Authors
Claim – ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, “જો તમે એક નહીં રહેશે તો, કાશ્મીરની જેમ કપાઈ જશો. જો તમે એક થઈ જશો તો ગુજરાતની જેમ કાપશો.”
Fact – દાવો ખોટો છે. સીએમ યોગી આદિત્યનાથે આવું કોઈ નિવેદન આપ્યું નથી કે ન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક દાવો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાય છે કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે, “જો તમે એક નહીં રહેશે તો, કાશ્મીરની જેમ કપાઈ જશો. જો તમે એક થઈ જશો તો ગુજરાતની જેમ કાપશો.”
ફેસબુક પોસ્ટનું આર્કાઇવ અહીં જુઓ
Fact Check/Verification
દાવાની તપાસ કરતા જાણવા મળ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ‘જો તમે ભાગલા પાડો છો, તો તમે વહેંચાઈ જશો’નું સૂત્ર આપ્યું હતું (બટોગે તો કટોગેનું સૂત્ર). આગામી ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આ નારાથી રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘બટેગેં તો કટેગેં’ના નારાનું પુનરાવર્તન કર્યું છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું, ‘પહેલા જો આપણે વિભાજિત થયા હતા તો કપાયા હતા (પહેલા બટે થે તો કટે થે), હવે જો આપણે એક રહીશું તો સુરક્ષિત રહીશું.’
વળી, ભાજપે યોગી આદિત્યનાથના આ નારાનો વિરોધ કર્યો નથી, પરંતુ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ જે કંઈ બોલે તેને પાર્ટીનું સૂત્ર ન ગણી શકાય.
દરમિયાન, યોગી આદિત્યનાથના ટ્વિટર (એક્સ) હેન્ડલની પોસ્ટ હોવાનું કહી એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ કથિત એક્સ-પોસ્ટ, તારીખ 12 નવેમ્બર-2024ના રોજની છે જેમાં લખ્યું છે, “જો તમે એક નહીં રહેશે તો, કાશ્મીરની જેમ કપાઈ જશો. જો તમે એક થઈ જશો તો ગુજરાતની જેમ કાપશો. હવે શું કરવું તે નક્કી કરો! કપાવું છે કે તમારે કાપવું છે!“
દાવાની તપાસ કરવા માટે અમે કીવર્ડ્સ સર્ચ કરી અને યોગી આદિત્યનાથ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે નહીં તે તપાસ્યું. આ સમય દરમિયાન, અમને એવા કોઈ સમાચાર અહેવાલ મળ્યા નથી જે યોગી આદિત્યનાથે આવી પોસ્ટ કરી હોવાના દાવાની પુષ્ટિ કરે.
જો કે, જો તેમણે ચૂંટણીના માહોલ વચ્ચે આવી પોસ્ટ કરી હોત તો ચોક્કસપણે તેના પર વિવાદ કે વિરોધ પક્ષની પ્રતિક્રિયા આવી હોત.
વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોટ પર પોસ્ટની તારીખ 12 નવેમ્બર 2024 છે. હવે અમે યોગી આદિત્યનાથના અધિકૃત એક્સ હેન્ડલની તપાસ કરી . આ સમય દરમિયાન, અમને તેમના X હેન્ડલ પરથી 12 નવેમ્બરના રોજની આવી કોઈ પોસ્ટ મળી નથી.આગળ તપાસમાં, અમને ઇન્ટરનેટ આર્કાઇવ્સ અને વે બેક મશીન પર પણ યોગી આદિત્યનાથના અધિકૃત એક્સ હેન્ડલમાંથી બનાવેલ આવી કોઈ X પોસ્ટના પુરાવા મળ્યા નથી .
જો આપણે ઝીણવટથી જોઈએ, તો આ પોસ્ટમાં દેખાતા ફોન્ટ સામાન્ય કરતા મોટા છે, જેના કારણે અમને શંકા છે કે તે નકલી છે.
વાયરલ સ્ક્રીનશોટમાં ‘made with pikaso.me‘ નો વોટરમાર્ક પણ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વેબસાઈટનો ઉપયોગ સ્ક્રીનશોટ તૈયાર કરવા માટે થાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ સ્ક્રીનશોટ pikaso.meની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
Conclusion
તપાસમાં અમે એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે “જો તમે એક નહીં રહેશે તો, કાશ્મીરની જેમ કપાઈ જશો. જો તમે એક થઈ જશો તો ગુજરાતની જેમ કાપશો.” એવી કોઈ પોસ્ટ કરેલ નથી. વાયરલ થયેલ સ્ક્રીનશોટ નકલી છે.
Read Also : Fact Check : શું ઓમ બિરલાની પુત્રી અંજલિએ મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યાં? શું છે સત્ય
Result: False
Sources
X handle of Yogi Adityanath.
Internet Archive and Wayback Machine
Pikaso.me
(અહેવાલ ન્યૂઝચેકર હિંદી કોમલ સિંઘ દ્વારા પ્રકાશિત થયેલ છે. હિંદી અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044