Authors
Claim : પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી
Fact : પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાનો ભ્રામક વિડીયો શેર કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી આપ્યા બાદ સ્ટેજ પરથી મોં ફેરવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે ભારતની હાર બાદ ટ્રોફી સોંપતી વખતે વડાપ્રધાન મોદીએ ખેલદિલી નિ ભાવનાનું સન્માન કર્યું ન હતું અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની અવગણના કરી હતી.
જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે ખરેખરમાં વીડિયોમાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે હાથ મિલાવતા અને ટ્રોફી આપતી વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સાથે હસતાં હસતાં વાત કરતા જોવા મળે છે. વાયરલ વીડિયો લગભગ 16 સેકન્ડનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ દાવા તરીકે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી બંને કૅપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે.
Fact Check / Verification
વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી આપ્યા બાદ સ્ટેજ પરથી મોં ફેરવતા જોવા મળી રહ્યા હોવાના વાયરલ વિડીયો અંગે કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર પત્રકાર શૈલેન્દ્ર સિંઘે શેર કરેલી પોસ્ટ જોવા મળે છે. વીડિયો જોયા બાદ અમને જાણવા મળ્યું કે સૌથી પહેલા વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્કલ્સ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી આપી રહ્યા છે. આ દરમિયાન મોદી અને માર્લ્સ બંને પેટ કમિન્સ સાથે હાથ મિલાવે છે અને હસીને વાત પણ કરે છે. આ પછી પીએમ મોદી માર્લ્સ સાથે સ્ટેજ પરથી નીચે આવે છે અને ઓસ્ટ્રેલિયાના બાકીના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવે છે.
તપાસમાં, અમને 19 નવેમ્બર 2023 ના રોજ અધિકારી તરફથી શેર કરાયેલ ફોટા પણ મળ્યા આ તસવીરોમાં ટ્રોફી આપતી વખતે પીએમ મોદી હસતા અને પેટ કમિન્સ સાથે હાથ મિલાવતા પણ જોઈ શકાય છે.
આ સિવાય, અમે 2023ના વર્લ્ડ કપનું પ્રસારણ કરતી Hotstarની વેબસાઇટ પર પણ ફાઇનલ મેચની હાઇલાઇટ્સ જોવા મળી. આ વિડિયોમાં વડાપ્રધાન મોદી ટ્રોફી સોંપતી વખતે હસતા, હાથ મિલાવતા અને પેટ કમિન્સ સાથે વાત કરતા જોઈ શકાય છે.
Conclusion
અમારી તપાસમાં મળેલા પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો ક્લિપ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાનો ભ્રામક વિડીયો શેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં વડાપ્રધાન મોદી ટ્રોફી આપતી વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સાથે હાથ મિલાવતા અને હસતાં હસતાં વાત કરતા જોવા મળે છે.
Result : False
Our Source
Video Tweeted by X user (Shailendra97S) on 20th Nov 2023
Tweet of ANI on 19th Nov 2023
Video Uploaded on Hotstar
આ પણ વાંચો : વાયરલ વિડીયો અંગે ન્યૂઝચેકર હિન્દી ફેકટચેક રિપોર્ટ અહીં વાંચો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044