Fact Check
Weekly Wrap: ₹500ની નવી નોટો અને કોવિડ-19 વિશેના ખોટા દાવા સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
આ સપ્તાહમાં 500 રૂપિયાની નવી નોટ બંધ થવાના વાઇરલ મૅસેજ અને સિંગાપોરમાં કોવિડ19 વાઇરસના દર્દીના પોસ્ટમોર્ટમ પછી બહાર આવેલી કથિત હકિકતો સહિતની મિસઇન્ફર્મેશન શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં મૅસેજ વાઇરલ થયો કે સપ્ટેમ્બર-25થી એટીએમમાં 500 રૂપિયાની નવી નોટ નહીં નીકળશે અને આરબીઆઈ આવતા વર્ષ માર્ચથી તે નોટો તદ્દન બંધ કરવા જઈ રહી છે. પણ અમારી તપાસમાં તે દાવો ગેરમાર્ગે દોરનારો ખોટો દાવો નીકળ્યો છે. વળી, સિંગાપોરમાં કોવિડ-19ના દર્દીનું પોસ્ટમોર્ટમ કરતા કોવિડ એક વાઇરલ નહીં પણ બેક્ટિરિયાજન્ય હોવાનું બહાર આવતા સારવાર પદ્ધતિ બદલવામાં આવ્યાનો દાવો વાઇરલ કરાયો હતો. આ પણ એક ખોટો દાવો પુરવાર થયો છે. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

શું માર્ચ 2026 પછી 500 રૂપિયાની નોટ માન્ય રહેશે નહીં? શું છે સત્ય
સોશિયલ મીડિયામાં મૅસેજ વાઇરલ થયો કે, ₹500ની નોટોનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે અને માર્ચ 2026 પછી ₹500ની નોટ માન્ય રહેશે નહીં. પણ અમારી તપાસમાં તે દાવો ખોટો નીકળ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

ભગવાન રામનું ધનુષ સમુદ્રમાંથી મળી આવ્યાના દાવા સાથે વાયરલ વીડિયો AI જનરેટેડ
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો હતો જેમાં દાવો કરાયો હતો કે, ભગવાન રામના ધનુષ્યનો સમુદ્રમાંથી નીકળતો વીડિયો. પરંતુ આ વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

શું સિંગાપોરે ‘શોધ્યું’ કે કોવિડ-19 બેક્ટેરિયાથી થાય છે? શું છે સત્ય
વળી, સિંગાપોરમાં કોવિડ-૧૯ દર્દીનું શબપરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે તે વાયરલ રોગ નહીં પણ બેક્ટેરિયલ રોગ છે તેવો મૅસેજ ઘણો વાઇરલ જોવા મળ્યો. જોકે, દાવો ખોટો છે. આ એક જૂનો ખોટો મૅસેજ છે અને સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે તેને ખોટો ઠેરવ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

શું ઉદ્ધવ ઠાકરેએ મુઘલ શાસક ઔરંગઝેબને પોતાના ભાઈ કહ્યા?
ઉદ્ધવ ઠાકરેએ મુઘલ શાસક ઔરંગઝેબને પોતાના ભાઈ કહ્યાનો વીડિયો શેર કરવામાં આવ્યો. પણ દાવો ખોટો છે. ખરેખર જમ્મુ-કાશ્મીરમાં ઔરંગઝેબ નામના પોલીસ જવાનના મોતનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા હતા. વધુ અહેવાલ અહીં વાંચો.