Claim: રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેને તેમની ખુરશી પરથી ઉભા થવા માટે દબાણ કરીને તેમનું અપમાન કર્યું હતું.
Fact: વીડિયો ખરેખર ક્લિપ્ડ કરાયેલ છે. રાહુલ ગાંધી ખરેખર ખડગેને ઊભા થવામાં મદદ કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં એક એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમની ખુરશી પરથી ઉભા થઈ રહ્યા છે અને તેમની પાછળ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે.
સોશિયલ મીડિયા યુઝરનો દાવો છે કે, રાહુલ ગાંધી દ્વારા ખડગેનું અપમાન કરવામાં આવ્યું હતું. રાહલુ ગાંધીએ તેમને તેમની બેઠક પરથી ઉભા થવા માટે દબાણ કર્યું હતું.
યુઝરે વીડિયો પોસ્ટ કરી લખ્યું છે, “આનાથી મોટું અપમાન શું હોઈ શકે.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

વાઇરલ વીડિયો ઉપરોક્ત દાવા સાથે અંગ્રેજી, ગુજરાતી સહિતની ભાષાઓમાં વાઇરલ થયો છે. જોકે, ન્યૂઝચેકરને દાવો ખોટો હોવાનું જાણવા મળેલ છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે ન્યૂઝચેકરે કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ ચલાવી. જેમાં અમને 15 જાન્યુઆરી, 2025ના રોજ ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરાયેલ ઇન્સ્ટાગ્રામ વિડિયો મળ્યો. જેમાં ખડગે પ્રત્યે રાહુલ ગાંધીજીના આદરને બિરદાવામાં આવ્યો હતો.
પોસ્ટમાં લખ્યું છે, “આ કોંગ્રેસની સંસ્કૃતિ છે!! કોંગ્રેસ પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા શ્રી @rahulgandhiજી વચ્ચેનો આ સંબંધ શબ્દોથી પરે છે!”

વધુમાં અમને જાણવા મળ્યું કે, વાઇરલ વીડિયોમાં દેખાતો કાર્યક્રમ 15 જાન્યુઆરી-2025ના રોજ નવી દિલ્હીના 9A, કોટલા રોડ ખાતે કોંગ્રેસ પાર્ટીના નવા રાષ્ટ્રીય મુખ્યાલયનું ઉદ્ઘાટન હતું, જેને ઇન્દિરા ગાંધી ભવન નામ આપવામાં આવ્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 15 જાન્યુઆરી, 2025ના રોજ તેની યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું.
કાર્યક્રમ વીડિયો સ્ટ્રીમનું શીર્ષક હતું “LIVE: Insuraguration of Indira Bhawan, the new AICC HQ | Delhi”.
આ સ્ટ્રીમિંગમાં વાઇરલ થયેલા વીડિયોના અંશો 46:45 મિનિટથી જોઈ શકાય છે. જ્યાં રાહુલ ગાંધી ઉદ્ઘાટન સમારોહમાં સભાને સંબોધિત કર્યા પછી ખડગેને બોલવા માટે આમંત્રણ આપવામાં આવે છે, તે સમયે રાહુલ ગાંધી ખડગેને તેમની ખુરશી પરથી ઉભા થવામાં મદદ કરતા જોવા મળે છે.
રાહુલે પોતાની ખુરશી થોડી પાછળ ખેંચી લીધા પછી (46:48) (ડાબી બાજુ) ખડગે ઉભા થાય છે અને બોલવા જાય છે. તે પછી, રાહુલ ખડગે (47:32) જમણી બાજુમાં ખુરશી પર બેઠેલા જોવા મળે છે, જે પુષ્ટિ કરે છે કે વાયરલ વીડિયો ખોટી તસવીર રજૂ કરવા માટે ક્લિપ્ડ કરવામાં આવ્યો છે.
Read Also : Fact Check – મહાકુંભમાં અમિતાભ બચ્ચન-રેખાની સંગમસ્નાનની તસવીર AI જનરેટેડ છે
Conclusion
રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પ્રત્યે અનાદરપૂર્ણ વર્તન કરતા હોવાનો દાવો કરતો વાયરલ વીડિયો ક્લિપ કરીને ખોટી વાર્તા સાથે શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Result – False
Sources
Instagram post, Indian Youth Congress, January 17, 2025
YouTube post, Indian National Congress,January 15, 2025
(અહેવાલ ન્યૂઝચેક કન્નડાના ઇશ્વરાચંદ્રા દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044