Authors
Claim : બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ
Fact : બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર જે દુર્ઘટના સ્થળથી લગભગ 50-100 મીટર દૂર છે.
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ અકસ્માત સ્થળની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કેટલીક તસ્વીરો સાંપ્રદાયિક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે જ્યાં ટ્રેન અકસ્માત થયો હતો ત્યાં એક મસ્જિદ આવેલ છે.
હકીકતમાં, કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂનની સાંજે સાત વાગ્યે ઓડિશાના બાલાસોરમાં ક્રેશ થઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે. બીબીસીના અહેવાલ મુજબ, આ ઘટના બાલાસોર નજીક બહાનાગા બજાર સ્ટેશન પાસે બની હતી. કોરોમંડલ એક્સપ્રેસ અને વિશ્વેશ્વરૈયા-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના કુલ 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી એક માલગાડી પણ અકસ્માતની ઝપેટમાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
Fact Check / Verification
બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ આવેલ હોવાના વાયરલ દાવા અંગે સર્ચ કરતા અમને રોઇટર્સ અને એસોસિએટેડ પ્રેસને ક્રેડિટ આપીને આ ટ્રેન દુર્ઘટના સંબંધિત તસ્વીરો મળી. અહીંયા ઘટનાસ્થળની નજીકની વાયરલ તસવીર જોવા મળે છે. મળી, જેના ઉપરના ભાગને ધ્યાનથી જોતાં એક ‘શિખર’ દેખાઈ રહ્યું હતું. આ મંદિરનો સૌથી ઊંચો ભાગ હોવાનું જણાય છે.
આ વિશે વધુ માહિતી માટે, અમે અકસ્માત સ્થળે હાજર સમાચાર એજન્સી પીટીઆઈના સંવાદદાતા સુફિયાનનો સંપર્ક કર્યો હતો. વાયરલ તસ્વીર જોઈને તેમણે જણાવ્યું “આ બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર છે.”
આ પછી, અમે ગૂગલ મેપ પર બહંગા માર્કેટમાં સ્થિત ઇસ્કોન મંદિરને સર્ચ કર્યું. અહીંયા Google Maps પર ઈસ્કોન મંદિર અને અકસ્માત સ્થળ વચ્ચેના અંતરનું તુલનાત્મક વિશ્લેષણ અને વાયરલ ઈમેજ જોઈ શકાય છે.
આ ઉપરાંત અમે બહાનગા માર્કેટમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા સંજીબનો પણ સંપર્ક કર્યો હતો. અમે તેને વાયરલ તસવીર મોકલી હતી. તેમણે પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો હતો. તેણે કહ્યું, “આ ઈસ્કોન મંદિરની તસવીર છે. તે અમારી દુકાનથી 50 મીટર દૂર છે. આ મંદિરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મંદિર દુર્ઘટના સ્થળથી લગભગ 50-100 મીટર દૂર છે.” તેમણે અમને ઈસ્કોન મંદિરની કેટલીક અન્ય તસ્વીરો પણ મોકલી છે.
તપાસ દરમિયાન અમે બહંગામાં આવેલા ઈસ્કોન મંદિરનો પણ સંપર્ક કર્યો હતો. અમે વોટ્સએપ પર વાયરલ થયેલો દાવો મંદિર પ્રશાસનને મોકલી આપ્યો હતો. આ દાવાને રદિયો આપતાં તેમણે પણ કહ્યું કે તે ઈસ્કોન મંદિરની તસ્વીર છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદથી સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 04 જૂનના રોજ, ઓડિશા પોલીસે અફવા ફેલાવનારા અને ઘટનાને સાંપ્રદાયિક રંગ આપનારાઓ સામે પગલાં લેવા અંગે ટ્વિટ પણ કર્યું છે.
Conclusion
બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ આવેલ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં જોવા મળતી ઇમારત એક મંદિર છે. બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર જે દુર્ઘટના સ્થળથી લગભગ 50-100 મીટર દૂર છે.
Result : False
Our Source
Image Published by Reuters and Associated Press on June 3, 2023
Telephonic Conversation with PTI Correspondent Suffian
Telephonic Conversation with Balasore local Mobile repair shop owner Sanjib
Conversation with Balasore Iskcon Temple Administration
Google Map
Odisha Police Tweet on June 4, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044