11 નવેમ્બરે T20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી, અને ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ માર્કસ સ્ટોઈનિસ અને મેથ્યુ વેડની ઈનિંગ ઓસ્ટ્રેલિયાને ફરીથી મેચમાં પરત લાવી હતી. આ જ ક્રમમાં સોશ્યલ મીડિયા પર વિડિઓ શેર કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.
ફેસબુક પર “પાકિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુ વાડે” ટાઇટલ સાથે તો કયાંક “મેથ્યુ તુમ આગે બઢો , હમ તુમ્હારે સાથ હૈ” ટાઇટલ સાથે વીડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
Fact check / Verification
T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયરલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ‘ઓસ્ટ્રેલિયન ફેન્સ ‘ભારત માતા કી જય’ના નારા લગાવે છે, ટીમ ઈન્ડિયાએ માત્ર મેચ જ નહીં પરંતુ દિલ પણ જીતી લીધું હતું.’ હેડલાઈન સાથે TV9hindi દ્વારા જાન્યુઆરી 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

અહેવાલ અનુસાર, ઓસ્ટ્રેલિયાના ગબ્બા ક્રિકેટ મેદાન ખાતે ભારતે ઇતિહાસ રચીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર વન પર પહોંચી ગઈ છે. આ જીતની સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત અસર જોવા મળી, જે ક્રમમાં ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ સ્ટેડિયમમાં જ ‘ભારત માતા કી જય’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
વાયરલ દાવા અંગે વધુ તપાસ કરતા ઇન્ડિયા ટુડેની યુટ્યુબ ચેનલ પર એક વિડિયો જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, વાયરલ થઈ રહેલો વીડિયો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 19 જાન્યુઆરીએ રમાયેલી અંતિમ અને ચોથી ટેસ્ટ મેચનો છે, જેમાં ભારતે મેચ જીતી હતી. આ જીત સાથે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયન ફેન દ્વારા વંદે માતરમ્ અને ભારત માતા કી જય ના નારા લગાવવામાં આવ્યા હોવાનો વિડિઓ કેટલાક ટ્વીટર યુઝર્સ દ્વારા પણ જાન્યુઆરી 2021ના શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, ઓસ્ટ્રલિયાના ગબ્બા મેદાન ખાતે રમાયેલ મેચ અંગે Businesstoday દ્વારા પ્રકાશિત અહેવાલમાં વિસ્તૃત માહિતી જોવા મળે છે.
Conclusion
સેમિફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વીડીઓ શેર કરવામાં આવેલ છે. જાન્યુઆરી 2021માં ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ દરમ્યાન ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. જે બાદ સ્ટેડિયમમાં બેઠેલા એક ઓસ્ટ્રલિયન ફેન્સ દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લગાવવામાં આવ્યા હતા.
Result :- Misplaced Context
Source
India Today :- (https://www.youtube.com/watch?v=zlDsLuhWvoo)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044