Copyright © 2022 NC Media Pvt. Ltd. All Rights Reserved.
Fact Check
મહારાષ્ટ્રમાં 24 વર્ષની સૌપ્રથમ મુસ્લિમ છોકરી IPS ઓફિસર બની હોવાના દાવા સાથે વીડિઓ વાયરલ
ક્લેમ :-
24 years old Indian Muslim Girl became IAS OFFICER in Maharashtra
(24 વર્ષની મુસ્લિમ છોકરી ips ઓફિસર મહારાષ્ટ્રમાં )
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક વીડિઓ સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં 24 વર્ષની મુસ્લિમ છોકરીને ips ઓફિસર બનાવવામાં આવી છે. આ સાથે તેને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સન્માન અપાતું હોવાનો વીડિઓ પણ વાયરલ કરવામાં આવ્યો છે.

આ સમાન દાવો કરતી પોસ્ટ ટ્વીટર પર પણ વાયરલ કરવામાં આવી છે, જેમાં આ તસ્વીર પર ગુજરાતીમાં લખવામાં આવ્યું છે સૌપ્રથમ મુલ્સિમ મહિલા એસ.પી મહારાષ્ટ્ર તેમજ વુમન્સ દે નિમત્તે હાર્દિક શુભકામનાઓ આપતો સંદેશ તસ્વીરના અંદર એડિટ કરી લખવામાં આવ્યો છે.
First #Muslim Lady IPS officer of #Maharashtra. Education can take you to great heights #HappyWomensDay2020 pic.twitter.com/ADEC8fIYmY
— Asmakhan Pathan (@PathanAsmakhan) March 8, 2020
[removed][removed]
આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ અને ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કેટલાક પરિણામો મળી આવે છે, જે પરથી સાબિત થાય છે કે આ ઘટનામાં સંપૂર્ણ સત્ય નથી, તેને ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના મહારાષ્ટ્રની છે.
TOI દ્વારા આ મુદા પર પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જેમાં સાબિત થાય છે કે આ મહિલાને માત્ર વુમન્સ-ડે નિમિતે એક દિવસ માટે સન્માન પદ એસ.પી બનાવવામાં આવી હતી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ કોઈ 14 કે 24 વર્ષની મહિલાને ips કે sp બનાવવામાં આવી નથી. વાયરલ પોસ્ટમાં વીડિઓને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.