Fact Check
Weekly Wrap: GDPના ભ્રામક આંકડા તો ભારતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ, કરણી સેના મુંબઈ કંગનાના સમર્થનમાં તો રાજકોટ નવું કોરોના હોટસ્પોટ હોવાના ભ્રામક દાવાઓ પર ખુલાસો

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં GDPના આકન્ડા જાહેર કરનાર કોઈ સંસ્થા છે અને તેના હેટ્સ મુસ્લિમ છે, તો સુશાંત કેસમાં કરણી સેના 1000 ગાડીઓ સાથે મુંબઈ કંગનાના સમર્થન માટે હાજર, જ્યારે રાજકોટ હવે ગુજરાતનું નવું કરોના હોટસ્પોટ બન્યું હોવાના ભ્રામક દાવા પર કરાયેલ ફેકટચેક રિપોર્ટ.

GDPના આંકડા જાહેર કરનાર સંસ્થાના હેડ એક મુસ્લિમ હોવાથી GDPની હાલત આજે આવી છે.
વિશ્વ સ્તરે આ પ્રકારે કોઈ સંસ્થા નથી કે જે દરેક દેશ માટે GDPના આંકડા તૈયાર કરે છે. દરેક દેશની national government statistical agency દ્વારા GDP ના આંકડાઓ જાહેર કરવામાં આવે છે, તેમજ ભારતીય NSC ના હેડ Bimal K. Roy છે.

તેલંગણામાં 2016માં લેહરવવામાં આવેલ રાષ્ટ્રધ્વજ અટારી-વાઘા બોર્ડરનો હોવાના દાવા સાથે વાયરલ
વાયરલ કરવામાં આવેલ વિડિઓ ખેરખર 2016માં તેલંગણાના બીજા વાર્ષિક દિન નિમિતે CM K.C.Rao દ્વારા કરવામાં આવેલ પરેડ અને ધ્વજવંદન સમયનો છે.

કરણી સેનાનો 1000 ગાડીનો કાફલો કંગના રૈનોતના સમર્થન માટે મુંબઈ આવ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
વાયરલ તસ્વીર અને દાવા પર તપાસ કરતા સાબિત થાય છે, કરણી સેનાના કાર્યકર્તાઓ કંગના રૈનોતના સમર્થન માટે મુંબઈ ગયેલા છે. પરંતુ વાયરલ તસ્વીર 2018 અથવા તેનાથી પણ વધુ જૂની હોય શકે છે.

મુકેશ અંબાણી દ્વારા JIO-G ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
PUB-G ગેમ પર પ્રતિબંધ બાદ રિલાયન્સ ગ્રુપ મુકેશ અંબાણી દ્વારા JIO-G ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરાઈ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. JIO દ્વારા આ મુદ્દે કોઈપણ ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવેલ નથી.

રાજકોટ કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બન્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
રાજકોટ ગુજરાતનું નવું કોરોના હોટસ્પોટ બન્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. આ મુદ્દે રાજકોટ મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવેલ છે, જેમાં રાજકોટ હાઇએલર્ટ પર હોવાના દાવાને ભ્રામક જણાવવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)