તુર્કીમાં એક પછી એક ભયાનક ભૂકંપના આંચકા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર ભૂકંપની ઘટના વિડીયો શેર થઈ રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો શેર થઈ રહ્યો છે, જેમાં એક હોટેલના રસોડાના દર્શ્યો જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ દર્શ્યો તાજેતરમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો છે.
આ પણ વાંચો : રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
Fact Check / Verification
ન્યૂઝચેકરે વાયરલ વિડિયોની કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા 31 ઓક્ટોબર, 2020ના પ્રકાશિત થયેલ એક અહેવાલ હોવા મળે છે. હેડલાઇનમાં જણાવ્યું હતું કે,”ઇઝમિરમાં ભૂકંપની તાકાત”, રિપોર્ટ મુજબ, એજિયન સમુદ્રમાં જોરદાર ભૂકંપ આવ્યા બાદ તુર્કીના શહેરના ઇઝમિરમાં ઓછામાં ઓછી 20 ઇમારતો નાશ પામી હતી.

આ અંગે વધુ તપાસ કરતા 31 ઓક્ટોબર, 2020ના રોજ ટ્રિબ્યુન દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. જેમાં જણાવ્યું હતું કે, “તુર્કીના ધરતીકંપના દર્શ્યો ઇઝમિરમાં મકાન ધરાશાયી થતાં ભયાનક ક્ષણોને કેદ કર્યા છે“. અહેવાલ અનુસાર, તુર્કીના એજિયન કિનારે અને ગ્રીક ટાપુ સામોસના ઉત્તરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે ઓછામાં ઓછી આઠ ઇમારતો ધરાશાયી થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા. તુર્કીના ત્રીજા સૌથી મોટા શહેર ઇઝમિરમાં ઇમારતો ધરાશાયી થતી જોવા મળી હતી અને સેફરીહિસાર જિલ્લામાં અને સામોસ પર સુનામીના દર્શ્યો પણ જોવા મળ્યા હતા.
અમે અહીં અને અહીં જોવામાં આવેલા મીડિયા અહેવાલો દ્વારા પુષ્ટિ થાય છે કે 30 ઓક્ટોબર, 2020ના રોજ તુર્કીના એજિયન કિનારે અને સામોસના ગ્રીક ટાપુની ઉત્તરે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ઇમારતો ધરાશાઈ થઈ હતી. યુએસ જીઓલોજિકલ સર્વેએ અહેવાલમાં જણાવ્યું હતું કે 7.0ની તીવ્રતાનો આંચકો તુર્કીના ઇઝમીર પ્રાંતના કેન્દ્રમાં હતો.
Conclusion
તાજેતરમાં તુર્કીમાં આવેલા ભૂકંપના દર્શ્યો હોવાના દવા સાથે વાયરલ થઈ રહેલ વિડીયો ખરેખર ઓક્ટોબર, 2020માં તુર્કીના એજિયન કિનારે આવેલ ભૂકંપના કારણે સર્જાયેલ હાલાકીના દર્શ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ 202ના જુના વિડીયોને હાલમાં તુર્કીમાં આવેલ ભૂકંપનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : Partly False
Our Source
Mehr news report, October 31, 2020
The Tribune news report, October 31, 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044