ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે, તેવો દિલાસો ક્ષણજીવી રહ્યો અને રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો આવ્યો છે. Coronaના કેસમાં વધારા પાછળ લોકોની બેદરકારી અને તાજેતરની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓને જવાબદાર ગણવામાં આવે છે. ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની ઉપેક્ષા કરીને હજારો લોકો ટોળે વળ્યાં હોય એવાં દૃશ્યો પણ જોવાં મળતાં હતાં. Police Constable
કોરોના કેસ સામે માસ્ક પહેરવાનો નિયમ કડકાઈ થી લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં Police દ્વારા માસ્કના નામે રૂ 1000નો દંડ વસુલ કરવામાં આવેલ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં લોકોના ટોળા દ્વારા ટ્રાફિક પોલીસને માર મારવામાં આવેલ છે. ફેસબુક પર આ વિડિઓ “સુરુવાત્ થઈ ગઈ મેસુર્ કર્ણાટક થી. પાબ્લિક્ કંટારી ગઈ .માસ્ક ના નામે પૈસા ભરીને” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવાં શહેરોમાં માસ્ક પહેરવાના નિયમ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરાવવા માટે Police વિજિલન્સ ટીમો ગોઠવવા નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો.
Factcheck / Verification
માસ્ક પહેરવાના નિયમ પર પોલીસ દ્વારા લેવામાં આવતા દંડ થી કંટાળી ગયેલ લોકો દ્વારા Police Constable સાથે મારામારી કરવામાં આવી હોવાના વાયરલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર SahilOnline TV news અને India Ahead News દ્વારા 23 માર્ચના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે.
ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં ખબર મુજબ વાયરલ વિડિઓ કર્ણાટકના મૈસુરમાં એક એન્જીનિયરનું રોડ અકસ્માતમાં મોત બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રાફિક પોલીસ Police Constable પર હુમલો કર્યો હતો અને પોલીસ વાહનને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ.
મૈસુરમાં બનેલ આ ઘટના પર વધુ માહિતી માટે ગુગલ સર્ચ કરતા hindustantimes, starofmysore અને citytoday દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મૈસુરના આરએપી સર્કલ પાસે Police Constable દ્વારા વાહનોનુ ચેકિંગ કરી રહી હતી, દરમિયાન ગાડીને ફેરવવા સુરેશ અને દેવરાજ નામના બાઈક ચાલક પાછળથી આવતી ટ્રક સાથે અથડાયા હતા. જે ઘટનામાં દેવરાજનુ મૃત્યુ થયુ હતુ. Police ઘટના સ્થળે પહોંચી દેવરાજના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો તેમજ સુરેશને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

આ ઘટનાના થોડા જ સમયમાં લોકો એકઠા થઈ ગયા હતા અને તે લોકોનું માનવુ હતુ કે, આ દુર્ધટનાનું મુખ્યકારણ પોલીસ દ્વારા કરવામાં આવતુ વાહનોનું ચેકિંગ છે. લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા પોલીસ વાહનોને તોડી અને બેરિકેટ તોડી તેમજ પોલીસ પર હુમલો કરી વ્યક્ત કરી હતી. જોકે બાદમાં વધુ પોલીસ બોલવવામાં આવી હતી અને લોકોને દૂર કરવા લાઠી ચાર્જ પણ કરાયો હતો.
જયારે આ ઘટના પર ઘાયલ સુરેશ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યુ હતુ “આ ઘટનામાં પોલીસનો કોઈ વાંક નથી તેમની પાસે જરૂરી તમામ દસ્તાવેજ હતા, તેમજ તેમણએ અને દેવરાજ બંન્ને દ્વારા હેલ્મેટ પહેરવામાં આવ્યુ હતુ. આ દુર્ધટના ત્યાં રસ્તામાં પડેલી માટીના કારણે સર્જાય હતી. અને તેમની બાઈક સ્લીપ થઈ અને ટ્રક સાથે અથડાઈ હતી”
હાલ આ ઘટના પર મૈસુર ટ્રાફિક ડીસીપી દ્વારા જણાવ્યા અનુસાર આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્કવાયરી કરવામાં આવી રહી છે કે, આ ઘટનામાં શું ખરેખર પોલીસ અધિકારીના કારણે અકસ્માત થયો છે.? તેમજ પોલીસ દ્વારા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ઘાયલ ત્રણ પોલીસ કર્મચારી દ્વારા ત્રણ અલગ-અલગ ફરિયાદ ટોળા સામે નોધવવામાં આવી છે. તેમજ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Conclusion
લોકોના ટોળા દ્વારા પોલીસને માર મરવામાં આવ્યો હોવાના વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ગુજરાત નહીં કર્ણાટકના મૈસુરમાં બાઈક અકસ્માતમાં થયેલ મૃત્યુ મુદ્દે લોકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ છે. માસ્કના દંડ થી કંટાળી લોકો દ્વારા પોલીસ સ્ટાફને ,માર મારવામાં આવ્યો હોવાનો દાવો ખોટો છે.
Result :- Misleading
Our Source
hindustantimes,
starofmysore
citytoday
SahilOnline TV news
India Ahead News
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)