Fact Check
2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ આવેલ પૂરનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના 3000 કરોડ પર પાણી ફરી વળ્યું, સ્ટેચ્યુ નજીક નર્મદાનું પાણી ફરી વળ્યું હોવાનો દાવો કરતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર “देश का 3000 करोड़ रुपया बह गया पानी मे” કેપશન સાથે AAP NEWS તેમજ અન્ય કેટલાક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવેલ છે. તેમજ ટ્વીટર પર પણ સમાન દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે.
Fact check / Verification
વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા 2019માં પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ ગત વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના કારણે આસપાસના ગામડાઓ હાઇએલર્ટ પર મુકાયા હતા.


આ મુદ્દે ટ્વીટર પર સપ્ટેમ્બર 2019ના પીએમ નરેન્દ્ર મોદીના એકાઉન્ટ પરથી કરાયેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં પીએમ મોદી સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના કારણે આવેલ પૂરની હવાઈ સમીક્ષા કરવા માટે આવ્યા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજુબાજુ આવેલ પાણી અને પરિસ્થિતિનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.
Conclusion
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પાણી ફરી વળ્યાં હોવાનો દાવો કરતો વિડિઓ 2019માં આવેલ વરસાદના સમયનો છે. સોશ્યલ મીડિયા પર 2019માં લેવામાં આવેલ વિડિઓ હાલની પરિસ્થિતિ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
Result :- Misleading
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)