Authors
Claim : નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરી હતી
Fact : હકીકતમાં, રફીકુલ નામનો વ્યક્તિ રાધા કિન્નરના ઘરે રહીને રસોઈયાનું કામ કરે છે. કામ પરથી પરત આવતા સમયે કિન્નરોના બીજા જૂથે રફીકુલ સાથે ગેરવર્તણૂક કરી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરી હતી, ત્યારબાદ કિન્નરોએ તેને પાઠ ભણાવ્યો હતો. વીડિયોએમ કિન્નરો એક વ્યક્તિનું મુંડન કરી રહ્યા છે.
આ પણ વાંચો : વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અહીં વાંચો
Fact Check / Verification
નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરવામાં આવી રહી હોવાના નામે શેર કરવામાં આવેલા આ દાવા અંગે કીવર્ડ સર્ચ કરતા ઘણા મીડિયા અહેવાલો મળ્યા, જેમાં ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી આ કેસ નોંધાયો હવન જાણકારી મળી આવે છે. આ સાથે આ કેસમાં છેડતી નહીં પણ કિન્નરોના બે જૂથ વચ્ચેના વિવાદની માહિતી આપવામાં આવી છે.
દૈનિક ભાસ્કર , જાગરણ , ધ પ્રિન્ટ , હિન્દુસ્તાન અને ઇટીવી ભારત દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, રફીકુલ નામનો એક વ્યક્તિ, જે એક કિન્નરોના ઘરે કામ કરતો હતો, કામ પરથી પાછા ફરતી વખતે કિન્નરોના બીજા જૂથે તેને ઘેરી લેવામાં આવ્યો હતો અને તેની સાથે દુરવ્યવહાર કર્યો હતો. રફીકુલના કહેવા પ્રમાણે, તેના પર નપુંસક બનવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેના પર પેશાબ પણ રેડવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં આરોપીઓની ઓળખ કિન્નર લાલી, રિચા, કરીના, અસીમ અને પવન તરીકે થઈ છે.
ઉપરોક્ત લેખોમાંથી મળેલી માહિતીના આધારે અમે કાસગંજ પોલીસનું ટ્વિટર એકાઉન્ટ સર્ચ કરતા અમને વાયરલ વીડિયોના જવાબમાં કાસગંજ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી ઘણી ટ્વિટ્સ મળી. કાસગંજ પોલીસે પણ સમગ્ર મામલામાં કિન્નરોની છેડતી જેવી કોઈ માહિતી આપી નથી.
Conclusion
આમ, અમારી તપાસમાં સ્પષ્ટ થાય છે કે કિન્નરો સાથે છેડતીના નામે શેર કરવામાં આવેલો આ દાવો ભ્રામક છે. હકીકતમાં, રફીકુલ નામનો વ્યક્તિ રાધા કિન્નરના ઘરે રહીને રસોઈયાનું કામ કરે છે. કામ પરથી પરત આવતા સમયે કિન્નરોના બીજા જૂથે રફીકુલ સાથે ગેરવર્તણૂક કરી હતી.
Result : Partly False
Our Source
Media reports of દૈનિક ભાસ્કર
Media reports of જાગરણ
Media reports of ધ પ્રિન્ટ
Media reports of હિન્દુસ્તાન
Media reports of ઇટીવી ભારત
Tweets shared by Kasganj Police
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044