હવે ATMમાંથી બે હજાર રૂપિયાની નોટ નહીં મળે. રિઝર્વ બેંકમાંથી બે હજારની નોટ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. બેંક પણ એટીએમ મશીનમાંથી બે હજારની નોટવાળા કેલિબર કાઢવા લાગી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ તેની શરૂઆત કરી દીધી છે. સેન્ટ્રલ બેંક પોતાના 58 એટીએમ મશીનમાંથી કેલિબર કાઢી નાખ્યા છે. અન્ય બેંકોનું પણ કહેવુ છે કે, હવે એટીએમમાં ફક્ત 100,200 અને 500 રૂપિયાની નોટ જ લોડ કરવામાં આવશે. “ATM માંથી હવે નહીં નીકળે 2000ની નોટ” કેપશન સાથે ન્યુઝ સંસ્થાન jaihindnewspaper અને westerntimesnews દ્વારા આર્ટિકલ પબ્લિશ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
2,000ની નોટો પાછી લેવાના નિર્ણય અંગે કોઈ સત્તાવાર નિવેદન RBI અથવા કેન્દ્રમાંથી આવ્યું નથી. આરબીઆઈ દ્વારા તમામ સત્તાવાર સૂચનાઓ અહીં જોઈ શકાય છે.
આ મુદ્દે indiatoday દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજી કરેલ હતી, જેના જવાબમાં આરબીઆઈએ પુષ્ટિ કરી હતી કે જૂન 2018 થી જૂન 2020ની વચ્ચે બે વર્ષ માટે 2 હજાર રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.
જો કે, આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માર્ચ 2020 ના અંત સુધીમાં રુ2000 ની કુલ ચલણી નોટ 27,398 લાખ સર્ક્યુલેશનમાં છે. આરબીઆઈના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2018માં 33,632 લાખ નોટ હતી, જે નીચે આવીને માર્ચ 2020 સુધીમાં 27,398 લાખ નોટ રહી છે.
તેથી તે સ્પષ્ટ છે કે આરબીઆઈ દ્વારા છાપવામાં આવેલી 2000 રૂપિયાની નોટોનો ઘટાડો થયો હોવા છતાં, કેન્દ્રિય બેંકે હજુ સુધી 2000ની ચલણી નોટો સપ્લાય કરવાનું બંધ કર્યું નથી.
આ મુદ્દે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવેલ છે કે વાયરલ દાવો ભ્રામક છે. આરબીઆઇ (RBI) દ્વારા હજુ સુધી રૂ 2,000 નોટનો પુરવઠો બંધ નથી કરવામાં આવ્યો.

Conclusion
ATM માંથી હવે 2000ની નોટ નહીં નીકળે અને RBI દ્વારા નોટ બંધ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. indiatoday દ્વારા કરવામાં આવેલ RTI અને PIB દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ફેકટચેક પરથી ન્યુઝ સંસ્થાનો દ્વારા કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. 2000ની નોટ બંધ કરવા મુદ્દે RBI દ્વારા કોઈ ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવેલ નથી.
Result :- False
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)