WeeklyWrap : તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી બીજી તરફ તુર્કીમાં ભૂકંપના કારણે ન્યુક્લિઅર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેક ન્યુઝ

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય
ઝી24 કલાકના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કી માટે રાહત સામગ્રી સાથેના ભારતીય વિમાનને પાકિસ્તાન દ્વારા એરસ્પેસ નકારવામાં આવી” આ ઉપરાંત, સાંજ સમાચાર અને વેસ્ટર્ન ટાઇમ્સ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કીની મદદે જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

તુર્કીમાં ભૂકંપના કારણે ન્યુક્લિઅર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
તુર્કીમાં ભારે ભૂકંપના આચંકા બાદ પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. ભૂકંપની ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર અનેક ભ્રામક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ભયાનક વિસ્ફોટ જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તુર્કીમાં ભૂકંપ બાદ ન્યુક્લિઅર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

તુર્કીમાં ભૂકંપ બાદ સુનામી આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે 2017નો જૂનો વિડીયો વાયરલ
તુર્કીમાં ભારે ભૂકંપના આંચકા બાદ સુનામી આવી હોવાના દાવા સાથે કેટલાક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેસબુક પર સમકક્ષ ગુજરાત નામના યુઝર દ્વારા “સુનામી તુર્કી-સીરિયાના દરિયા કાંઠે અથડાઈ” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. વિડીયોમાં કોસ્ટલ એરિયામાં અચાનક ભારે માત્રામાં પાણી ધસી આવતું જોવા મળે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ફ્લોરિડામાં મકાન ધરાશાયી થયાનો જૂનો વીડિયો તુર્કીમાં ભૂકંપ તરીકે શેર કરવામાં આવ્યો છે
તુર્કીમાં ભયાનક ભૂકંપના આંચકા આવી રહ્યા છે, અસંખ્ય મકાનો ધરાશાયી થઈ ગયા છે. અત્યાર સુધીમાં અંદાજીત 4 હજારથી વધુ લોકો આ કુદરતી આફતનો ભોગ બની ગયા છે. સોશ્યલ મીડિયા પર તુર્કીના ભૂકંપ પર અનેક વિડીયો શેર થઈ રહ્યા છે. આ ક્રમમાં ધરાશાયી થતી ઈમારતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપનો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

પાકિસ્તાનમાં હિંદુ સાંસદ હિંદુ દીકરીઓને બચાવવા ભાષણ આપી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “પાકિસ્તાનમાં હિંદુ સાંસદ હિંદુ દીકરીઓને બચાવવા માટે સંસદમાં દયાની ભીખ માંગે છે” વિડિયોમાં, “સાંસદ” 12 વર્ષની છોકરીના બળજબરીથી ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસ અને વિધાનસભાના સ્પીકરની સામે સંબંધિત અધિકારીઓની ઉદાસીનતાની દલીલ કરતા જોવા મળે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044