બૉલીવુડ એક્ટર સોનુ સૂદને કોણ નથી ઓળખતું? લોકડાઉં સમયે તેમજ સમાજ કલ્યાણ કાર્યો માટે આગળ પડતું નામ ધરાવનાર સોનુ સૂદ મૂળ પંજાબના રહેવાસી છે. હાલ જયારે, પંજાબમાં વિધાન સભા ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે સોશ્યલ મીડિયા પર સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હોવાના દાવા સાથે એક્ટર સોનુ સૂદ, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધ અને CM ચરણજીત સિંહ ચનીની તસ્વીર શેર કરવામાં આવેલ છે.



ફેસબુક પર “સોનું સુદ ને ખૂબ ખુબ અભિનંદન કોંગ્રેસ પક્ષમાં જોડાવવા બદલ” અને “સોનું સૂદ પોતાની બહેન માલવિકા સૂદ સાથે કોંગ્રેસ માં સામેલ” ટાઇટલ સાથે સોનુ સૂદ અને તેમની બહેન માલ્વિકા તેમજ પંજાબ CMની તસ્વીર શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હોવાના દાવા સાથે ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા પણ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
બૉલીવુડ એક્ટર સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ndtv, indianexpress અને thehindu દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, એક્ટર સોનુ સૂદના બહેન માલ્વિકા સૂદ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે, જેઓ આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં મોંગા શહેર ખાતેથી કોંગ્રેસ ઉમેદવાર રહેશે.

પંજાબ CM ચરણજીત સિંહ ચની અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધની હાજરીમાં માલ્વિકા સૂદે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે માલ્વિકા સૂદે કહ્યું કે તેઓએ લોકોની સેવા કરવા માટે પોતાને સમર્પિત કરવા માટે રાજકારણમાં પગ મુક્યો છે.
આ પણ વાંચો :- પંજાબ પોલીસ ભાજપ નેતાને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ, UP સપા નેતાએ આપ્યો ખુલાસો
ઉપરાંત, ટ્વીટર પર CM ચરણજીત સિંહ ચની દ્વારા માલ્વિકા સૂદને શુભકામનાઓ પાઠવતી પોસ્ટ સાથે એક તસ્વીર શેર કરી હતી, આ તસ્વીરમાં એક્ટર સોનુ સૂદ અને તેમના બહેન સાથે CM ચની અને નવજોત સિંહ સિદ્ધ પણ જોવા મળે છે. પરંતુ અહીંયા સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણ અંગે કોઈપણ સ્પષ્ટતા જોવા મળતી નથી.
માલ્વિકા સૂદના કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા બાદ એકટર સોનુ સૂદ દ્વારા ટ્વીટર મારફતે બહેન માલ્વિકા સાથે કેટલીક તસ્વીર શેર કરતા તેમને શુભકામનાઓ પાઠવી હતી, સાથે જ તેઓએ જણવ્યું કે “હું એક અભિનેતા અને માનવતાવાદી તરીકે મારું પોતાનું કામ કોઈપણ રાજકીય જોડાણો કે વિક્ષેપો વિના ચાલુ રાખીશ.”
Conclusion
બૉલીવુડ એક્ટર સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હોવાનો ભ્રામક દાવો સોશ્યલ મીડિયા પર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. પંજાબ ખાતે એક્ટર સોનુ સૂદના બહેન માલ્વિકા સૂદ હાલમાં CM ચની અને નવજોત સિંહ સિદ્ધની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા સોનુ સૂદ પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Ndtv,
@CHARANJITCHANNI Twitter
@SonuSood Twitter
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044