Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Daily Reads
2002માં ગોધરાકાંડ સમયે થયેલા રમખાણોમાં દરમિયાન ગુજરાત સરકાર પર કલંક સમાન ઘટના એવી બિલકિસ બાનો કેસમાં બળાત્કારના આરોપીઓ ને 15 ઓગષ્ટના જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા છે. દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ ઉંમરકેદની સજા કાપી રહેલા આ તમામ 11 આરોપીઓને 15 ઓગષ્ટના રોજ જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ચર્ચાનો વિષય અહીંયા એ બન્યો છે કે આ આરોપીઓની સજા માફ કરવામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનની અવગણના કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે કેદીઓને મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી હતી, તેઓ બળાત્કારના આરોપીઓમાં સામેલ નહોતા. આમ છતાં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા મળેલ 11 લોકોને મુક્ત કર્યા છે.

આ પણ વાંચો : યુઝર્સએ શેર કર્યો રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પહેલાનો અંતિમ વિડીયો, જાણો શું છે સત્ય
આ કેસના ઘટના ક્રમો સમજવા માટે આપણે બિલકિસ બાનો કેસ શું છે તે જાણવું પડશે જે અંગે ગુગલ સર્ચ કરતા ઘણા મીડિયા રિપોર્ટ જોવા મળે છે. અહેવાલો અનુસાર, 2002ના ગોધરા રમખાણો દરમિયાન માત્ર 21 વર્ષની બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. રામખામણો દરમિયાન કેટલાક લોકો તેમના ઘરમાં ઘુસીને પરિવારના 7 સભ્યોની હત્યા કરી હતી અને ત્યારબાદ પાંચ મહિનાની ગર્ભવતી બિલકિસ સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ તમામ આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસની અમદાવાદમાં ટ્રાયલ શરૂ થઈ. જો કે, બિલકીસ બાનોને ડર હતો કે સાક્ષીઓને નુકસાન થઈ શકે છે કે સીબીઆઈ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે દ્વારા ઓગષ્ટ 2004માં કેસને મુંબઈ હાઈ કોર્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
21 જાન્યુઆરી, 2008ના રોજ, મુંબઈની સીબીઆઈ કોર્ટે દ્વારા આ કેસમાં 11 આરોપીને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા સાંભળવામાં આવી. જે બાદમાં બોમ્બે હાઈકોર્ટે દ્વારા પણ આ સજા યથાવત રાખવામાં આવી હતી. જયારે, સુપ્રીમ કોર્ટ દ્વારા 2019માં ગુજરાત સરકારને બિલકીસ બાનોને 50 લાખ વળતર, રહેઠાણની સુવિધા, સરકારી નોકરી સહિતનો આદેશ કર્યો હતો. જેનો ગુજરાત સરકારે અમલ કર્યો નહોતો.
બિલકિસે કહ્યું કે જ્યારે મેં સાંભળ્યું કે મારા પરિવાર અને જીવનને બરબાદ કરનાર ગુનેગારો મુક્ત થઈ ગયા છે, ત્યારે હું સ્તબ્ધ થી ગઈ હતી કે કોઈપણ સ્ત્રી માટે ન્યાયનો અંત આવો કેમ હોઈ શકે? મને આપણા દેશની સર્વોચ્ચ અદાલતો પર વિશ્વાસ હતો. મને સિસ્ટમ પર વિશ્વાસ હતો, અને હું મારા આઘાત સાથે જીવવાનું ધીમે-ધીમે શીખી રહી હતી. આ દોષિતોની મુક્તિએ મારી પાસેથી મારી શાંતિ છીનવી લીધી છે અને ન્યાય પાલિકા પર મારા વિશ્વાસને હચમચાવી નાખ્યો છે,” તેણીએ ગુજરાત સરકારને આ નુકસાનને પૂર્વવત્ કરવા અને મને ભય વિના શાંતિથી જીવવાનો મારો અધિકાર પાછો આપવા વિનંતી કરી હતી.
નિયમ મુજબ 15 વર્ષથી વધારે સજા કપાઈ ગયા બાદ આરોપીઓ દ્વારા જેલમુક્ત થવા બાબતે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. જે અંગે ગુજરાત સરકારે એક સમિતીની રચના કરી હતી. પેનલે રિપોર્ટની ચકાસણી પછી 15મી ઓગષ્ટના રોજ દોષિતને જેલ મુક્ત કર્યા હતા.
ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર હાજર કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં મુજબ આજીવન કેદની સજા પામેલા લોકોને કોઈપણ રાહત આપવામાં આવશે નહીં આવે. આઝાદીના 75માં અમૃત મહોત્સવ પર ગૃહ મંત્રાલય દ્વારા જેલમાં લાંબા સમયથી સજા કાપી રહેલા આરોપીઓ માટે રાહત જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ બિલકિસ બાનો કેસના આરોપીઓ આ યોજનામાં સમાવિષ્ટ થતા નથી.

ગાઇડલાઇન મુજબ, જે આરોપીને આજીવન કેદની સજા મળેલ હોય તેને કોઈપણ રાહત આપવામાં નહીં આવે. તેમજ એવા આરોપીઓ જે બળાત્કાર, માણસની તસ્કરી કે પછી બાળકો સાથે શારીરિક દુષ્કર્મ જેવી ઘટનાના દોષિતને કોઈપણ રાહત નહીં મળે. આ નિયમોને અવગણના કરીને ગુજરાત સરકાર દ્વારા 11 આરોપીને જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા હોવા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

રીમીશન પોલિસી શું છે? માફી આપવાની સત્તા એ રાજ્યના વડા દ્વારા વિવિધ બાબતોને ધ્યાનમાં લીધા પછી ઉપયોગમાં લેવાતું એક કારોબારી કાર્ય છે. આરોપી અથવા દોષિત વ્યક્તિ પ્રત્યે દયા દર્શાવવા માટે વહીવટી તંત્રનું કાર્ય વિવિધ ધોરણો મુજબ છે. જે અંતર્ગત માફીના આદેશની અસરથી કોઈપણ આરોપી ચોક્કસ તારીખેથી તેની સ્વતંત્રતા માટે હકદાર બને છે.
1992ની રીમીશન પોલિસી હેઠળ આ આરોપીને મુક્ત કરવામાં આવ્યા છે, નોંધનીય છે કે આ પોલિસીમાં હત્યા તેમજ બળાત્કારના આરોપીઓ માટે રાહતની જોગવાઈ હતી. જે સમયે ગુનો આચરવામાં આવ્યો હતો અને તેમને સજા મળી એ દરમિયાન 1992ની નીતિ અમલમાં હતી. જયારે ગુજરાત સરકારે 2014માં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓના આધારે નવી નીતિ ઘડી હતી. જેથી, આ આરોપીઓ સજા માંથી માફી મળવા પાત્ર છે.
નવી લાગુ કરાયેલ નીતિમાં એવા કેસોની યાદી આપવામાં આવી છે, જેમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાયેલા ગુનાઓ માં દોષિત ઠેરવવામાં આવેલ વ્યક્તિઓ અને જે કેદીઓ બળાત્કાર અથવા સામૂહિક બળાત્કાર સાથે હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હોય. આવા કેસના આરોપીઓ ને માફી આપી શકાતી નથી.
ન્યાય માટેની તેણીની લડત તેના પરિવાર માટે પણ વિક્ષેપ જનક હતી તેઓએ લગભગ એક ડઝન વખત પોતાનું ઘર બદલવું પડ્યું છે. તેમજ આ જે પણ તેઓ સમ્માન સાથે ગુજરાતના એ શહેરમાં ચાલી શકતા નથી.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044