WeeklyWrap : ઇન્દોર ખાતે ભારત જોડો યાત્રામાં ભારે ભીડ હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ થયો તો આ તરફ મેચ જીત્યા બાદ માતાને ભેટી ભાવુક થયો મેસી જયારે, કોરોના વાયરસના નવા XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે નકલી અને બનાવટી મેસેજ વાયરલ

ઇન્દોર ખાતે ભારત જોડો યાત્રામાં ભારે ભીડ હોવાના દાવા સાથે કર્ણાટકનો વિડીયો વાયરલ
ફેસબુક યુઝર્સ “ઈન્દોર માં ભારત જોડો યાત્રા” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. આ વીડિયો મહારાષ્ટ્ર કોંગ્રેસ સેવા દળના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી પણ શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, “ભારત જોડો યાત્રાની ઈન્દોરમાં જંગી રેલી” ઉપરાંત, અન્ય ઘણા ફેસબુક અને ટ્વિટર યુઝર્સ સમાન કૅપ્શન સાથે વીડિયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

અલ્પેશ ઠાકોરનો 2017નો જૂનો વિડીયો વિધાનસભા ચૂંટણીના ભ્રામક સંદર્ભમાં થયો વાયરલ
ફેસબુક પર “ગેનીબેન મહિલા વિસે શું બોલ્યા?અલ્પેશ ઠાકોર ભાજપના” ટાઇટલ સાથે આ વિડીયો 5 ડિસેમ્બરના શેર કરવામાં આવેલ છે. વીડિયોમાં અલ્પેશ ઠાકોર ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરના મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. જો..કે Newscheckerની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જાણવા મળ્યું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ચાઇના દ્વારા કૃત્રિમ મહિલા બનાવવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે ગેમિંગ વિડીયો વાયરલ
કેટલાક ફેસબુક યુઝર્સે હુરી/હાવરી તરીકે ઓળખાતી કથિત ચાઈનાની કૃત્રિમ મહિલાનો આ વીડિયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે આ રોબોટ મહિલા 100% સિલિકોન સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અને તેને ખોરાકની જરૂર નથી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ફિફા વર્લ્ડકપ જીત્યા બાદ મેસ્સી તેની માતાને ભેટીને ભાવુક થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
રવિવારે ફિફા વર્લ્ડકપ (FIFA WC 2022) જીત્યા બાદ મેદાન પર મેસ્સીને ગળે લગાવતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે તે ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત બાદ મેસ્સી તેની માતા, સેલિયા મારિયા કુસીટીનીને ગળે લગાવે છે. ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાયું છે, વાયરલ ક્લિપમાં દેખાતી મહિલા મેસ્સીની માતા નથી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

કોરોના વાયરસના નવા XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે નકલી અને બનાવટી મેસેજ વાયરલ
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે “નવો વાયરસ COVID- Omicron XBB ડેલ્ટા વેરિઅન્ટ કરતા 5 ગણો વધુ વાયરલ છે અને તેનો મૃત્યુદર વધારે છે“. વધુમાં લખ્યું છે કે “નવા XBB વેરિઅન્ટના લક્ષણોમાં ઉધરસ અથવા તાવનો સમાવેશ થતો નથી પરંતુ મર્યાદિત સંખ્યામાં સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો અને ન્યુમોનિયા તેના લક્ષણો હશે.“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044