Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Daily Reads
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી કરતી આમ આદમી પાર્ટી ખુબ જ ચર્ચામાં છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને અનેક પ્રકારે વાયદાઓ આપયા છે. જેમાં યુવાનોને રોજગાર, સારું સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ, અને અન્ય સુવિધાઓ પુરી પાડવા ગેરેંટી આપવામાં આવી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર પણ અનેક પ્રકારે પ્રચાર અને પ્રહાર કરતી પોસ્ટ જોવા મળે છે. હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાતના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી દેશની સરકારી શાળાઓ બંધ થયા હોવાના આંકડા સાથે ભાજપ પર આરોપ લગાવતી ટ્વીટ કરવામાં આવી છે.
ટ્વીટર યુઝર્સ AAP Gujarat । Mission2022 દ્વારા “જો દેશના બાળકોને સારું સરકારી શિક્ષણ મળશે, તો ભ્રષ્ટ ભાજપના મળતીયા મિત્રોની પ્રાઈવેટ શાળાઓ કઈ રીતે ચાલશે?” ટાઇટલ સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ટ્વીટ સાથે જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકારીની U-Dise દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશભરમાં કુલ 74,747 સરકારી શાળાઓ બંધ થઈ છે. જયારે બીજી તરફ 12,000 નવી ખાનગી શાળાઓ શરૂ થઈ છે.
ઉપરાંત પોસ્ટ સાથે મનીષ સીસોદીયાના હવાલે ભાજપ પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે “મહાભ્રષ્ટ ભાજપ ઈચ્છે છે દેશમાં માત્ર પ્રાઇવેટ શાળાઓ જ ચાલે અને દેશના 80% ગરીબ બાળકો નિરક્ષર રહે” , નોંધનીય છે કે આમ આદમી પાર્ટીની શિક્ષણ વ્યવસ્થા અંગે આગાઉ પણ ભ્રામક દાવા ફેલાયેલ છે જે અંગે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
દેશભરમાં કુલ 74 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ થઈ અને 12 હજાર નવી પ્રાઇવેટ સ્કૂલો શરૂ થઈ હોવાના દાવા સાથે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ અંગે સચોટ માહિતી જાણવા અમે U-Dise વેબસાઈટ પર પ્રકાશિત થયેલા ડેટાની તપાસ શરૂ કરી. જે દરમિયાન જાણવા મળે છે કે 2018 થી 2021 સુધીમાં કુલ 51,698 સરકારી સ્કૂલો બંધ થઈ છે. જયારે પ્રાઇવેટ સ્કૂલોની વાત કરીએ તો 2018 થી 21 સુધીમાં કુલ 14,254 નવી સ્કૂલો શરૂ થઈ છે.
આ શ્રેણીમાં જો સરકારી અધિકૃત શાળાઓ પણ ગણીએ તો 2018 થી 2021 વચ્ચે કુલ 328 સ્કૂલ બંધ થઈ છે. જયારે દેશભરની કુલ શાળાઓના આંકડા મુજબ 2018 થી 2020 સુધીમાં કુલ 43,292 શાળાઓ બંધ થઈ હતી, તો 2020 થી 2021 સુધીમાં 1428 નવી શાળા શરૂ કરવામાં આવી છે.
દેશભરમાં 70 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ થઈ હોવા અંગે ગુગલ સર્ચ કરતા telegraphindia અને groundreport દ્વારા મેં 2022ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોઈ શકાય છે. જે અનુસાર સપ્ટેમ્બર 2018 થી સપ્ટેમ્બર 2019 વચ્ચેના વર્ષમાં દેશમાં સરકારી શાળાઓની સંખ્યામાં 51,000 એટલેકે 4.78 ટકાનો ઘટાડો થયો છે. જયારે, આ જ સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓની સંખ્યામાં 11,739 એટલેકે 3.6 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણી નજીક આવતા મનીષ સીસોસિયા દ્વારા દિલ્હી સ્કૂલ મોડેલના પ્રચાર સાથે ગુજરાતની શાળાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી. જેમાં કયાંક ને કયાંક ગુજરાતની શાળાની ગુણવતા અને સુવિધાઓ નબળી હોવાનું ચિત્ર બની રહ્યું છે. જયારે કેજરીવાલ પોતાના વાયદાઓમાં ગુજરાતમાં સારું અને મફત શિક્ષણ આપવાની ગેરેંટી આપી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વાયદાઓ પુરા કરવાનો મોકો કેજરીવાલને મળશે કે ભાજપ જ ફરી એક વખત સુધારો લાવવાના પ્રયત્ન કરશે?
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044