ક્લેમ :-
કોરોના વાઈરસ ને કારણે IPL-2020 બંધ રહેશે
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર IPL ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ મેચને લઇ એક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં IPL 2020 કોરોના વાયરસના ખતરાને કારણે બંધ રહેશે. ફેસબુકના માધ્યમથી આ દાવો વાયરલ કરવામાં આવ્યો છે.
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે પરથી સાબિત થાય છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ભ્રામક છે. economictimes, hindustantimes,businesstoday ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ



આ ન્યુઝ રિપોર્ટ પ્રમાણે BCCI દ્વારા IPL 2020 બંધ નહીં પરંતુ 15 એપ્રિલ 2020 સુધી કોરોના વાયરસના કારણે રોકવામાં આવ્યો છે. જયારે વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે IPL 2020 કોરોના વાયરસના કારણે બંધ રહેશે. મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલ આ દાવો તદ્દન ભ્રામક છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORT
BCCI
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)