વડાપ્રધાન મોદીએ થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સોશ્યલ મીડિયા યુઝર્સ અરુણાચલ પ્રદેશના એરપોર્ટની તસ્વીર શેર કરી રહ્યા છે, સાથે દાવો કરી રહ્યા છે કે આઝાદી બાદ અરુણાચલ પ્રદેશનું આ પહેલું એરપોર્ટ છે.

ફેસબુક યુઝર્સ “દોનીપોલો એરપોર્ટ સાચી દાદાગીરી આને કહેવાય. અત્યાર સુધી ચીનના દબાણના કારણે કોઇ સરકારે અરુણાચલ પ્રદેશમાં એરપોર્ટ બનાવવાનું સાહસ નહતું કર્યું.” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે. મોદી સરકાર દ્વારા અરુણાચલને પહેલું એરપોર્ટ મળ્યું હોવાના દાવા સાથે DNA હિન્દી ન્યુઝ ચેનલનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
આઝાદી બાદ અરુણાચલ પ્રદેશનું આ પહેલું એરપોર્ટ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. અહીંયા ndtv દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે.

અહેવાલ અનુસાર, ડોની પોલો એરપોર્ટ ઇટાનગરમાં પહેલું અને અરુણાચલ પ્રદેશનું ત્રીજું એરપોર્ટ હશે, જે સાથે નોર્થઇસ્ટમાં એરપોર્ટની કુલ સંખ્યા 16 થઈ જશે. અરુણાચલ પ્રદેશમાં હાલમાં બે એરપોર્ટ કાર્યરત છે, એક પાસીઘાટ અને બીજું તેજુ ખાતે આવેલ છે, જો..કે આ બન્ને એરપોર્ટ અરુણાચલની રાજધાની ઇટાનગરથી ખુબ દૂર આવેલા છે.
ઇટાનગર ખાતે શરૂ થયેલા એરપોર્ટ અંગેની માહિતી સરકારની અધિકારીક સંસ્થા PIB દ્વારા પણ પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવેલ છે. અહીંયા દોનીપોલો એરપોર્ટ અંગે કેટલીક વિસ્તૃત માહિતી સાથે નોર્થ ઇસ્ટ રાજ્યોમાં આવેલ અન્ય એરપોર્ટ અંગે પણ માહિતી જોવા મળે છે.

PIB રિપોર્ટ અનુસાર, વડા પ્રધાને કહ્યું કે ડોની પોલો એરપોર્ટ અરુણાચલ પ્રદેશ માટે ચોથું કાર્યરત એરપોર્ટ હશે. છેલ્લા આઠ વર્ષના ટૂંકા ગાળામાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 7 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે.
ઉપરાંત, અરુણાચલ પ્રદેશમાં બનેલા પ્રથમ એરપોર્ટ અંગે ગુગલ સર્ચ કરતા indianexpress દ્વારા મેં 2018માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અરુણાચલ પ્રદેશે રાજ્યની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ મુખ્યમંત્રી પેમા ખાંડુ અને અન્ય 25 મુસાફરો સાથે શરૂ કરી હતી, આ ફ્લાઇટ સિયાંગ જિલ્લામાં પાસીઘાટ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ પર ઉતરી હતી.
Conclusion
આઝાદી બાદ અરુણાચલ પ્રદેશનું આ પહેલું એરપોર્ટ મળ્યું હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર તસ્વીર વાયરલ થઈ રહી છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગર ખાતે ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યા હતું. અરુણાચલ પ્રદેશની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 2018માં પાસીઘાટ એરપોર્ટ ખાતે ઉતરી હતી.
Result : False
Our Source
Media Reports Of NDTV, NOV 2022
Press Release Of PIB, NOV 2022
Media Reports Of IndianExpress, MAY 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044