ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલ ગેંગ રેપની ઘટના પર સોશ્યલ મીડિયા પર ખુબજ ચર્ચાઓ ચાલી રહી છે. ફેસબુક અને ટ્વીટર પર રેપ પીડિતા મનીષા વાલ્મિકીની તસ્વીર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવતી પોસ્ટ શેર કરવામાં આવી છે. ફેસબુક અને ટ્વીટર પર “હાથરસ (ઉત્તરપ્રદેશ) ની એક દીકરી પર ગેંગરેપ થાય, પીડિતા સાથે અકલ્પનિય વ્યવહાર થાય અને છેલ્લે અંતિમ શ્વાસ લીધો ત્યારબાદ અંતિમ સંસ્કારમાં પરિવાર મોઢું પણ ના ભાળે” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત કેટલાક ન્યુઝ સંસ્થાનો theyuvanews, newsraja, moviespie દ્વારા પણ મનીષા વાલ્મિકીની આ તસ્વીર સાથે ન્યુઝ પબ્લિશ કરેલ છે.
Fact check / Verification
શોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મનીષા વાલ્મિકીની તસ્વીર મુદ્દે ગુગલ સર્ચ કરતા યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જે બાદ યુવતી દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર માટે હતી અને તેનું મોટ થયેલ છે. યુપી પોલીસ પર આ મુદ્દે ખુબજ સવાલો ઉઠી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર યુવતીના મોટ બાદ એક અફવા એ પણ વાયરલ થઇ હતી, યુવતીની જીભ કાપી નાખવામાં આવી છે અને કેટલીક જગ્યાએ ફ્રેક્ચર પણ થયેલ છે.

જયારે આ મુદ્દે વધુ સર્ચ કરતા હાથરસ પોલીસ દ્વારા આ મુદ્દે ખુલાસો આપતી ટ્વીટ જોવા મળે છે, જે મુજબ યુવતીની જીભ કાપવામાં આવી અને આંખ ફોડવામાં આવી તેમજ કેટલાક અન્ય અંગો પણ ફ્રેક્ચર કરવામાં આવ્યા હોવાની વાયરલ થયેલ માહિતી તદ્દન ભ્રામક અને ખોટી છે. હાથરસ પોલીસ આ વાયરલ ભ્રામક અને ખોટા દાવાનું ખંડન કરે છે.
જયારે મનીષા વાલ્મિકીના નામ સાથે વાયરલ થયેલ તસ્વીર મુદ્દે indiatoday દ્વારા પબ્લિશ કરાયેલ ફેકટચેક રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ તેઓએ યુવતીના ભાઈ સાથે સંપર્ક કરી વાયરલ તસ્વીર મુદ્દે પૂછપરછ કરતા જાણવા મળે છે કે આ તસ્વીર મનીષા વાલ્મિકીની નથી. તેમજ ગેંગ રેપ થયેલ યુવતીની હોસ્પિટલમાં લેવાયેલ તસ્વીર અને વાયરલ તસ્વીર સરખાવતા બન્ને તદ્દન અલગ વ્યક્તિ હોવાનું પણ સાબિત થાય છે.

જે છોકરીની તસ્વીર હાથરસ પીડિત તરીકે શેર કરવામાં આવી રહી છે તે મનીષા યાદવ છે. ચંદીગઢની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન 22 જુલાઈ, 2018 ના રોજ તેણીનું અવસાન થયું હતું. તે ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાની હતી, અને તેના ભાઈ અજયના જણાવ્યા મુજબ વાયરલ થયેલી તસવીર તેમના ગામમાં લેવામાં આવી હતી.
અજય દ્વારા જણાવવામાં આવ્યું કે તેની બહેનનાં લગ્ન ચંદીગઢમાં થયા હતાં અને સારવાર દરમિયાન બેદરકારીને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારજનો હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવા માંગતા હતા પરંતુ પોલીસ એફઆઈઆર નોંધી નથી. આને કારણે અજય અને તેના મિત્રોએ સોશિયલ મીડિયા પર “જસ્ટિસ ફોર મનીષા” અભિયાન ચલાવ્યું હતું. આ તમામ વાત અજય યાદવ દ્વારા indiatodayનો સંપર્ક સાધીને સ્પષ્ટ કરવામાં આવેલ છે.
Conclusion
હાથરસ ગેંગ રેપની પીડિતા મનીષા વાલ્મિકીના મોત બાદ સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરવામાં આવી છે, જે તદ્દન ભ્રામક તસ્વીર છે. વાયરલ તસ્વીર મનીષા યાદવની છે, જે ચંદીગઢની રહેવાસી હતી અને 2018માં તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયેલ છે. આ મુદ્દે મનીષા યાદવના ભાઈ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે.
Result :- False
Our Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)