ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે, ત્યારે આ વખતે (AAP Gujarat)આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ગુજરાતની 180 સીટ પરથી ચૂંટણી લડવાના છે. ચૂંટણીના ધમાસાણ વચ્ચે કાર્યકર્તા પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાયા હોવાના ઘણા સમાચાર સાંભળવા મળે છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર “આખું આપ ગુજરાત યુનિટ ભાજપ સાથે જોડાયું” હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
ટ્વીટર પર યુઝર્સ દ્વારા “આખું આપ ગુજરાત યુનિટ ભાજપ સાથે જોડાયું, અભિનંદન કેજરીવાલ ચૂંટણી પહેલા આ જીત માટે” કેપશન સાથે જોડાયેલા કાર્યકર્તાઓની એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનું આખું યુનિટ ભાજપમાં જોડાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ સર્ચ કરતા કેટલાક પરિણામ જોવા મળે છે. જેમાં ટ્વીટર પર BJP ગુજરાત ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 6 સપ્ટેમ્બરના કરવામાં આવેલ ટ્વીટ અનુસાર સુરત, જૂનાગઢ, નવસારી અને વડોદરા જિલ્લાના (AAP Gujarat) આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાયા છે. તેમજ અહીંયા વાયરલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ સમાન તસ્વીર પણ જોઇ શકાય છે.

આ પણ વાંચો :- મુંબઈ લાલબાગચા રાજાના પ્રથમ દર્શનનો ભ્રામક વિડિઓ વાયરલ
મળતી માહિતી અનુસાર ગુગલ સર્ચ કરતા ફેસબુક પર BJP ગુજરાત ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 24 ઓગષ્ટના પોસ્ટ કરવામાં આવેલ માહિતી મુજબ કેટલાક (AAP Gujarat) આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપ સાથે જોડાયા હતા. નોંધનીય છે કે ભાજપ દ્વારા કાર્યકર્તા જોડાવાના કાર્યક્રમ અંગે મંત્રી Vinod Chavda
અને Pradipsinh Vaghela દ્વારા પણ પોસ્ટ કરવામાં આવેલ છે.


જયારે, ભાજપ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હોવા અંગે ગુગલ સર્ચ કરતા abplive અને divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ જુન મહિનામાં 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.
Conclusion
આપ ગુજરાત યુનિટ ભાજપ સાથે જોડાયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ ટ્વીટર પોસ્ટ પર ભ્રામક દાવો કરવામાં આવેલ છે. થોડા દિવસો અગાઉ સુરત, જૂનાગઢ, નવસારી અને વડોદરા જિલ્લાના 250થી વધુ AAP Gujarat યુનિટ ભાજપ સાથે જોડાયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ ટ્વીટર પોસ્ટ પર ભ્રામક દાવો કરવામાં આવેલ છે. સુરત, જૂનાગઢ, નવસારી અને વડોદરા જિલ્લાના 250થી વધુ આપ કાર્યકર્તા ભાજપ સાથે જોડાયા હતાઆપ કાર્યકર્તા ભાજપ સાથે જોડાયા હતા, આ માહિતીને સંપૂર્ણ આપ ગુજરાત યુનિટ જોડાયું હોવાના ભ્રામક ટાઇટલ સાથે ટ્વીટર પર શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
BJP Gujarat official Twitter
ABP News
DivayBhashkar
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044