Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
Dr Tejas Patel Viral Video
ભારતમાં કોરોના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં રેકર્ડ વધારો થતાં રાજ્યની હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે અને મોટાભાગની હૉસ્પિટલોમાં બૅડ ઉપલબ્ધ નથી. ત્યારે કોરોના વાઇરસની ત્રીજી લહેર આવી રહી હોવા પર ચર્ચાઓ થઈ રહી છે, સરકાર દ્વારા પણ આવનાર કોરોના લહેર માટે અગાઉ થી લેવામાં આવેલ પગલાંઓ વિશે માહિતી આપતી રહે છે.
આ તમામ ઘટના વચ્ચે અમદાવાદ પ્રખ્યાત ડોક્ટર તેજશ પટેલ પર એક પોસ્ટ વાયરલ થયેલ છે. જેમાં કોરોના વાઈરસની બીજી લહેર ટૂંક સમયમાં ખતમ થઇ જશે અને ત્રીજી લહેર પણ નહીં આવે જેવી વાત ડો.તેજશ પટેલ દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે. ફેસબુક પર ઘણા યુઝર્સ દ્વારા આ પોસ્ટ “કોરોના વિદાય લઇ રહ્યો છે, બીમાર જલ્દી તંદુરસ્ત થશે, હવે કોઈએ ડરવાની જરૂર નથી” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે. (Dr Tejas Patel Viral Video on Social Media)
ડો.તેજશ પટેલ દ્વારા કોરોના વાઇરસ ખતમ થઇ જવાનો હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ પર ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન meranews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં વાયરલ ભ્રામક પોસ્ટ અંગે સોશ્યલ મીડિયા પર ડો.તેજશ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવાની માહિતી જાણવા મળે છે.
ફેસબુક પર ડો. તેજશ પટેલ ના ઓફિશ્યલ એકાઉન્ટ પર 10 મે 2021ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં તેઓએ વાયરલ પોસ્ટ શેર કરતા લાઈવ વિડિઓ મારફતે સ્પષ્ટતા કરેલ છે કે “સોશ્યલ મીડિયા પર મારા નામ સાથે કોરોના વાઇરસ મુદ્દે કરવામાં આવેલ પોસ્ટ ભ્રામક છે, આવું કોઈપણ નિવેદન મારા દ્વારા આપવામાં આવેલ નથી“
કોરોના વાઇરસ પર વાયરલ ભ્રામક દાવાઓ :– વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર આ હદ્દ સુધી થાય છે, જાણો શું કહે છે ડોક્ટર
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે જો સાવચેતી રાખવામાં આવે તો આપણે કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકી શકીએ છીએ. તેમણે કહ્યું કે જો બધા સાવચેત રહે અને માર્ગદર્શિકાનું પાલન કરે, તો કદાચ કોરોનાની ત્રીજી લહેર કેટલાક સ્થળોએ અથવા ક્યાંય નહીં આવે. રાઘવને કહ્યું કે જો જરૂરી પગલાં લેવામાં આવે તો દેશના દરેક ભાગને કોરોનાની ત્રીજી લહેર થી બચાવી શકીએ. આ પહેલા ગુરુવારે તેમણે કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર દેશમાં ચોક્કસપણે આવશે. તેમની ટિપ્પણી પછી, દેશમાં કોરોનાનું જોખમ વધુ વધવાની ધારણા હતી. આ અંગે સ્પષ્ટતા આપતાં રાઘવને શુક્રવારે કહ્યું હતું કે જો સાવચેતી રાખવામાં આવે તો તે બધે નહીં આવે. કોરોના વાયરસના દેશના તમામ ભાગોમાં અલગ-અલગ પીકઅપ જોવા મળ્યાં છે.
કોરોના વાયરસની બીજી લહેર ટૂંક સમયમાં ખતમ થઈ જશે અને ત્રીજી લહેર પણ નહીં આવે જેવા દાવા સાથે ડો.તેજશ પટેલના નામ સાથે ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ છે. ડો.તેજશ પટેલ દ્વારા ફેસબુલ લાઈવ મારફતે વાયરસ અંગે કરવામાં આવેલ દાવા પર વાયરલ થયેલ પોસ્ટ ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
ડો. તેજશ પટેલ
meranews
Google Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 21, 2025
Dipalkumar Shah
May 17, 2025