Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
શરિયા અદાલત, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ અદાલત ચલાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા શરિયા અદાલત ખોલવાની મંજૂરી અથવા અલગ દેશની માંગ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ “या तो हमे सरिया अदालत खोलने दो या हमे अलग देश दो” કેપશન સાથે ફેસબુક, ટ્વીટર તેમજ શેયર ચેટ પર મુકવામાં આવેલ છે.
વાયરલ તસ્વીરને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ કરતા ટ્વીટર પર “भाई अब लोकतंत्र को कोई ख़तरा नहीं है…यहाँ लोकतंत्र उछल उछल के नाच रहा है.नाउम्मीद वाली उम्मीद करती हूँ की शायद कुछ मूर्ख हिंदुओ को अक़्ल आ जाए” કેપશન સાથે Kajal Hindustani દ્વારા પણ શેર કરવામાં આવેલ વાયરલ પોસ્ટ જોવા મળે છે.
શરીયા અદલાત પર વાયરલ થયેલ દાવા મુજબ કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા 2018માં આ મુદ્દે પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. જયારે આ મુદ્દે thequint, bbc, aajtak, dw, ndtv અને patrika દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. નોંધનીય વાત છે કે 2018માં કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા જ શરીયા અદલાત શબ્દ બહાર લાવવામાં આવ્યો હતો.
શરિયા અદાલત એટલે दारुल-क़ज़ा (દારુલ કઝા) આ સંસ્થા મુસ્લિમ સમાજના પારિવારિક ઝગડાઓ બન્ને પક્ષની મંજૂરી સાથે સમાધાન કરાવવા માટે કાર્યરત છે. દારુલ કઝા વિશે aimplboard વેબસાઈટ પર માહિતી આપવામાં આવેલ છે. દારુલ કઝા પર બે પક્ષો દ્વારા પોતાના પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવે, જે બાદ સંસ્થા દ્વારા નોટિસ જાહેર કરવામાં આવે છે, અને બન્ને પક્ષોનો દલીલ બાદ શરિયત મુજબ નિર્ણય આપવામાં આવે છે. જયારે આ નિર્ણય કોઈ સંવિધાન દ્વારા નથી આપવામાં આવ્યો જેથી નિર્ણય માનવો કે નહીં તે વ્યક્તિ પર આધારિત છે. સંસ્થા પોતાનો ચુકાદો કોઈ પર બળજબરી પૂર્વક થોપી શકે નહીં.
શરિયત અરબી શબ્દ છે, જેનો મતલબ થયય છે ઇસ્લામિક કાનૂન. શરિયત કાનૂન મુખ્યત્વે કુરાન અને મોહમ્મ્દ પેગંબર સાહબ દ્વારા જણાવવામાં આવેલ વાત પર આધારિત છે. જયારે મુસ્લિમ સમાજમાં કોઈપણ બે પક્ષ વચ્ચે કોઈપણ ઝગડાની ઘટના બને ત્યારે પારિવારિક ઝગડા કોર્ટ સુધી ન પહોંચે અને તેનું નિરાકરણ થાય તે માટે શરિયત મુજબ નિર્ણય લેવામાં આવે છે. જે નિર્ણય બન્ને પક્ષો દ્વારા માન્ય હોવો જરૂરી નથી.
જુલાઈ 2014ના સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, દારુલ કઝા કોઈ અદલાત નથી. દારુક કઝા કોઈ સમાંતર ન્યાયપાલિકા પણ નથી, સંસ્થા માત્ર સમાધાન કેન્દ્ર છે. શરીયા અદાલત દ્વારા આપવામાં આવેલ નિર્ણયનું કોઈ કાનૂની મૂલ્ય નથી, વ્યક્તિ સ્વતંત્ર છે શરીયા અદલાતના નિર્ણયને માનવા પર. દારુલ કઝા માત્ર પારિવારિક ઝગડાના સમાધાન માટે બનવવામાં આવેલ સંસ્થા છે, જ્યાં કોઈપણ ફોજદારી ગુનાઓ પર ચુકાદો આપવામાં આવતો નથી.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા 2018માં દારુલ કઝા કાઉન્સેલિંગ સેન્ટર ખોલવા અંગે જાહેરાત કરી હતી. જે બાદ કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા શરીયા અદલાત નામ ફેલવવામાં આવ્યું અને લોકોમાં ભ્રામક ફેલાવવામાં આવ્યો કે મુસ્લિમ સમાજને ભારતના સંવિધાન પર ભરોષો નથી,જેથી તેઓ શરિયા અદાલત શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે, 1993થી ભારતમાં અત્યારે 100 જેટલી દારુલ કઝા કાર્યરત છે.
દારુલ કઝા ઉર્ફ શરીયા અદલાતની કામગીરી અંગે જાણવા માટે કેટલાક કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર Maulana Ateeque Ahmad Bastawi કે જે મુસ્લિમ લો બોર્ડના સભ્ય છે, તેમના દ્વારા ઓક્ટોબર 2018ના વિડિઓ મારફતે શરીયા અદલાત વિશે અને તેની કામગીરી વિશે સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું કે આ સંસ્થા મુસ્લિમ સમાજના અંગત ઝગડાઓ પર નિરાકરણ લાવવા બનવવામાં આવેલ છે.
શરીયા અદાલત અથવા અલગ દેશની માંગ કરતી વાયરલ પોસ્ટ મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. મુસ્લિમ સમાજ દ્વારા શરીયા અદલાત ખોલવા અંગે માંગ નથી કરવામાં આવી, તેમજ કાર્યરત શરીયા અદાલત માત્ર મુસ્લિમ સમાજના અંગત ઝગડા પર સમાધાન લાવવા માટે બનવવામાં આવેલ સંસ્થા છે, જેનું નામ દારુલ કઝા છે.
bbc : https://www.bbc.com/hindi/india-44855474
aajtak : https://www.aajtak.in/india/story/all-india-muslim-personal-law-board-sariya-court-district-political-bjp-sp-tpt-555509-2018-07-09
ndtv : https://www.ndtv.com/india-news/all-india-muslim-personal-law-board-aimplb-plans-shariat-courts-in-all-districts-of-country-1879831
Maulana Ateeque Ahmad Bastawi : https://www.youtube.com/watch?v=xK5NkJ3iIqE
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
September 30, 2020
Prathmesh Khunt
September 26, 2020
Prathmesh Khunt
September 12, 2020