Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
2018 Video Falsely Shared as 5G Tower Fire in Gujarat
કોરોના વાયરસના કેસ ભારતમાં ખુબજ ઝડપી વધી રહ્યા છે. લગભગ દરેક રાજ્યમાં હોસ્પિટલ અને ઓક્સિજનની અછત સર્જાઈ હોવાના દર્શ્યો જોવા મળ્યા છે. ત્યારે કોરોના વાયરસનું સંક્ર્મણ કઈ રીતે વધારે ફેલાય છે, જેના પર અનેક ભ્રામક વાતો સોશ્યલ મીડિયા પર લોકો શેર કરી રહ્યા છે. ફેસબુક અને ટ્વીટર પર 5G ટાવરના રેડિએશન દ્વારા કોરોના ફેલાતો હોવાની ભ્રામક પોસ્ટ ખુબજ વાયરલ થયેલ છે.
5G ટાવરના રેડિએશન ના કારણે કોરોના વધુ ફેલાયો છે, તો 5G ટાવર ના કારણે પક્ષીઓ પણ મરી રહ્યા હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ છે. આ તમામ વાયરલ પોસ્ટ સંદર્ભે વધુ એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ગુજરાતમાં 5G ટાવરમાં આગ લગાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર “साहब के शहर गुजरात में ही जला दिया साहब के दोस्त अंबानी का टावर 5g” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
જયારે યુટ્યુબ પર ન્યુઝ ચેનલ ISN7 દ્વારા આ વિડિઓ ગુજરાતનો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ઉપરાંત વાયરલ પોસ્ટ અંગે crowdtangle પર જોઈ શકાય છે, કુલ કેટલા ફેસબુક, ટ્વીટર અને રેડિટ યુઝર્સ દ્વારા વિડિઓ ફોરવર્ડ તેમજ લાઈક કરવામાં આવેલ છે.
ગુજરાતમાં 5G ટાવર પર આગ લગાવવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ન્યુઝ ચેનલ Hindxpress Tv દ્વારા જાન્યુઆરી 2018ના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ વાયરલ વિડિઓ ગોવાના એક રહેણાંક વિસ્તારમાં આવેલ ટાવર પર આગ લાગી હતી.
આ મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન IndiaTV દ્વારા જાન્યુઆરી 2018ના પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જેમાં ગોવાના રહેણાંક વિસ્તારમાં આવેલ ગોવર્ધન કોમ્પ્લેક્ષ ખાતે આવેલ મોબાઈલ ટાવરમાં આગ લાગી હતી. જે વિડિઓ હાલમાં ભ્રામક સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે.
ઉપરાંત અન્ય યુટ્યુબ ચેનલ દ્વારા પણ 2018માં સમાન વિડિઓ માત્ર મોબાઈલ ટાવરમાં આગ હેડલાઈન સાથે પબ્લિશ કરવામાં આવેલ છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે એક તરફ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ ઘણો ઝડપથી વધી રહ્યો છે. તો, UKમાં લોકો 5જી ટાવર્સને આગ લગાવી રહ્યા છે. બીબીસીના રિપોર્ટ મુજબ, અહીંના લોકો સોશયલ મીડિયા પર કરવામાં આવી રહેલા એક દાવાના કારણે આ પગલું ઉઠાવી રહ્યા છે.
સોશયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો કે, ‘Covid-19નું કારણ 5G છે અને વુહાનમાં આ મહામારી એટલા માટે ફેલાઈ કે ત્યાં તાજેતરમાં જ 5જી નેટવર્કની શરૂઆત કરવામાં આવી હતી.’ આગળ કહેવાયું છે કે જે અન્ય વિસ્તારોમાં 5જી શરૂ થઈ ગયું છે, ત્યાં પણ આ મહામારીનો પ્રકોપ એ કારણે જ ફેલાઈ રહ્યો છે.તે પછી શું થયું?આ અફવા ફેલાયા બાદ, યુકેમાં લોકોએ 5જી મોબાઈલ ટાવર્સને આગ ચાંપવાનું શરૂ કરી દીધું. છેલ્લા કેટલાક દિવસોમાં જ આવી ત્રણ ઘટનાઓ સામે આવી ચૂકી છે.
