ભારત 100 કરોડ વેક્સીન ડોઝ આપનાર દુનિયામાં પ્રથમ દેશ! કોરોના વાયરસ અને વેક્સીન અંગે ઘણા સમાચારો સાંભળવા મળતા હોય છે. શરૂઆતમાં કોરોના વાયરસના ફેલાવા અંગે અને પછી વેક્સીન અંગે સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ભ્રામક માહિતી વાયરલ થયેલ છે. કોરોના વાયરસ કે વેક્સીન અંગે ફેલાયેલ તમામ ભ્રામક માહિતી પર WHO દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
કોરોના વેક્સીન મુદ્દે શરૂઆતમાં ઘણી ભ્રામક આફવાઓ ફેલાયેલ હતી, પરંતુ વેક્સીનની સફળતા બાદ અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલ વેક્સીન ડ્રાઇવના કારણે ભારતમાં 100 કરોડ વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યા છે. આ ક્રમમાં અનેક મંત્રીઓ અને અન્ય લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર મોદી સરકારને શુભકામના સંદેશ પાઠવી રહ્યા હતા.
ફેસબુક અને ટ્વીટર પર “મોદી હૈ તો મુમકિન હૈ” જેવા ટાઇટલ સાથે 100 કરોડ વેક્સીન આપનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ભ્રામક દાવા સાથે કરવામાં આવેલ પોસ્ટ ભાજપ નેતાઓ અને TV એન્કર અંજના ઓમ કશ્યપ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ભારત 100 કરોડ વેક્સીન આપનાર ડોઝ વિશ્વનો પ્રથમ દેશ બન્યો હોવાના દાવા પર ગુગલ કીવર્ડ્સ સર્ચ કરતા કેટલાક મીડિયા અહેવાલો અને ડેટાના આધારે જાણવા મળ્યું કે 16 સપ્ટેમ્બરે 2021ના ચાઈના દ્વારા તેની 140 કરોડની વસ્તી માંથી 72% લોકોને કોરોના રસીના બન્ને ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

શું ભારત 100 કરોડ વેક્સીન ડોઝ આપનાર દુનિયામાં પ્રથમ દેશ છે?
COWIN ડેશબોર્ડ પર ઉપલબ્ધ માહિતી અનુસાર , ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,02,93,35,810 કોરોના રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે, જેમાંથી 72,05,69,848 લોકોને માત્ર એક જ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 30,87,65,962 ભારતીયોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, ભારતે તેની વસ્તીના માત્ર 30% લોકોને જ કોરોના રસીના બન્ને ડોઝ આપ્યા છે અને 74% ભારતીયોને અત્યાર સુધી કોરોના રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

રોઈટર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર,“મેઈનલેન્ડ ચાઈનાએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2,246,217,000 લોકોને ડોઝ કોવિડ વેક્સીન આપેલ છે. જો એવું માની લેવામાં આવે કે દરેક વ્યક્તિને કોરોના રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે, તો પણ ચીનમાં તેની લગભગ 80.4% વસ્તીનું રસીકરણ થઈ ચૂક્યું છે.

વૈશ્વિક સ્તરે કુલ વસ્તીના 36.3% લોકોને સંપૂર્ણ વેક્સિનેશન થયેલ છે. યુનાઈટેડ આરબ અમીરાતે તેની કુલ વસ્તીના 87.26% લોકોને વેક્સીન આપેલ છે, જે સૌથી વધુ નાગરિકોને રસી આપનાર દેશોની યાદીમાં આગળ છે. અન્ય દેશો પર નજર કરીએ તો, યુ.એસ.એ તેની લગભગ 58% વસ્તીને બન્ને ડોઝ આપેલ છે, જ્યારે યુકે અને ફ્રાન્સે તેમની કુલ વસ્તીના 67% લોકોને રસી આપી છે. તેમજ રશિયા અને જાપાને 33% અને 67% લોકોનું રસીકરણ કર્યું છે.
Conclusion
ભારત 100 કરોડ વેક્સીન ડોઝ આપનાર દુનિયામાં પ્રથમ દેશ હોવાના દાવા સાથે વાયરલ થયેલ દાવો ભ્રામક છે. 16 સપ્ટેમ્બરે ચીને તેની 140 કરોડ લોકોની વસ્તીના 72% લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે ચાઈના 100 કરોડથી વધુ લોકોને વેક્સીન આપનાર દુનિયામાં પ્રથમ દેશ છે.
Result :- Misleading
Our Source
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી
રોઈટર્સ વેબસાઈટ
COWIN ડેશબોર્ડ
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044