Fact Check
ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને 2009ની જૂની તસ્વીરો વાયરલ
Claim : ઓડિશાનાં રેલવે સ્ટેશન ઉપર માલગાડીને ટક્કર મારતાં 50થી વધુનાં મોત, 350 મુસાફરો ઘાયલ
Fact : ઓડિશા ટ્રેન દુર્ઘટનાની માહિતી સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર 2009માં ઓડિશાના જયપુર રોડ સ્ટેશન નજીક બનેલ ઘટના છે.
ઓડિશામાં અત્યાર સુધી 288 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાને લઈને યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવાનું બંધ નથી કરવામાં આવ્યું. આ ક્રમમાં ઓડિશા ટ્રેન દુર્ઘટનાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ હાલમાં ઓડિશામાં બનેલ ટ્રેન દુર્ઘટના છે. આ સાથે જ લખાણ શહેર કરવામાં આવ્યું છે કે “ઓડિશા નાં રેલવે સ્ટેશન ઉપર માલગાડી ને ટક્કર મારતાં 50 થી વધુ નાં મોત, 350 મુસાફરો ઘાયલ..”

આ પણ વાંચો : બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય
Fact Check / Verification
ઓડિશા ટ્રેન દુર્ઘટનાની વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા newindianexpress અને ndtv દ્વારા 14 ફેબ્રુઆરી 2009ના પ્રકાશિત થયેલા અહેવાલ સાથે વાયરલ તસ્વીર જોવા મળે છે. અહીંયા જોવા મળતી માહિતી અનુસાર, ઓરિસ્સામાં જયપુર રોડ સ્ટેશન નજીક સુપરફાસ્ટ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં લગભગ 150 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પર પ્રકાશિત થયેલા અન્ય અહેવાલો અહીં, અહીં વાંચો.

આ ઉપરાંત, વાયરલ તસ્વીર અમને gettyimages પર પણ જોવા મળે છે. અહીંયા મળતી માહિતી મુજબ, 14 ફેબ્રુઆરી, 2009ના રોજ દક્ષિણપૂર્વીય ભારતીય શહેર ભુવનેશ્વરથી 130 કિમી દૂર જયપુર રોડ રેલ્વે સ્ટેશનની હદમાં ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે બાલાસોરમાં બનેલ ટ્રેન અકસ્માતમાં 275થી વધુ લોકોના મોત થયા છે, અને 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાયું છે. જો..કે સચોટ મૃત્યઆંક કહેવો અસરળ છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ અંક બદલતો રહે છે, પરંતુ વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ માત્ર 50 લોકોના મૃત્યુ થયા હોવાનો દાવો તદ્દન ખોટો છે.
Conclusion
ઓડિશા ટ્રેન દુર્ઘટનાની માહિતી સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર 2009માં ઓડિશાના જયપુર રોડ સ્ટેશન નજીક બનેલ ઘટના છે. હાલમાં ઓડિશાના બાલાસોર નજીક ટ્રેન અકસ્માત સર્જાયો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ 2009ની ઘટનાના દર્શ્યો હાલમાં બનેલ ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Media Report Of newindianexpress , 14 Nov 2009
Media Report Of ndtv, 14 Nov 2009
gettyimages, on 14 Nov 2009
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044