ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, તમામ દિગ્ગ્જ નેતાઓ રેલી અને રોડ-શો કરી રહ્યા છે. આ ક્રમમાં ગૃહમંત્રી અમિત શાહના એક કાર્યક્રમનો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીઓમાં કેટલાક લોકો કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદના નારા લગાવી રહ્યા હોવાની માહિતી સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદ” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ 1.5k થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, તેમજ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વાયરલ વિડિઓ કોંગ્રેસ છત્તીસગઢ તેમજ અન્ય વેરિફાઇડ એકાઉન્ટ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
ગૃહમંત્રી અમિત શાહના કાર્ય્રકમમાં “કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદ“ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા Bharatiya Janata Partyના ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર 12 ફેબ્રુઆરીના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જે મુજબ, ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના રાયપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા.
ગૃહમંત્રીના જાહેર સભાના આ વીડિઓને ધ્યાન પૂર્વક જોતા 11:20 મિનિટ પર કોંગ્રેસ પાર્ટીના નારા સાંભળી શકાય છે. વિડીઓમાં ગૃહમંત્રી કોંગ્રેસ પાર્ટી બોલી રહ્યા છે, જયારે ભીડ માંથી તેના જવાબમાં મુર્દાબાદના નારા સાંભળવા મળે છે.
આ પણ વાંચો :- યુપી વિધાનસભા ચૂંટણીમાં સપાને હરાવવા માયાવતીએ ભાજપને મત આપવા કહ્યું હોવાનો વિડિઓ વાયરલ
ટ્વીટર પર BJP MadhyaPradeshના ઓફિશ્યલ એકાઉન્ટ પર પણ ગૃહમંત્રીના રાયપુર ખાતેના કાર્યક્રમનો સંપૂર્ણ વિડિઓ જોવા મળે છે. વિડીઓમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે, લોકો ‘કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદ’ નહીં પરંતુ ‘કોંગ્રેસ પાર્ટી મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા છે.
Conclusion
ગૃહમંત્રી અમિત શાહના કાર્ય્રકમમાં “કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ”ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. ઉત્તરાખંડના રાયપુર ખાતે યોજાયેલ ગૃહમંત્રીના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી મુર્દાબાદના નારા લાગ્યા હતા.
Result :- False Context/Missing Context
Our Source
Bhartiya Janta Party Youtube Channel
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044