મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ જેનું નામ હવેથી Narendra Modi સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે, ત્યાં હાલમાં પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર હતા. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં કહેવામાં આવ્યું કે ઈંગ્લેન્ડ સાથેની ભારતની ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે તેમને પ્રવેશવાની મંજૂરી નથી.
ભારતના રાષ્ટ્રધ્વજને Narendra Modi સ્ટેડિયમની અંદર લઇ જવાની મંજૂરી ન હોવાના કારણે સ્ટેડિયમની બહાર નારા લાગવ્યા અને રોષ વ્યક્ત કર્યો હતો. ફેસબુક અને ટ્વીટર પર “मोदी स्टेडियम में राष्ट्रीय ध्वज के साथ एंट्री पर बैन के बाद गुस्साए हुये दर्शक,तिरंगा से डरती है मोदी सरकार” કેપશન સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
અમદાવાદ ખાતે Narendra Modi સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં રાષ્ટ્રધ્વજ અંદર લઇ જવાની મનાઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા તેમાં VTV ન્યુઝ જોવા મળે છે. જે બાદ યુટ્યુબ પર 24 ફેબ્રુઆરીના VTV દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વિડિઓ જોવા મળે છે. વિડિઓમાં પ્રથમ ટેસ્ટ મેચના દિવસે કેટલાક લોકોને ભારતના રાષ્ટ્ર ધ્વજ સાથે અંદર જવાની મનાઈ કરી હોવા સાથે લોકો રોષે ભરાયા હતા.
જયારે આ મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ ન્યુઝ અહેવાલ જોવા મળતો નથી, જેમાં Narendra Modi સ્ટેડિયમમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે જવાની મનાઈ કરવામાં આવી હોય. ત્યારે આ વિષય પર સચોટ માહિતી માટે અમે VTV રિપોર્ટર નરેન્દ્ર રાઠોડનો સંપર્ક કર્યો, વાતચીત્ત કરતા તેમણે જણાવ્યું કે સૌપ્રથમ કેટલાક લોકોને સુરક્ષા હેતુસર મનાઈ કરવામાં આવી હતી.
રાષ્ટ્રધ્વજ લઇ જવાની મનાઈના કારણે લોકોએ નારા લગાવ્યા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો, જે બાદ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ધ્વજ સાથે જે લાકડી કે સળિયા જોડાયેલ હોય તેવા રાષ્ટ્રધ્વજ સુરક્ષા હેતુ સ્ટેડિયમની અંદર લઇ જવા માટે મનાઈ કરવામાં આવી હતી.
ઇંગ્લેન્ડ અને ભારતની પ્રથમ ટેસ્ટ મેચ Narendra Modi સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જે મેચનો વિડિઓ BCCI ની આધિકારિક વેબસાઈટ પર જોઈ શકાય છે. મેચની હાઈલાઈટ જોતા તેમાં ભારતીય રાષ્ટ્રધ્વજ પણ જોવા મળે છે. અનેક ક્રિકેટ પ્રેમીઓ ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે ક્રિકેટરોનો ઉત્સાહ વધારતા જોઈ શકાય છે.

વાયરલ વિડિઓ પર વધુ તપાસ કરતા indiatoday દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિયનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલ સાથે કરવામાં આવેલ વાતચીત્તમાં તેમણે જણાવ્યું કે “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોઈપણ રાષ્ટ્રધ્વજ ઉપર પ્રતિબંધ નથી. અમે 24 ફેબ્રુઆરીની મેચ માટે સ્ટેડિયમની અંદર ધ્વજ અને બેનરોની મંજૂરી આપી હતી પરંતુ સુરક્ષા કારણોસર, અમે સામાન્ય રીતે ફ્લેગો સાથે જોડાયેલા ભારે પાઈપો અથવા સળિયાઓને મંજૂરી આપી શકતા નથી. આવા સળિયા કોઈને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તે માત્ર સાવચેતીના પગલા છે.“
Conclusion
Narendra Modi સ્ટેડિયમ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અંદર લઇ જવાની મનાઈ કરવામાં આવી હોવાનો દાવો ભ્રામક છે. પ્રથમ ટેસ્ટ મેચના દિવસે કેટલાક લોકોને સુરક્ષા હેતુસર રોકવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જેમાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલ લાકડી, પાઇપ કે સળિયા સાથે અંદર નહીં લઇ માટે સૂચન કરવામાં આવ્યું હતું.
Result :- Partly False
Our Source
indiatoday
BCCI
VTV Contact
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)