Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
કોરોના વાયરસ માટે રસીકરણ શરૂ થઈ ચુક્યા છે, ભારતે બનવાયેલ વેક્સીન ઘણા દેશોમાં પણ મોકલવામાં આવેલ છે. ત્યારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી મોકલવામાં આવેલી covid vaccineના 10 લાખ ડોઝ સાઉથ આફ્રીકા પરત મોકલાવવા માંગે છે. સોશ્યલ મીડિયા પર તેમજ લગભગ તમામ ન્યુઝ સંસ્થાનો દ્વારા વેસ્કીન પરત થવા વિશે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.
સાઉથ આફ્રિકા covid vaccine પરત કરી રહી હોવાનો દાવો કરતો અહેવાલ સૌપ્રથમ economictimes દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે બાદ ઇકોનોમિક ટાઈમ્સના હવાલે તમામ ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક અહેવાલ પબ્લિશ કરવામાં આવેલ છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી મોકલવામાં આવેલી covid vaccineના 10 લાખ ડોઝ પરત થવાના દાવા પર 17 ફેબ્રુઆરીના ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં બાદ તેમાં સુધારો કરતા જણાવવામાં આવ્યું હતું કે સાઉથ આફ્રિકા દ્વારા વેક્સીન પરત કરવાની વાત ખોટી જાહેર કરવામાં આવેલ છે.
AstraZeneca વેક્સીન પરત થવાની હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ndtv , wionews, cnbctv18 દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ સાઉથ આફ્રિકા હેલ્થ મિનિસ્ટર દ્વારા 1 મિલિયન covid vaccine ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટને પરત આપવાની વાત ભ્રામક હોવાની જાણકારી આપી હતી.
આ વિષય પર વધુ તપાસ કરતા યુટ્યુબ પર eNCA દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આફ્રિકા હેલ્થ મિનિસ્ટર દ્વારા સંસદમાં આપવામાં આવેલ ભાષણનો વિડિઓ જોવા મળે છે. જેમાં હેલ્થ મિનિસ્ટર Dr Zweli Mkhize દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે “AstraZeneca રસીની સમાપ્તિની તારીખ 30 એપ્રિલ છે. તેથી રસી સમાપ્ત થઈ ગઈ છે જે માહિતી ખોટી છે”
ત્યારે બાદ ઇકોનોમિક ટાઈમ્સ રિપોર્ટર DivyaET દ્વારા ટ્વીટર પર reuters પર પ્રકાશિત કરવામાં અહેવાલ શેર કરતા વેક્સીન પરત થવા વિષય સ્પષ્ટતા કરવામાં આવી હતી.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી મોકલવામાં આવેલી covid vaccineના 10 લાખ ડોઝ સાઉથ આફ્રીકા પરત મોકલાવવા આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આફ્રિકા હેલ્થ મિનિસ્ટર Dr Zweli Mkhize દ્વારા વેક્સીન પરત આપવાની હોવાના દાવો તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા આફ્રિકા સંસદમાં આપેલ છે. હકીકતમાં એક્સ્પાયર્ડ થનાર ડોઝ પર વાતચીત ચાલી રહી છે.
DivyaET
reuters
ndtv
wionews
cnbctv18
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 18, 2025
Dipalkumar Shah
March 17, 2025