Authors
Claim : ગુજરાતની સરકારી સ્કૂલના કથળેલા વર્ગખંડની તસવીર અને ભવ્ય બીજેપી હેડક્વાર્ટરની તસવીર. ગુજરાત મૉડલ.
Fact : દાવો ખરેખર અર્ધસત્ય છે. સ્કૂલની તસવીર બિહારની છે.
સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરવામાં આવી છે. અને દાવો કરવામાં આવ્યો છે કે, તસવીર ગુજરાત મૉડલને ઉઘાડું પાડે છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર પોસ્ટ કરાયેલ દાવામાં એક તસવીરનો કૉલાજ શેર કરાયો છે અને તેની સાથે કૅપ્શન શેર કરાયું છે.
તસવીર સાથે કૅપ્શનમાં લખ્યું છે, “ગુજરાત મૉડલ.”
તસવીરમાં એક તરફ રાજકીય પક્ષના ભવનની તસવીર છે અને તેના પર લખ્યું છે, ભાજપની ઑફિસ અને બીજી બાજુ સ્કૂલના એક વર્ગખંડની તસવીર છે, જેના પર લખ્યું છે, ગુજરાતની સ્કૂલની સ્થિતિ. અને બંને પર લખ્યું છે કે , ગુજરાત મૉડલ.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને બાળકોના વર્ગખંડની આ તસવીર ખરેખર ગુજરાતની નહીં હોવાનું જાણવા મળ્યું છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે સૌપ્રથમ ગૂગલ રિવર્ઝ ઇમેજ ટૂલની મદદ લીધી. તેમાં અમને shutterstock.com પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો 11 નવેમ્બર 2023ના રોજ રક્ષોલ, બિહારની શાળાનો ફોટો છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને shutterstock.com પર આ શાળાના બીજા વર્ગખંડના ફોટો પણ જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
અમને શટ્ટરસ્ટોક પર આ શાળાની અન્ય ઘણી ફોટો પ્રાપ્ત થઈ હતી. જ તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકાય છે.
વધુ તપાસ કરતા અમે યુનાઇટેડ નેશન્સનો એક રિપોર્ટ પ્રાપ્ત થયો. ‘ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડસ્ટ્રીના સસ્ટેનેબલ ડૅવલપમૅન્ટ મૅપિંગના એટલાસ’ શીર્ષક સાથેના રિપોર્ટમાં પણ તસવીર જોવા મળી.
ટકાઉ સ્થિર વિકાસ મામલેના લક્ષ્ય-1 એવા ગરીબીના ટાઇટલ ધરાવતા પૅજ નંબર -8 પર એ તસવીર પ્રકાશિત થયેલી છે.
તસવીરના ક્રૅડિટ તપાસતા તેમાં જોવા મળ્યું કે, તે બિહારના રક્ષોલની તસવીર છે. તસવીરના ક્રૅડિટ વિશે શટરસ્ટૉકને સૌજન્ય આપીને લખ્યું છે, “ભારતના બિહારમાં રક્ષોલમાં અજાણ્યા વિદ્યાર્થીઓની શાળાના વર્ગખંડની તસવીર.”
તમામ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સ્કૂલનો વર્ગખંડ અને બાળકો વાઇરલ તસવીરમાં રહેલા બાળકો અને ક્લાસ સાથે મૅચ થાય છે. જે દર્શાવે છે કે, તસવીર ખરેખર બિહારની છે.
Read Also : Fact Check – યુએસ ડ્રૉન લાઇટ શૉનો વીડિયો પ્રયાગરાજ મહાકુંભના લાઇટ શૉ તરીકે વાઇરલ
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ગુજરાતમાં ખરાબ સ્થિતિવાળી સરકારી સ્કૂલના વર્ગખંડના દાવાવાળી તસવીર ખરેખર બિહારની છે.
Result – Partly False
Sources
shutterstock.com
UNDP Report on Mapping of Oil & Gas Industry Sustainable Development
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044