Fact Check
શું 2021માં માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થી નોકરી માટે માન્ય નહીં ગણાય?

કોરોના વાયરસના કારણે ખુબ જ લાબું લોકડાઉન સહન કરવાનો વારો આવ્યો હતો. લોકડાઉનના કારણે ઘણી આર્થિક મુશ્કેલી પણ ઉભી થઈ હતી, બીજી તરફ શાળા-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓ પણ હેરાન થયા હતા. કોરોના વાયરસની બીજી લહેર બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 10 અને 12 તેમજ કેટલીક કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.
માસ પ્રમોશન પર અનેક ચર્ચા અને વિવાદો સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા હતા, ત્યારે હાલ HDFC બેન્કમાં નોકરી માટે ભરતી અંગેની જાહેરાત ખુબ જ વાયરલ છે. ન્યુઝ પેપરમાં આપવામાં આવેલ ભરતી અંગેની જાહેરાતમાં લખવામાં આવેલ છે કે ‘2021માં પાસ થનાર વિદ્યાર્થીઓ માન્ય નહીં ગણવામાં આવે’ , એટલેકે માસ પ્રમોશન દ્વારા પાસ થનાર વિદ્યાર્થીઓ આ નોકરી માટે માન્ય નહીં ગણવામાં આવે.
Factcheck / Verification
ફેસબુક અને ટ્વીટર માસ પ્રમોશનના કારણે નોકરી નહીં આપવાની જાહેરાત અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ન્યુઝ સંસ્થાન indiatoday, india અને dnaindia દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ બેન્ક દ્વારા આ વિષય પર ધ્યાને લેતા જણાવવામાં આવ્યું કે આ જાહેરાતમાં ટાઈપિંગ ભૂલના કારણે આ પ્રકારે સ્ટેટમેન્ટ છપાયેલ છે.
આ ભૂલ સુધારા સાથે નવી જાહેરાત પણ પોસ્ટ કરવામાં આવેલ છે, જ્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘2021માં પાસ થનારા વિદ્યાર્થી નોકરી માટે માન્ય ગણાશે’ (( 2021 passout students are not eligible for jobs misleading image viral )

આ પણ વાંચો :- જુલાઈ 2017 Ahmedabad શહેરના રસ્તા પર પડેલા સિંક હોલની તસ્વીર સુરત અને બનારસ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવા આવેલ છે.
ટ્વીટર પર કેટલાક યુઝર્સ દ્વારા વાયરલ પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જ્યાં એક ટ્વીટર યુઝરને HDFCના ઓફિશ્યલ એકાઉન્ટ તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જેમાં બેન્ક દ્વારા જાહેરાતમાં ભૂલથી આ પ્રકારે લખાણ લખાયું હોવાની સ્પષ્ટતા આપતા HDFC દ્વારા માફી પણ માંગવામાં આવેલ છે.
Conclusion
‘ 2021 passout students 2021માં પાસ થનારા વિદ્યાર્થી નોકરી માટે માન્ય નહીં ગણાય’ HDFC બેન્ક દ્વારા ન્યુઝ પેપર પર આપવામાં આવેલ જાહેરાતમાં ટાઈપિંગ ભૂલ હોવાની સ્પષ્ટતા બેન્ક દ્વારા કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ટાઈપિંગ ભૂલના કારણે છપાયેલ પોસ્ટ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. બેન્ક ભરતીમાં 2021માં પાસ થનાર વિદ્યાર્થી પણ જો લાયકાત અને ઉમર ધરાવતા હશે તો નોકરી મેળવવા પાત્ર ગણાશે.
Result :- Misleading
Our Source
HDFC Twitter
News Articles
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044