અમદાવાદ નજીક આવેલ પીરાણા ગામ ખાતે મંદિર અને મસ્જિદ મામલે વાતાવરણ તંગ બન્યું હતું. પીરાણા ગામ ખાતે હઝરત પીર દરગાહ અને તેની બાજુમાં એક મંદિર આવેલું છે, અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ બનવવા મુદ્દે મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જયારે, મંદિર ટ્રસ્ટ દ્વારા કલેકટર મંજૂરી સાથે આ દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલીક કબરો ખોદવામાં આવી હોવાના દાવા સાથે લોકો વિરોધ કરવા લાગ્યા હતા.
મંદિર-મસ્જિદ વચ્ચેના વિવાદ પર વિરોધ નોંધાવતા પીરાણા ગામના લોકો હિઝરત કરી રહ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીઓમાં કેટલાક લોકો હિઝરત કરવાની વાત કરતા જોવા મળે છે. ફેસબુક પર વાયરલ થયેલ વિડિઓ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, RSSના લોકો દ્વારા પીરાણા ગામના લોકો પર હુમલો કરવામાં આવ્યો તેમજ પીરાણાના લોકો હવે હિઝરત કરી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે.
ઉપરાંત, આ ઘટના અંગે કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ “પીરાણા દરગાહની દીવાલ મામલે લોકોએ હિઝરત કરી” ટાઇટલ સાથે ન્યુઝ બુલેટિન પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
પીરાણા ખાતે મસ્જિદની દિવાલ અંગે શરૂ થયેલ વિવાદ અંગે ગુગલ સર્ચ કરતા indianexpress દ્વારા 31 જાન્યુઆરીના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા ગામના લોકો ઈમામશાહ બાવા સંસ્થાના પરિસરમાં દિવાલ બનાવવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

અસલાલી પોલીસે આ ઘટનામાં 64 મહિલાઓ સહિત 133 વિરોધીઓની અટકાયત કરી હતી. દસ્ક્રોઇ DM કે.બી. પટેલના જણાવ્યા અનુસાર જિલ્લા કલેક્ટરની પરવાનગીથી દીવાલ સાથે વાયરવાળી વાડ બદલવાનું એક સરળ કામ ચાલી રહ્યું હતું, જ્યાં ત્રણ ટ્રસ્ટીઓએ દિવાલ બનાવવાનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો :- સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ અંગે વધુ સર્ચ કરતા indiatvnewsના પત્રકાર Nirnay Kapoor દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડિઓ જોવા મળે છે. વિડીઓમાં નાસિર શૈખ નામનો યુવક પીરાણા ગામના લોકો હિઝરત કરી રહ્યા અંગે ખોટી અફવા ફેલાઈ હોવાની સ્પષ્ટતા આપે છે, તેમજ તેમના દ્વારા આગાઉ હિઝરત અંગે કરવામાં આવેલ વાત પર માફી માંગવામાં આવે છે.
મસ્જિદની દિવાલના વિવાદ અંગે સચોટ માહિતી માટે અમે પીરાણા દરગાહનો સંપર્ક કર્યો હતો. ઘટના અંગે માહિતી આપતા તેઓએ જણાવ્યું કે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીઓમાં કહેવામાં આવેલ હિઝરતની વાત તદ્દન ભ્રામક છે. ગામ લોકો કલેકટર ઓફિસ સુધી દરગાહ સાથે થયેલ અન્યાય અંગે આવેદન આપવા નીકળ્યા હતા, પરંતુ આ મામલે પોલીસ વિભાગ દ્વારા રસ્તા માંથી કુલ 133થી વધુ લોકોની અટકાય કરી હતી.
ઉપરાંત, પીરાણા દરગાહના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પ્રેસ રિલીઝ પણ પોસ્ટ કરવામાં આવેલ છે. જે મુજબ, પીરાણા ગામ ખાતે બનેલ ઘટના પાછળ RSSનો કોઈપણ હાથ નથી. તેમજ હિઝરત કરવાની ઘટના એક આંદોલનનો ભાગ હતો, ખરેખર કોઈપણ લોકો ગામ છોડી ચાલ્યા ગયેલા નથી.
પીરાણા ગામ ખાતે મસ્જિદની દીવાલ અંગે થયેલ વિવાદ અંગે પીરાણા પોલીસ સાથે પણ વાતચીત કરતા જાણવા મળે છે, ગામ ખાતે કોઈપણ હિઝરતની ઘટના બનવા પામેલ નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે હિઝરતની વાત ફેલાવવામાં આવેલ છે.
Conclusion
અમદાવાદ નજીક આવેલ પીરાણા ગામના લોકો હિઝરત કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. મંદિર-મસ્જિદ વચ્ચે બની રહેલ દિવાલ મામલે થયેલ વિવાદ પર મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઈ કલેકટર કચેરી આવેદન આપવા નીકળ્યા હતા, આ સમયે કેટલાક લોકો દ્વારા હિઝરત કરવાની અફવા ફેલાવવામાં આવેલ છે. આ અંગે પીરાણા દરગાહ તેમજ પીરાણા પોલીસ તંત્ર દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044
Tiya koipan Mandir aavelunathi fakt Dargah Masjid ane kabrastan aaveluche jene nondh levi temaj government rekod joileva vinanti
Thank you For the Information.