તુર્કીમાં ભારે ભૂકંપના આચંકા બાદ પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. ભૂકંપની ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર અનેક ભ્રામક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ભયાનક વિસ્ફોટ જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તુર્કીમાં ભૂકંપ બાદ ન્યુક્લિઅર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો.

આ પણ વાંચો : તુર્કીમાં ભૂકંપ બાદ સુનામી આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે 2017નો જૂનો વિડીયો વાયરલ
Fact Check / Verification
તુર્કીમાં ભૂકંપ બાદ ન્યુક્લિઅર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ વિડીયોના કીફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને 4 ઓગસ્ટ, 2020ના રોજ ઇટાલિયન પત્રકાર ટેન્ક્રેડી પાલમેરી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. ટ્વિટ સાથે આપેલ માહિતી મુજબ આ ઘટના બેરૂતમાં બનેલ છે.
બેરૂત બ્લાસ્ટ અંગે કીવર્ડ સર્ચ કરતા અમને 4 ઓગસ્ટ, 2020ના રોજ સ્કાય ન્યૂઝ દ્વારા અપલોડ કરાયેલ યુટ્યુબ વિડિયો જોવા મળે છે. વિડીયો સાથે લખવામાં આવ્યું છે કે, લેબનોનના બેરૂતમાં વિસ્ફોટની ક્ષણને યુઝર્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
વધુમાં, અલજઝીરા ન્યુઝ રિપોર્ટ અનુસાર 4 ઓગસ્ટ, 2020ના રોજ, લેબનોનની રાજધાની બૈરુત ખાતે એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં 218 લોકો માર્યા ગયા, 7,000 ઘાયલ થયા અને 300,000 લોકો સ્થળાંતરિત થયા. બેરૂત બંદર પર લાગેલી આગને કારણે 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટનો વિસ્ફોટ થયો હતો, જે છ વર્ષથી બંદરના વેરહાઉસમાં અયોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવ્યો હતો.
Conclusion
તુર્કીમાં ભારે ભૂકંપ બાદ ન્યુક્લિઅર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2020માં બેરૂત ખાતે બનેલ ઘટના છે. લેબનોનના બેરૂત થયેલા બ્લાસ્ટનો વિડીયો તુર્કીમાં આવેલા ભૂકંપની ઘટના સાથે જોડીને ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
YouTube video, Sky News, August 4, 2020
YouTube video, DW News, August 4, 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044