Authors
Claim : ડચના પ્રધાનમંત્રીની સાદગી, કોફીનો કપ ઢોળાયો તો જાતે જ સાફ કરવા લાગ્યા
Fact : કોફી ઢોળાય પછી ફ્લોર સાફ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર 2018માં નેધરલેન્ડના સંસદમાં બનેલી ઘટના છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નેધરલેન્ડના પીએમ માર્ક રુટે નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટ દરમિયાન કોફી ઢોળાય પછી ફ્લોર સાફ કર્યું હતું. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટ માટે દિલ્હીમાં આવેલા રૂટ્ટે સોમવારે બેંગલુરુની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર સહિત કર્ણાટકના વરિષ્ઠ કેબિનેટ પ્રધાનોને મળ્યા હતા, જ્યારે ચર્ચ સ્ટ્રીટ પર સ્થાનિક ભીડ અને દુકાનદારો સાથે પણ વાતચીત કરી હતી.
Fact Check / Verification
નેધરલેન્ડના પીએમ માર્ક રુટ દ્વારા G20 સમિટ દરમિયાન કોફી ઢોળાય પછી ફ્લોર સાફ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઈન્ડિયન એક્સપ્રેસનો જૂન 6, 2018ના પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. અહીંયા વાયરલ વીડિયો માર્ક રૂટ દ્વારા કોફી ઢોળાય બાદ ફ્લોર સાફ કરવા અંગે માહિતી આપવામાં આવેલ છે.
સમાન અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે, જે પુષ્ટિ કરે છે કે વાયરલ વીડિયો 2018ની ઘટના છે. નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રુટ્ટ સંસદના ફ્લોરની સફાઈ કરી રહ્યા હોવાની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર તેમની પ્રશંસા થઈ રહી છે. વીડિયોમાં વડા પ્રધાન માર્ક દ્વારા અચાનક કોફી ઢોળાય છે, જે તેઓ ખુદ સાફ કરવા લાગે છે.
આ ઘટના અંગે નેધરલેન્ડના ડિપ્લોમેટ Cees Van Beek દ્વારા પણ સમાન વિડીયો ટ્વીટર પર 4 જૂન 2018ના પોસ્ટ કરવામાં આવેલ છે. જે ખાતરી આપે છે કે આ ઘટના હાલમાં G20 સ્મિત દરમિયાન બનેલી નથી.
Conclusion
નેધરલેન્ડના પીએમ માર્ક રુટ દ્વારા G20 સમિટ દરમિયાન કોફી ઢોળાય પછી ફ્લોર સાફ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર 2018માં નેધરલેન્ડના સંસદમાં બનેલી ઘટના છે. સોશ્યલ મીડિયા યુઝર્સ 2018માં બનેલી ઘટનાને G20 સમિટના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Indian Express report, June 6, 2018
BBC report, June 5, 2018
આ પણ વાંચો : નેધરલેન્ડના પીએમ માર્ક રુટના વાયરલ વિડીયો અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત થયેલ ફેકટચેક અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044