રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લગભગ 50 બેઠકો પર જીતી શકે છે તેવો દાવો કરતા બે ગ્રાફિક્સ વાયરલ થઈ રહ્યા છે. ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે આ બન્ને ગ્રાફિક્સ ડિજિટલી એડિટ કરવામાં આવ્યા છે.
પ્રથમ તસ્વીર જેમાં હિન્દી લખાણ સાથે દાવો કરવામાં આવ્યો છે, “ગુજરાત ચૂંટણી પહેલા તબક્કામાં આપને 49-54 બેઠકો મળી શકે છે.” જયારે, બીજી તસ્વીરમાં એક્ઝિટ પોલ જોઈ શકાય છે જેમાં આમ આદમી પાર્ટી 49-54, કોંગ્રેસ 2-4 અને ભાજપ 35-38 બેઠકો પર જીત મેળવી રહી છે.


કેટલાક ફેસબુક યુઝર્સે આ બન્ને ન્યુઝ ગ્રાફિક્સને શેર કરતા સાથે દાવો કરી રહ્યાં છે કે AAP પાર્ટી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની લગભગ 3 દાયકાની સત્તામાં રહેલા ભાજપને હટાવવા માટે તૈયાર છે.



ગુજરાત માટે એક્ઝિટ પોલ્સ શું આગાહી કરે છે?
એક્ઝિટ પોલમાં ગુજરાતમાં સત્તાધારી ભાજપને મોટી બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ કોંગ્રેસનો નંબર આવે છે. AAP, જે પોતાને રાજ્યમાં પરિવર્તનનું પ્રતીક તરીકે રજૂ કરી રહી છે, જે ત્રીજા સ્થાને રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ટાઈમ્સ નાઉ નવભારત ETGના એક્ઝિટ પોલમાં ભાજપને 135-145 બેઠકો, કોંગ્રેસને 24-34 બેઠકો અને AAPને 6-16 બેઠકોની આગાહી કરવામાં આવી છે, ત્યારે ABP – CVoter સર્વેએ ભાજપને 128-140 બેઠકો, કોંગ્રેસને 43 અને AAPને 3-11 બેઠકો મળે તેવી શકયતાઓ રજૂ કરી છે.
Fact Check / Verification
વાઇરલ ગ્રાફિક્સમાં એક્ઝિટ પોલના આંકડા સાથે ABP ન્યુઝનો લોગો અને હિન્દી ભાષામાં “પીએમ મોદી આજે બનાસકાંઠા પાટણ” લખાયેલ જોવા મળે છે.

મળતી માહિતીના આધારે કેટલાક કીવર્ડ સર્ચ કરતા 2 ડિસેમ્બર 2022 ના રોજના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનની સમાપ્તિ સાથે રાજકીય નેતાઓ હવે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. “PM મોદી બનાસકાંઠા-પાટણ સહિત ચાર સ્થળોએ રેલીઓ કરશે,”

આ અંગે 2 ડિસેમ્બર, 2022ના રોજ એબીપી ન્યૂઝની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા ગુજરાતની ચૂંટણી સંબંધિત ‘ગુજરાત ચૂંટણી બ્રેકિંગ: અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન’ ટાઇટલ સાથે વિડીયો જોવા મળે છે. વીડિયોમાં 18:19 મિનિટ બાદ વાયરલ ગ્રાફિકમાં દેખાતા શબ્દો “પીએમ મોદી આજે બનાસકાંઠા પાટણ” ન્યુઝ ટીકરમાં જોઈ શકાય છે.

વધુમાં, વિડિયોમાં લગભગ 18:14 મિનિટમાં, અમને વાઈરલ ગ્રાફિક સાથે જોવા મળતા વિઝ્યુઅલ્સનું પ્રદર્શન કરતી ફ્રેમ પણ જોવા મળે છે. ન્યુઝ વીડિયોના કીફ્રેમ અને વાયરલ ઈમેજની સરખામણી કરવા પર, અમને જાણવા મળ્યું કે, લખાણ સિવાય બન્ને વિઝ્યુઅલ એક સમાન છે.

નોંધનીય છે કે વાયરલ ગ્રાફિકમાં “ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં AAPને 49-54 બેઠકો મળી શકે છે” લખવામાં આવ્યું હતું, જયારે ન્યુઝ વિડીયોસાથે લખવામાં આવ્યું હતું “ગુજરાતના લોકોએ કમાલ કરી દીધી :કેજરીવાલ”

ABP ન્યુઝના વીડિયોમાં AAP માટે 49-54 બેઠકોની આગાહીનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે વાયરલ ગ્રાફિક્સ ડિજિટલી એડિટ કરવામાં આવ્યા છે.
વધુમાં, એબીપી-સી વોટર એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. આ ઓપિનિયન પોલમાં ભાજપને 134-142 બેઠકો, કોંગ્રેસને 28-36 અને AAPને 7-15 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
Conclusion
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP 49-54 બેઠકો જીતી શકે છે તેવો દાવો કરતા વાયરલ ગ્રાફિક્સ ડિજિટલી એડિટ કરવામાં આવ્યા છે. ABP ન્યુઝના ગ્રાફિક પ્લેટ સાથે છેડછાડ કરીને ઓપિનિયન પોલના ખોટા આંકડા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Result : Altered Photo
Our Source
YouTube Video By ABP News, Dated December 2, 2022
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044