કોરોના વાયરસ અંગે વાયરલ ભ્રામક અફવાઓ :-જો તમે 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમારા ફેફસાં સ્વસ્થ છે, જાણો WHO અને ડોક્ટર શું કહે છે આ વાયરલ દાવા પર
આ ઘટનાઓ સંદર્ભે વાયરલ વિડિઓ નાઇઝરીયા શહેરમાં પણ ભ્રામક દાવા સાથે શેર થઈ રહ્યો છે. જે મુદ્દે ન્યુઝ સંસ્થાન reuters દ્વારા ફેકટચેક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલ છે. હાલ જે વિડિઓ ગુજરાતના ટાવરમાં આગ લાગવાના દાવા સાથે શેર થઈ રહ્યો છે, સમાન વિડિઓ ફેસબુક પર “Nigerians burning 5G towers in Nigeria” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે. (2018 Video Falsely Shared as 5G Tower Fire in Gujarat)
5G ટાવર સળગાવવાની ઘટના સામે આવ્યા બાદ યુકે સરકારના ડિજિટલ, કલ્ચર, મીડિયા તેમજ સ્પોર્ટસ વિભાગે તેના પર ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. વિભાગે કહ્યું છે કે, કોરોના વાયરસના ફેલાવા અને 5જી ટેકનોલોજીની વચ્ચે કોઈ પ્રકારનો સંબંધના પુરાવા નથી મળ્યા. આ દાવો એટલા માટે પણ સાબિત નથી થતો કે કોરોના વાયરસ ભારત, ઈરાન અને જાપાન જેવા દેશોમાં પણ ફેલાયો છે, જ્યાં હજુ 5જી ટેકનિકની શરૂઆત પણ નથી થઈ.
ભારતમાં 2018માં business-standard રીઓપોર્ટ મુજબ ભારતી એરટેલ અને હ્યુઆઈ કંપની દ્વારા પ્રથમ પરીક્ષણ ગુરુગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ ભારત સરકાર દ્વારા 5G સ્પેકટ્રમ માટે ટેલિકોમ વિભાગને છૂટ આપતા સાથે વોડાફોન, જીઓ, ભારતી એરટેલ અને MTNL પાસેથી અરજીઓ મંગાવી રહી છે, જે મુદ્દે Ministry of Communications દ્વારા 4 મેં 2021ના પ્રેસ નોટ મારફતે જાહેર કરેલ છે.
કોરોના વાયરસ અંગે વાયરલ ભ્રામક અફવાઓ :- Claims on 5G Testing Radiation Being The Cause Of India’s Second COVID-19 Wave
જયારે હાલ કોરોના વાયરસ અને 5G ટાવરના રેડિએશન અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ મુદ્દે newindianexpress દ્વારા પ્રકશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં Cellular Operators Association of India ના ડાયરેકટર દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ભારતમાં 5G અને કોરોના અંગે ખુબજ ભ્રામક અફવાઓ ફેલાઈ રહી છે, WHO દ્વારા પણ આ એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. અન્ય કેટલાક દેશોમાં 5G ઘણા વર્ષોથી કાર્યરત છે. જે સાબિત કરે છે કે કોરોના સાથે 5G ટેક્નોલોજી નો કોઈ સંબંધ નથી. (2018 Video Falsely Shared as
જયારે હાલ કોરોના વાયરસ અને 5G ટાવરના રેડિએશન અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ મુદ્દે newindianexpress દ્વારા પ્રકશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં Cellular Operators Association of India ના ડાયરેકટર દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ભારતમાં 5G અને કોરોના અંગે ખુબજ ભ્રામક અફવાઓ ફેલાઈ રહી છે, WHO દ્વારા પણ આ એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. અન્ય કેટલાક દેશોમાં 5G ઘણા વર્ષોથી કાર્યરત છે. જે સાબિત કરે છે કે કોરોના સાથે 5G ટેક્નોલોજી નો કોઈ સંબંધ નથી. (2018 Video Falsely Shared as 5G Tower Fire in Gujarat)
ગુજરાતમાં 5G ટાવર સળગાવવામાં આવ્યો હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વર્ષ 2018માં ગોવા ના એક રહેણાંક વિસ્તાર આવેલ મોબાઈલ ટાવરમાં લાગેલ આગના વિડિઓ ને ભ્રામક અફવા સાથે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ છે. કોરોના સંક્ર્મણ 5G ટાવર ના કારણે ફેલાતું હોવાની અફવાઓ ના કારણે આ પ્રકારે ભ્રામક વિડિઓ શેર કરવામાં આવી રહ્યા છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 14, 2025
Dipalkumar Shah
February 21, 2025