Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર એક વિડિઓ સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, આ વિડિઓ માં લોકોને રેલીમાં જોડાવા માટે પૈસા આપવામાં આવે છે. આ સાથે આ રેલી CAA અને NRC વિરુદ્ધ શાહીનબાગમાં થઇ રહેલ આંદોલનનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
#शाह_पर_भारी_शहीनबाग Shocking if true! Shaheen bagh me 500rs ki jhooti afwah pehlane wale khud 500rs baat rahe hai.
Ye log karenge CAA per debate Rahul, Mamta or Akhilesh se! Nautanki party!! pic.twitter.com/UFXzCTohjy
— Einstein (@DesiPoliticks) January 21, 2020
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા ફેસબુક, ટ્વીટર તેમજ વોટ્સએપ પર આ વિડિઓને વાયરલ કરવામાં આવ્યો છે, આ સાથે દાવો કરવામાં આવ્યો છે શાહીનબાગમાં ચાલી રહેલા CAA અને NRCના વિરોધમાં જોડાવવા બદલ 500 રૂપિયા આપવામાં આવે છે. વાયરલ પોસ્ટમાં કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “शाह_पर_भारी_शहीनबाग Shocking if true! Shaheen bagh me 500rs ki jhooti afwah pehlane wale khud 500rs baat rahe hai. Ye log karenge CAA per debate Rahul, Mamta or Akhilesh se! Nautanki party!!”
આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે આ વિડિઓના સ્ક્રીન શોટને યાનડેક્ષ સર્ચ કરતા મળતા પરિણામમાં યુટ્યુબ પર પબ્લિશ કરેલ કેટલાક વિડિઓ મળી આવે છે, જેમાં આ વિડિઓ ઝારખંડનો હોવાનું સામે આવ્યું છે. આ સાથે વિડિઓમાં જે લોકો પૈસા લઇ રહ્યા છે તે BJPની કોઈ રેલીમાં આવેલા છે તેના માટે તેને પૈસા આપવામાં આવી રહ્યા છે.
આ સાથે આ વિડિઓને ધ્યાન પૂર્વક જોતા BJPના ઝંડાઓ બાઈક પર લગાવેલા જોવા મળે છે, તેમજ જો લોકો રેલીમાં આવી રહ્યા છે તેમણે એક ટિ-શર્ટ પહેર્યું છે જેમાં ‘અબકી બાર 65 કે પાર’ સ્લોગન લખેલ છે. જેને ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં હાલમાં ઝારખંડમાં થયેલ ચૂંટણીમ આ ભાજપ દ્વારા આ સ્લોગન આપવામાં આવ્યું હતું.
વાયરલ વિડિઓને લઇ કરવામાં આવેલ દાવાની સત્યતા મળતા તમામ પરિણામો પરથી ખોટો અને ભ્રામક સાબિત થાય છે, આ વિડિઓ ઓક્ટોબર મહિનામાં ઝારખંડમાં ચાલી રહેલ ચૂંટણીમાં BJP દ્વારા આયોજન કરવામાં આવેલ એક રેલી છે, જેમાં પૈસા આપી રેલીમાં લોકો એકઠા કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલ NRC અને CAA વિરોધ માટે લોકોને પૈસા આપવામાં આવતા હોવાનો દાવો કરી વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
TOOLS :-
GOOGLE IMAGES SEARCH
GOOGLE KEYWORD SEARCH
YOUTUBE SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025