Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
(breathing test to diagnose covid-19)
ભારતમાં coronavirus ની સ્થિતિ દિવસને-દિવસે ગંભીર બની રહી. છેલ્લા 2 દિવસથી 24 કલાકમાં 3 લાખ કરતાં વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આખી દુનિયાનું મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ વિશે ચર્ચાઓ થઈ રહી છે, જેમાં ખાસ કરીને ઑક્સિજન અને બેડની ઘટ વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
સોશ્યલ મીડિયા પર અલગ-અલગ ઘરગથ્થુ ઉપચાર અને ઉપાય શેર કરવામાં આવેલા છે. આ સંદર્ભે ફેસબુક અને ટ્વીટર પર “તપાસો તમારા ફેફસાં અને ઓક્સિજન લેવલ. જો તમે પોઇન્ટ A થી પોઇન્ટ B સુધી શ્વાસ રોકી શકતા હો. તો તમારા ફેફસાં અને ઓક્સિજન સારુ હોય શકે છે” કેપશન સાથે એક ગ્રાફિક વિડિઓ પોસ્ટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટ મુજબ જો તમે 10 સ્કેન્ડ સુધી શ્વાસ રોકી શકો છો, તો તમારું ઓક્સિજન લેવલ સ્વસ્થ છે તેમજ તમે coronavirus ફ્રી છો. (breathing test to diagnose covid-19)

જો તમે પોઇન્ટ A થી પોઇન્ટ B સુધી શ્વાસ રોકી શકતા હો. તો તમારા ફેફસાં અને ઓક્સિજન સારુ હોવાના દાવા સાથે વાયરલ થયેલ ગ્રાફિક વિડિઓ પર ગુગલ કીવર્ડ પર “hold your breath for 10 seconds mean you are coronavirus free” સર્ચ કરતા ફેસબુક પર WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા માર્ચ 2020 ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. (breathing test to diagnose covid-19)
WHO દ્વારા વાયરલ દાવા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોરોના વાયરસના લક્ષણો જણાતા RTPCR ટેસ્ટ કરાવવો જોઈએ, 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવા થી કોરોના મુક્ત થવાની વાત તદ્દન ભ્રામક છે.

વાયરલ દાવા પર વધુ તપાસ કરતા ટ્વીટર પર કીવર્ડ સર્ચ કરતા University of MD UCH ના Chief of Infectious Diseases @FaheemYounus દ્વારા 16 માર્ચ 2020 ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે.
આ પોસ્ટમાં તેમણે વાયરલ દાવા પર ખુલાસો આપતા જણાવ્યું કે “વધુ પડતા કોરોના વાયરસના દર્દીઓ 10 સેકન્ડ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે, અને ઉમર ધરાવતા વ્યક્તિ જે કોરોના સંક્રમિત નથી તેઓ 10 સેકન્ડ સુધુ શ્વાસ રોકી શકવા સક્ષમ નથી. (breathing test to diagnose covid-19)
ઉપરાંત અમે અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે ડો. તુષાર શાહ સાથે વાયરલ દાવા અંગે ચર્ચા કરી, જેમાં તેમણે જણાવ્યું કે 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવો જેવી કસરત કોરોના ગ્રસ્ત વ્યક્તિ પણ કરી શકે છે. વાયરલ સામે લડવા માટે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા ઉપાય કે ઉપચાર અજમાવા ના જોઈએ. લક્ષણો જણતા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, લેબ રિપોર્ટ કરાવવા જોઈએ ના કે ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડવો જોઈએ.
જો તમે પોઇન્ટ A થી પોઇન્ટ B સુધી શ્વાસ રોકી શકતા હો. તો તમારા ફેફસાં અને ઓક્સિજન સારુ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ અંગે WHO તેમજ Chief of Infectious Diseases દ્વારા અગાઉ પણ આ દાવો તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. તેમજ હાલ કોરોના સેન્ટર પર ફરજ બજવતાં ડોક્ટર સાથે વાતચીત કરતા તેમણે પણ વાયરલ દાવાને તદ્દન ભ્રામક અફવા જણાવ્યું છે.(breathing test to diagnose covid-19)
@FaheemYounus
WHO
Doctor on Covid duty
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
January 4, 2022
Prathmesh Khunt
December 23, 2022
Prathmesh Khunt
February 24, 2021