(Covid-19) ભારત સરકારના (Government of India) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના(ministry of health & family welfare) નામે એક પરિપત્ર જાહેર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં ભારતના ચાર રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને સિક્કિમમાં શાળા કોલેજો સહિત અન્ય સંસ્થાઓમાં 14 માર્ચ 2020થી 21 માર્ચ 2020 સુધી રજા રાખવા માટે મંત્રાલય દ્વારા આદેશ કરાયો છે.

“14 માર્ચથી 21 માર્ચ સુધી રજાઓ જાહેર કરવાનો આદેશ” આ કેપશન સાથે સોશ્યલ મીડિયા પર પણ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ Covid-19 વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. નોંધનીય છે કે ફરી એક વખત ગઈકાલે ગુજરાતમાં Covid-19ના 900થી વધુ નવા કેસ જોવા મળેલ છે. વાયરલ મેસેજમાં તમામ શાળા અને કોલેજો પણ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવેલ છે.
સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી હોવાનો દાવાઓ અમને newschecker ના વોટસએપ ગ્રુપ પર પણ ઘણા યુઝર્સ દ્વારા ફેકટચેક માટે મોકલવામાં આવેલ છે.
Factcheck / Verification
Covid-19ના વધતા સંક્રમણને કારણે 14 માર્ચ થી 21 માર્ચ સુધી રજાઓ જાહેર કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યૂક્સ કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે કેટલાક કીવર્ડ સર્ચ કરતા pib.gov.in દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જે મુજબ જાહેર રજા ઘોષિત કરતો વાયરલ પત્ર તદ્દન ભ્રામક અને એક અફવા હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે. તેમજ ટ્વીટ મારફતે પણ PIB દ્વારા વાયરલ દાવા અંગે જાણકારી આપવામાં આવેલ છે.

આ વિષય પર વધુ તપાસ કરતા ટ્વીટર પર Health Ministry દ્વારા 13 માર્ચના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટ મારફતે મિનિસ્ટ્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ કે રજાઓ અને Covid-19અંગે વાયરલ થયેલ પરિપત્ર એક અફવા છે.
જયારે આ વિષય પર news18 દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અને ટ્વીટ જોવા મળે છે, જેમાં ગુજરાત હેલ્થ સચિવ ‘જયંતિ રવિ’ સાથે વાયરલ દાવા અંગે થયેલ વાતચીત જોવા મળે છે. જ્યંતિ રવિ દ્વારા પણ સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારનાં નામે ખોટો પત્ર વાઈરલ થયો છે. કેન્દ્ર સરકારે આવી કોઈ એડવાઈઝરી બહાર પાડી નથી. લોકોને ગેરમાર્ગે ન દોરાવા માટે આરોગ્ય સચિવે અપીલ કરી હતી.
Conclusion
ભારત સરકાર દ્વારા ચાર રાજ્યોમાં 14 થી 21 માર્ચ સુધી રજા જાહેર કરવામાં આવ્યો હોવાનો દાવો કરતો પરિપત્ર એક ભ્રામક અને અફવા છે. હેલ્થ મિનિસ્ટ્રી અને PIB દ્વારા પણ વાયરલ એડવાઈઝરી ફેક એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે. ઉપરાંત ગુજરાત રાજ્ય હેલ્થ સચિવ જ્યંતિ રવિ દ્વારા વાયરલ ખબર એક ભ્રામક દાવો હોવાની સ્પષ્ટતા મીડિયા સમક્ષ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
news18
Health Ministry
pib.gov.in
Gujarat Health ministry
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)