Monday, August 8, 2022
Monday, August 8, 2022

HomeFact Check22 ઓગષ્ટ સુધી એફેલિયન ઘટનાના કારણે પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી વધુ રહેશે,...

22 ઓગષ્ટ સુધી એફેલિયન ઘટનાના કારણે પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી વધુ રહેશે, જાણો શું છે સત્ય

સોશિયલ મીડિયા યુઝર્સ વરસાદી વાતારવરણ અને હવામાનમાં ફેરફાર થયાના સંદર્ભમાં એક પોસ્ટ શેર કરી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતીકાલથી 22 ઓગષ્ટ સુધી હવામાન ગત વર્ષની સરખામણીએ વધુ ઠંડુ રહેશે. આ ઘટનાને એફેલિયન ઘટના કહેવામાં આવે છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ અનુસાર, “23મી જૂનથી આ વર્ષે 22 ઓગષ્ટ સુધી પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી વધુ રહેશે. આ ઘટનાને એફેલિયન ઘટના કહે છે. આપણે એફેલિયન ઘટનાનો અનુભવ કરીશું જયારે પૃથ્વી સૂર્યથી ખૂબ દૂર હશે. આપણે ઘટના જોઈ શકતા નથી પણ તેની અસર અનુભવી શકીએ છીએ. આ ઘટના ઓગષ્ટ 2022 સુધી ચાલશે, અને આપણે ઠંડા હવામાનનો અનુભવ કરીશું. જેની અસરથી ફ્લૂ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ વગેરેનો અનુભવ થશે. તેથી, ચાલો આપણે બધા ઘણા બધા વિટામિન્સ લઈએ જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 90,000,000 કિમી છે. પરંતુ આ એફેલિયન ફેનોમેનન દરમિયાન બંને વચ્ચેનું અંતર વધીને 152,000,000 કિમી થઈ જશે. જે 66%નો વધારો છે.”

એફેલિયન ઘટના
Image Source : Facebook / Mahesh Pastagiya

આ પણ વાંચો : આ અહેવાલ અંગે ફેલાયેલ ભ્રામક મેસેજ પર Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા 28 જૂનના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે, વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

Fact Check / Verification

22 ઓગષ્ટ સુધી હવામાન ગત વર્ષની સરખામણીએ વધુ ઠંડુ રહેશે અને આપણે ઠંડા હવામાનનો અનુભવ કરીશુ જેવા દાવા સાથે વાયરલ થયેલ મેસેજ અંગે અમે Google પર કીવર્ડ સર્ચ કરતા અમને આફ્રિકા ચેક દ્વારા “શું તમે ‘એફિલિયન ઘટના’થી પ્રભાવિત છો?” ટાઇટલ સાથે પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે.

અહેવાલ મુજબ, બ્રિટાનિકા સમજાવે છે, જ્યારે એફિલિયન એ સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષામાં બિંદુ છે. આવું એટલા માટે થાય છે કારણ કે આ ભ્રમણકક્ષાઓ સંપૂર્ણ ગોળાકાર નથી. પરિણામે, પૃથ્વી ક્યારેક સૂર્યથી નજીક અને ક્યારેક વધુ દૂર હોય છે. જયારે, સૌથી નજીકનું બિંદુ પૃથ્વીના પેરિહેલિયન તરીકે ઓળખાય છે.

પેરિહેલિયન અને એફિલિયન આ ઘટના બંને વર્ષમાં એકવાર થાય છે, 2022માં પૃથ્વી પર કોઈ સામાન્ય એફિલિયન નથી. જેથી દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં પ્રવેશતાની સાથે “અગાઉના ઠંડા હવામાન કરતાં વધુ ઠંડા હવામાન” નો અનુભવ થશે.

યુએસ નેવીએ નોંધ્યું છે કે 2022માં પેરિહેલિયન 4 જાન્યુઆરીએ થયું હતું અને એફિલિયન 4 જુલાઈએ શરૂ થશે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા મેસેજમાં એફિલિયન વિશે અનેક તથ્યો ખોટા છે. તે દાવો કરે છે: “પૃથ્વીથી સૂર્યનું અંતર 90,000,000 કિમી છે.” પરંતુ યુએસ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અથવા નાસા અનુસાર પૃથ્વી સૂર્યથી આશરે 150 મિલિયન કિલોમીટર દૂર છે .

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એફિલિયન દરમિયાન પૃથ્વી સૂર્યથી 152 મિલિયન કિલોમીટર દૂર ખસે છે. 90 મિલિયનથી 152 મિલિયન કિલોમીટરનો વધારો લગભગ 69% નો વધારો થશે. પરંતુ પૃથ્વીના એફિલિયન અને સૂર્યથી પેરિહેલિયનના અંતર વચ્ચેનો વાસ્તવિક તફાવત, 152.1 મિલિયન અને 147.3 મિલિયન કિલોમીટર છે જે લગભગ 3.3% નો વધારો કહી શકાય.

વધુ તપાસ પર, યુનિવર્સિટી ઓફ સધર્ન મેઈન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ જોવા મળ્યો જેનું શીર્ષક હતું “એફિલિયન આપણા હવામાનને કેટલી અસર કરે છે? અને જો આપણે પેરિહેલિયનમાં હોત તો શું આપણો ઉનાળો વધુ ગરમ હોત?

સ્ટીવનના અહેવાલ મુજબ, એફેલિયન આપણા હવામાનને અસર કરે છે, પરંતુ તે રીતે નહીં જે કોઈ વિચારે છે. પૃથ્વીની ભ્રમણકક્ષા સંપૂર્ણ ગોળાકાર નથી. જો તે હોત, તો સૂર્યથી પૃથ્વીનું અંતર ક્યારેય બદલાશે નહીં. તે થોડું વિસ્તરેલ લંબગોળ છે, તેથી તેનું અંતર આખા વર્ષ દરમિયાન સતત બદલાતું રહે છે. પૃથ્વી એફિલિયન કરતાં પેરિહેલિયન પર આવશ્યકપણે વધુ ગરમ હશે. જો કે, સૂર્યની ઊર્જાના જથ્થામાં તફાવત જે આપણે પ્રાપ્ત કરીએ છીએ જેને સૌર સ્થિરાંક કહેવાય છે. પેરિહેલિયન અને એફિલિયન વચ્ચેનો તફાવત ફક્ત ત્રણ મિલિયન માઇલનો છે.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈને લાગે છે કે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો થોડો ગરમ હોઈ શકે છે. જો કે, દક્ષિણ ગોળાર્ધમાં મુખ્યત્વે પાણી છે ઉલ્લેખનીય છે કે પાણીમાં જમીન કરતાં વધુ ગરમીની ક્ષમતા હોય છે, એટલે કે જમીનની જરૂરિયાત કરતાં તેનું તાપમાન વધારવા માટે તેને વધુ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે.

જમીન વધુ અને ઓછું પાણી હોવાને કારણે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને ઠંડા શિયાળા બંનેનો અનુભવ થાય છે. આ એવા પરિબળો છે જે હવામાનની પેટર્નને પ્રભાવિત કરે છે – સૂર્યથી પૃથ્વીનું અંતર નહીં.

Conclusion

22 ઓગસ્ટ સુધી હવામાન ગત વર્ષની સરખામણીએ વધુ ઠંડુ રહેશે અને આપણે ઠંડા હવામાનનો અનુભવ કરીશુ અને આ ઘટનાને એફેલિયન ઘટના કહેવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ મેસેજ સાથે અનેક ભ્રામક દાવાઓ કરવામાં આવેલ છે.

Result : False


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular