ્લાસ્ટ તરીકે વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – જયપુરમાં ટેન્કર બ્લાસ્ટ થયાનો વીડિયો
Fact – વીડિયો ખરેખર રશિયાના ચેચેન્યા ફ્યૂલ સ્ટેશન બ્લાસ્ટનો છે.

જયપુર અજમેર નેશનલ હાઇવે પર એક ટેન્કર દ્વારા યુ ટર્ન લેતી વખતે અકસ્માત થતાં 14 લોકોના મોત થયા હતા અને 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા. રાજસ્થાનના જયપુર અજમેર હાઇવે પર એલપીજી ગેસ ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ થતાં હડકંપ મચી ગયો છે. જેમાં આસપાસના વાહનો પણ આગની ચપેટમાં આવ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો બળીને ખાખ થઇ ગયા છે. આ ગેસનું ટેન્કર જ્યારે યુ ટર્ન લઈ રહ્યું હતું ત્યારે બીજી ટ્રકની ટક્કરથી એક્સિડન્ટ થયો હતો.

જયપુર અકસ્માતના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે જયપુર ટેન્કર બ્લાસ્ટનો વીડિયો છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો પોસ્ટ સાથે કૅપ્શનમાં લખ્યું છે, “જયપુર ટેન્કર બ્લાસ્ટ અકસ્માતનો વીડિયો.”

કૅપ્શન સાથે એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવી છે, જેમાં શરૂઆતમાં જ એક ધડાકો થાય છે અને પછી ટેન્કર ફંગોળાતું નજરે પડે છે. દાવામાં આ દૃશ્યોને જયપુર ટેન્કર બ્લાસ્ટ તરીકે ગણાવવામાં આવ્યા છે.

જોકે, ન્યૂઝચેકરને જાણવા મળ્યું છે કે, ખરેખર આ વીડિયોના ટેન્કર બ્લાસ્ટના દૃશ્યો જયપુર અજમેર હાઈવે પર થયેલા અકસ્માતના નથી.

Courtesy – FB/@Kishan Solanki

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.

Fact Check/Verification

વાઇરલ વીડિયોના દાવાની તપાસ માટે અમે સૌપ્રથમ ગૂગલ સર્ચ પર કીવર્ડની મદદથી અહેવાલ તપાસ્યા. જેમાં અમને 20 ડિસેમ્બર-2024ના રોજ દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો.

Courtesy – Dainik Bhaskar Screengrab

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગયા શુક્રવારે જયપુરમાં જયપુર-અજમેર હાઇવે પર એક ટ્રક સાથે અથડાયા બાદ એલપીજીથી ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. જેના કારણે જોરદાર વિસ્ફોટ પણ થયો હતો. આ ઘટનામાં લગભગ 11 લોકો જીવતા દાઝી ગયા હતા અને 33 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ટેન્કરમાંથી લાગેલી આગમાં અનેક વાહનોને લપેટમાં લીધા હતા અને તેમાં એક સ્લીપર બસ પણ સામેલ હતી. જેમાં 34 લોકો સવાર હતા. આ ઘટના સાથે સંબંધિત તસવીરો પણ રિપોર્ટમાં હતી, પરંતુ તે વાયરલ વીડિયોના દૃશ્યો સાથે મેળ ખાતી નહોતી.

આથી, અમે વાઇરલ વીડિયોના કીફ્રેઇમ્સને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ થકી સ્કૅન કર્યાં. જેમાં અમને ફર્સ્ટપોસ્ટ દ્વારા 13 ઑક્ટોબર-2024ના રોજ પ્રકાશિત યુટ્યુબ વીડિયો રિપોર્ટ પ્રાપ્ત થયો.

Courtesy – FirstPost Screengrab

વીડિયો રિપોર્ટનું ટાઇટલ છે – રશિયા : ગ્રોન્ઝીમાં ફ્યૂલ સ્ટેશનમાં ભયંકર વિસ્ફોટના દૃશ્યો કૅમેરામાં કેદ

વીડિયો રિપોર્ટના ડિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે, “રશિયા ગ્રોન્ઝીમાં ફ્યૂલ સ્ટેશનમાં ભયંકર વિસ્ફોટથી હડકંપ મચી ગયો. જેમાં કુલ 4 લોકોનાં મોત થયા તેમાં 2 બાળકો સામેલ છે તથા 5 લોકો ઘાયલ પણ થયા હતા. કૅમેરામાં વિસ્ફોટના દૃશ્યો પણ કેદ થયા હતા. ચેચેનના નેતાઓ પીડિતોને નિશ્ચિતપણે ન્યાય અપાવવાની ખાતરી આપી છે.”

આ વીડિયોમાં જે બ્લાસ્ટ થઈ રહ્યો છે તેના દૃશ્યો છે, તે જ દૃશ્યો વાઇરલ વીડિયોમાં પણ છે. જે દર્શાવે છે કે, ખરેખર જયપુર ટેન્કર બ્લાસ્ટના નામે જે વીડિયો શેર કરાયો છે, તે દૃશ્યો રશિયામાં બનેલી ટેન્કર બ્લાસ્ટની ઘટનાના છે.

અમે આ મામલે વધુ તપાસ કરતા અમને વધુ અહેવાલો પ્રાપ્ત થયા. જેમાં રશિયાની ઘટનાની નોંધ લેવાઈ હતી અને તેમાં જે વીડિયો છે, તે દૃશ્યો પણ વાઇરલ વીડિયોના દૃશ્યો સાથે મૅચ થાય છે. જે અહેવાલ તમે અહીં અને અહીં જોઈ શકો છો.

ORIGINAL VIDEO FOOTAGE SCREENGRAB
VIRAL VIDEO FOOTAGE SCREENGRAB

Read Also : Fact Check – શું RBI ₹500 અને ₹2000ની નવી ચલણી નોટો લાવી રહી છે? શું છે સત્ય

Conclusion

અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, જયપુર ટેન્કર બ્લાસ્ટના ભયંકર વિસ્ફોટના ફૂટેજ ગણાવતો વાઇરલ વીડિયો ખરેખર રશિયાના ગ્રોન્ઝી (ચેચેનમાં) થયેલા ફ્યૂલ સ્ટેશનના બ્લાસ્ટની ઘટનાના છે.

Result – False

Sources
Dainik Bhaskar News Report, Dated 20th Dec, 2024
Firstpost Video News Reports, Dated 13th Oct, 2024
CNN-News 18 Video News Reports, Dated 14th Oct, 2024
Mediazone X Post, Dated 12th Oct, 2024

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular