Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
મહારાષ્ટ્રમાં જે પણ રીતે પાસા પડ્યા છે, તે પ્રમાણે ભારતનો બીજું સૌથી મોટો અને ધનિક રાજ્ય રાજકીય ગરબડનો સામનો કરી રહ્યું છે. કટ્ટર હિન્દુત્વ શિવસેના અને ‘બિનસાંપ્રદાયિક’ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચેના જોડાણ દ્વારા વિચારધારણાત્મક શક્તિઓનું પુનરુત્થાન વ્યાપક રાષ્ટ્રીય અસરો બતાવે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી લગભગ ત્રણ અઠવાડિયા સુધી અવિચારી રીતે મૌન રહ્યા હતા, અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સેના સાથે વાટાઘાટોની આગેવાની આપી હતી. શાહ દ્વારા સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કરવામાં આવેલી પ્રતિબદ્ધતા, કેબિનેટ વિભાગોની સમાન વહેંચણી માટે અથવા રોટેશનલ મુખ્યમંત્રીઓ અંગે મતભેદ શરૂ થાય તે પહેલાં આ વાટાઘાટો તૂટી ગઈ હતી. ફડણવીસના વલણને સમર્થન આપતાં શાહે આખરે 13 નવેમ્બરના રોજ પોતાનું મૌન તોડ્યું. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે ભાજપ અને શિવસેના વચ્ચે રોટેશનલ મુખ્યમંત્રીના કોઈ કરાર થયા નથી. જે બાદ રાષ્ટ્રપતી શાશનની વાતો ઉડવા લાગી…
જયારે કોઈ નિર્ણય ના થતા આખરે રાષ્ટ્રપતિ શાસન લાદવાના કારણે કોંગ્રેસ અને એનસીપી માટે શિવસેના સાથે વાટાઘાટો કરવાની તક ખુલ્લી ગઈ ત્યારે સરકાર બનાવવા માટે અન્ય પક્ષને શાસનના સામાન્ય લઘુતમ પ્રોગ્રામ (સીએમપી) માટે સંમત થવું પડશે અને કોંગ્રેસ આ સારી રીતે જાણે છે કે શિવસેનાની આગેવાની વાળી કડક હિન્દુત્વની એજન્ડા ચલાવનાર સરકારનો ભાગ બનવું તે તેને પરવડશે નહી. તેવામાં ભારતભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનસીઆર)નો ટેકો પણ શામેલ છે. તો હવે આ બન્ને મુદા કોંગ્રેસ માટે લાલ રેખાઓ સમાન છે.
શહેરના ટ્રેડ યુનિયનમાં સામ્યવાદી નેતાઓની પકડ તોડવા માટે સેનાની રચના 1966માં મુંબઇમાં કોંગ્રેસના ટેકાથી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રામરાવ આદિક, શિવસેના પ્રમુખ બાલ કેશવ ઠાકરેની સાથે 1967 માં સેનાની પહેલી જાહેર સભામાં ભાષણ દરમિયાન બાલ ઠાકરે માત્ર ફ્રી પ્રેસ જર્નલ અખબારની ઓફિસમાં ડેસ્ક પર બેઠેલા કાર્ટૂનિસ્ટ હતા. 1960માં તેમના પોતાના સાપ્તાહિક માર્મિકને છ વર્ષ પછી સ્થાનિક કોંગ્રેસ નેતાઓ દ્વારા શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
લગભગ 46 વર્ષ સુધી જાહેર જીવનમાં રહી ચૂકેલા શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ન હતી કે કોઈ રાજકીય પદ સ્વીકાર્યુ ન હતું. તેમને તો વિધિપૂર્વક શિવસેનાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટવામાં આવ્યા ન હતા. મુંબઈ (તે સમયે મુંબઈ શહેર બૉમ્બે તરીકે ઓળખાતું હતું) સ્થિત કંપનીઓ પર તેમણે નિશાન સાધ્યું હતું, પરંતુ ખરેખર તેમનું આ અભિયાન મુંબઈમાં રહેતા દક્ષિણ ભારતીયો વિરુદ્ધ હતું. કેમ કે શિવસેના અનુસાર જે નોકરીઓ મરાઠીઓને મળવી જોઇતી હતી, તેના પર દક્ષિણ ભારતીયોનો કબજો હતો. બાલ ઠાકરે માનતા હતા કે જે લોકો મહારાષ્ટ્રના છે, તેમને નોકરી મળવી જોઈએ. આ મુદ્દાને મરાઠીઓએ હાથો-હાથ ઉપાડ્યો, અને જોતજોતા વિશાળ મરાઠા સેના તૈયાર થઈ ગઈ, જેનો સપોર્ટ બાળ સાહેબને મળી ગયો અને થઇ ગઈ શિવસેનાની સ્થાપના.
શિવસેના પર રાજકારણમાં હિંસા અને ભયના ઉપયોગનો વારંવાર આરોપ લાગ્યો છે. જે મુદ્દે બાલ ઠાકરે કહેતા હતા, “હું રાજકારણમાં હિંસા અને બળનો ઉપયોગ કરીશ, કેમ કે ડાબેરીઓને એ જ ભાષા ખબર પડે છે. “કેટલાક લોકોને હિંસાનો ડર બતાવવો જોઈએ. ત્યારે જ તેઓ પાઠ ભણશે.” આ સાથે મહારાષ્ટ્રમાં એક દબંગ રાજનિતીની શરૂઆત થઇ ગઈ.
1970 ના દાયકામાં, કોંગ્રેસ અને સેના વચ્ચે હાર્દપૂર્ણ સંબંધો રહ્યા. ઠાકરેએ તેમની પાર્ટીને મહારાષ્ટ્રિયન મનુઓ માટે નોકરીના ડિફેન્ડર તરીકે સ્થાન આપ્યું હતું. સૌ પ્રથમ દક્ષિણ ભારતીયો, ગુજરાતીઓ અને બિહારીઓ પર હુમલો કર્યો. પાછળથી, તેમણે ભૂતપૂર્વ સીએમ અબ્દુલ રહેમાન અંતુલે જેવા કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ સાથે સંબંધો કેળવતા વખતે મુસ્લિમ વિરોધી ધર્મ અપનાવ્યો હતો. એક અહેવાલ મુજબ 1975 માં કટોકટી દરમિયાન ઠાકરે તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને સમર્થન આપનારા વિપક્ષી નેતાઓમાંના એક હતા. જયપ્રકાશ નારાયણથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીના અન્ય હજારો વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
મુખ્ય મંત્રી પદ માટેથી ખેંચતાણમાં બંને પક્ષોએ વર્ષોના સંબંધોની પરવા કર્યા વગર એકબીજાને પીઠ બતાવી દીધી છે. શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ) અને કૉંગ્રેસ પક્ષની મદદથી સરકાર રચવાના ઓરતા જોયા હતા, પરંતુ મહારાષ્ટ્રના રાજ્યપાલે સમયસીમામાં વધારાની શિવસેનાની માગણીને ફગાવી દઈ તેના પર પાણી ફેરવી દીધું.
1989 આસપાસ શિવસેનાને ‘મરાઠી માનુષ’ કરતાં પણ પ્રભાવશાળી ‘હિંદુત્વ’નો એજન્ડા મળી ગયો. હવે તેઓ સંપૂર્ણપણે આ એજન્ડા સાથે મહારાષ્ટ્રના રાજકારણ પર છવાઈ જવા તલપાપડ થઈ રહ્યા હતા. આ જ સમયે ભાજપ પણ ‘હિંદુત્વ’ના એજન્ડા જેવો જ એક વ્યાપક એજન્ડા અપનાવવા માગતો હતો, ભાજપે ‘હિંદુત્વ’ની સાથે ‘રામમંદિરનો મુદ્દો’ ઉપાડી લીધો. સમાન વિચારધારા અને લગભગ સમાન વોટ બૅન્ક ધરાવતા બંને પક્ષોને લાગ્યું કે જો સાથે મળીને ચૂંટણી લડીશું તો જ કૉંગ્રેસના પ્રભુત્વ સામે પડકાર ફેંકી શકીશું. આ જ સમયે ભાજપ પણ મહારાષ્ટ્રમાં પોતાના પગ જમાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો. ભાજપના શીર્ષના નેતા અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીએ બાલાસાહેબ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ભાજપને મહારષ્ટ્રમાં ચૂંટણી લડવા માટે સહમતી મળી હતી.
શિવસેનાને લાગી રહ્યું હતું કે એનડીએથી અલગ થઈ જવાની શરત પૂર્ણ કર્યા બાદ એનસીપી અને કૉંગ્રેસનું સમર્થન મળી જશે અને તેના હાથમાં રાજ્યની કમાન આવી જશે. અરવિંદ સાવંતના રાજીનામા બાદ કૉંગ્રેસ અને એનસીપી પણ હરકતમાં આવી. બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને સોમવારની સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં બહુમતની ચિઠ્ઠી સોંપવાનો સમય આપ્યો હતો. પરંતુ સમય પસાર થતો રહ્યો, અને કૉંગ્રેસનું સમર્થનપત્ર મળ્યું નહી.
શિવસેના અને કૉંગ્રેસ સત્તામાં ક્યારેય સાથે નથી રહી પરંતુ અનેક મુદ્દાઓ પર બંને પાર્ટીઓ એક સાથે રહી છે. શિવસેના એ પાર્ટીઓમાંની એક છે જેણે 1975માં ઇંદિરા ગાંધીની ઇમર્જન્સીનું સમર્થન કર્યું હતું. ત્યારે બાળ ઠાકરેએ કહ્યું હતું કે ઇમર્જન્સી દેશના હિતમાં છે. ઇમર્જન્સી ખતમ થયા બાદ મુંબઈ નગરપાલિકાની ચૂંટણી થઈ, જેમાં બંનેમાંથી એક પણ પાર્ટીને બહુમતી મળી નહી. જે બાદ બાળ ઠાકરેએ મુરલી દેવરાને મેયર બનવા માટે સમર્થન આપ્યું હતું.
1980માં કૉંગ્રેસને ફરી એકવાર શિવસેનાનું સમર્થન મળ્યું. બાળ ઠાકરે અને સિનિયર કૉંગ્રેસ નેતા અબ્દુલ રહેમાન અંતુલે વચ્ચે સારા સંબંધો હતા અને બાળ ઠાકરેએ તેમને મુખ્ય મંત્રી બનાવવામાં મદદ કરી હતી. 1980ના દાયકામાં ભાજપ અને શિવસેના બંને સાથે આવ્યા બાદ બાળ ઠાકરેએ ખુલીને ભાગ્યે જ કૉંગ્રેસને સમર્થન આપ્યું પરંતુ 2007માં ફરી એકવાર રાષ્ટ્રપતિ પદનાં કૉંગ્રેસનાં ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપ્યું હતું.
આ પહેલી વખત નથી જ્યારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હોય. આ અગાઉ મહારાષ્ટ્રમાં બે વખત રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું. પહેલી વખત વર્ષ 1980માં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ મહારાષ્ટ્રની સરકારને બરખાસ્ત કરી હતી. એ પછી વર્ષ 2014માં એનસીપીએ સરકારમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો ત્યારે મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું આપ્યું હતું.
રાજ્યની કારોબારી સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આવી જશે અને આ દરમિયાન વિધાનસભા સ્થગિત થઈ જશે. આ બાબતોની અસર ન્યાયાલય પર નહીં પડે. સંસદે રાષ્ટ્રપતિશાસન મામલે બે મહિનાની અંદર સહમતી આપવી પડશે. રાષ્ટ્રપતિશાસનની અવધિ વધારવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં ઠરાવ રજૂ કરવો પડે છે. જો ઠરાવને મંજૂરી મળે તો રાષ્ટ્રપતિશાસનની અવધિ વધારી શકાય છે. આ રાષ્ટ્રપતિશાસનની સમયમર્યાદા છ મહિના અથવા એક વર્ષની હોય છે. રાષ્ટ્રપતિશાસન દરમિયાન રાજ્યપાલ મુખ્ય સચિવ અને અન્ય સનદી અધિકારીઓની મદદથી રાજ્યનો કારભાર સંભાળતા હોય છે. આ સમયગાળા દરમિયાન નવી યોજનાઓ જાહેર કરી ન શકાય.
મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિશાસન માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે. તો બીજી તરફ શિવસેના આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાષ્ટ્રપતિને આપેલા અહેવાલમાં રાજ્યમાં સરકાર બની શકે તેમ ન હોઈ ત્યારે બંધારણના અનુચ્છેદ 256 મુજબ રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાનું કહ્યું હતું.
રાષ્ટ્રપતિશાસન લાદી દેવાયા બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પત્રકારપરિષદ યોજી હતી. ઠાકરેએ કહ્યું, “શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપીનો સંપર્ક સાધ્યો હતો” રાજ્યપાલ પાસે અમે 48 કલાકનો સમય માગ્યો હતો, પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ દયાળુ છે. તેમણે 48 કલાક પણ ન આપ્યો અને છ મહિનાનો સમય આપી દીધો.”તેમનું ગણિત શું છે એ ખ્યાલ ન આવ્યો. આ છ મહિનાની મુદ્દતમાં અન્ય પક્ષો સાથે બેસીને કૉમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરીશું.” “અમે ફરી સત્તા સ્થાપવા માટેનો પ્રયાસ કરીશું.”
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપના ઘમંડને કારણે મહારાષ્ટ્રમાં સરકાર બની રહી નથી. આ મહારાષ્ટ્રના લોકોનું અપમાન છે. તેમણે કહ્યું, “રાજ્યપાલે જો અમને વધારે સમય આપ્યો હોત તો સરકાર બનાવવી સહેલી થઈ જાત. ભાજપને 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. અમને ઓછો સમય આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો છે પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને એકલા હાથે બહુમતી મળી નથી. ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી પરંતુ બંને સાથે મળીને સરકાર બનાવી શક્યા નહી. 24 ઑક્ટોબરે આવેલા પરિણામમાં ભાજપ-શિવસેનાની બંનેની મળીને 161 બેઠકો થતી હતી જે બહુમતીના આંકડા 145થી વધારે હતી.
ભાજપ 105, શિવસેના 56, એનસીપી 54, કૉંગ્રેસ 44, અન્ય પક્ષો 16, અપક્ષો 13
શિવસેના સાથે જવું કે નહીં અથવા સરકારમાં સામેલ થવું કે બહારથી ટેકો આપવો આ મામલે કૉંગ્રેસ કોઈ નિર્ણય કરી શકી નહી. જેથી શિવસેના સત્તાથી દૂર રહી ગઈ. કૉંગ્રેસની અવઢવે શિવસેનાને હાથવેંતમાં રહેલી મુખ્ય મંત્રી પદની ખુરશી સુધી પહોંચવા દીધી નહી. અલગ વિચારધારાને કારણે મામલો સરળતાથી ઉકેલાયો નહી. ઉપરાંત શિવસેના મુખ્ય મંત્રી પદથી ઓછું માગતી ન હોવાથી પણ મામલો ગૂંચવાયો અને સરકાર બની શકી નહી. એક પણ પક્ષ સરકાર બનાવી શક્યો નહી અને અંતે રાષ્ટ્રપતિ શાસન લાદવાની નોબત આવી.
મહારાષ્ટ્રમાં છેલ્લા 15થી વધુ દિવસથી સરકાર રચવા મામલે સ્થિતિ વણસી છે. અહેવાલો અનુસાર નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ભાજપ-શિવસેનાને જનમત મળ્યો છે આથી તેમણે સરકાર બનાવી જોઈએ તેઓ પોતે વિપક્ષમાં બેસશે. જોકે શરદ પવારે આ વિવાદમાં એક વાત એવી પણ કહી છે કે અમિત શાહ મહારાષ્ટ્રની રાજકીય સમસ્યા કેવી રીતે ઉકેલે છે તે જોવા તેઓ ઉત્સુક છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થઈ ગયા પછી ભાજપ પ્રમુખ અમિત શાહે પહેલીવાર આ મુદ્દે મૌન તોડ્યું છે. અમિત શાહે શિવસેનાની નવી માગણીઓ સ્વીકાર્ય નહી હોવા અંગે તથા જે પક્ષ પાસે બહુમત હોય તે સરકાર બનાવી શકે એ વાત કરી. ”જો બહુમત હોય તો કોઈ પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે જઈને સરકાર રચવાનો દાવો કરી શકે છે.” સમાચાર સંસ્થા એએનઆઈના સંપાદક સ્મિતા પ્રકાશ સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે ”અમે શિવસેના સાથે સરકાર બનાવવા માટે તૈયાર છીએ પરંતુ શિવસેનાની એવી કેટલીક માગણીઓ છે જેની સાથે અમે સહમત નથી.”
એવા સમાચારો પણ છે કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે 40 સૂત્રો પર મિનિમમ કૉમન પ્રોગ્રામ બનાવવા માટે સહમતી બની છે અને 19 નવેમ્બરે આ સંબંધે કોઈ જાહેરાત થઈ શકે છે. ચર્ચા એવી પણ છે કે સરકારમાં શિવસેનામાં 16 મંત્રી હશે જ્યારે એનસીપીના 14 અને કૉંગ્રેસના 12 મંત્રીઓ હશે.
વિકાસના વિવિધ તબક્કે, મુંબઈમાં 13 નવી મેટ્રો લાઇનો, દરિયાકાંઠાનો રસ્તો અને ટ્રાન્સપોર્ટ-હબ સહિતના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે, એક મજબૂત સરકાર અનિવાર્ય છે. મહારાષ્ટ્રમાં વાતાવરણ વગરના વરસાદને પગલે રાજ્યના પાકને નુકસાન થયું છે, જેનાથી ગ્રામીણ સંકટ વધ્યું છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ત્રણ સપ્તાહની અનિશ્ચિતતાના પગલે તાત્કાલિક ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. તે દરેક પક્ષની પ્રાધાન્યતા હોવી જોઈએ. કેમકે રાજ્યપાલ દ્વારા 6 મહિનાની મુદ્દત આપવામાં આવી છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નોનું શું?, રાજ્યમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી પાકના નુકશાનની જવાબદારી કોના માથે?, આમ પણ મહારાષ્ટ્રમાં ખેડૂત આત્મહત્યાનો આંકડો ખુબજ મોટો છે, ત્યારે સત્તાની લાલચ વચ્ચે જોવું રહ્યું પ્રજાના પ્રશ્નોનું શું થશે.
સત્તાની લાલચમાં તમામ રાજકીય પક્ષો કાદવમાં કુદી ચુક્યા છે, હવે તો કોઈ નમતું આપે એમ લાગતું નથી, તમામ એક-બીજાના ટેકાની આશા લઇ બેઠા હતા તે પણ નિષ્ફળ જતા, સત્તાની લાલચના સપના તૂટી ગયા. સરકાર બનાવવા માટે શાશક પક્ષ ભાજપ કે શિવસેના કે પછી એનસિપી કોઇપણ પક્ષ વાટાઘાટ કરવા તૈયાર નથી.
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025