Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – સતત વરસાદ બાદ દિલ્હીમાં પૂરની સ્થિતિનો વાઇરલ વીડિયો.
Fact – બેંગલુરુનો જૂનો વીડિયો ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં અવિરત વરસાદને કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. પાણી ભરાયેલા રસ્તાઓ, અંડરપાસ અને ડૂબી ગયેલી વસાહતો દર્શાવતા વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ ગયા છે. જે રાષ્ટ્રીય રાજધાનીની દુર્દશાને પ્રકાશિત કરે છે. આના બેકગ્રાઉન્ડમાં લોકો તેમના ટુ-વ્હીલરને પાણીમાં ગરકાવ રસ્તા પરથી ખેંચી રહ્યાં છે, જ્યારે અન્ય વાહનો પૂરમાંથી પસાર થવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે તે દર્શાવતા વીડિયોએ ઇન્ટરનેટ પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. જે લોકો વીડિયો શેર કરી રહ્યા છે તેઓ દાવો કરે છે કે, તે તાજેતરમાં ભારે વરસાદના કારણે દિલ્હીની સ્થિતિ દર્શાવે છે.
ઘણા યુઝર્સે X (એક્સ) અને ફેસબુક બંને પર વિડિયો શેર કર્યો, જેમાં દિલ્હીમાં પ્રલય બતાવવાનો દાવો કર્યો. આ વીડિયોએ યુટ્યુબ પર પણ જોવા મળ્યો છે. જોકે, ન્યૂઝચેકરની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો હકીકતમાં બેંગલુરુનો છે.
ઉપરોક્ત દાવાની પોસ્ટ અહીં, અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.
વાઈરલ ફૂટેજનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવાથી અમે જોયું કે “BMRCL” – બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ – રસ્તા પરની એક પૅનલ પર લખેલું છે. વધુમાં, વિડીયોમાં દેખાતી કારની નંબર પ્લેટ “KA” છે, જે શંકાઓ ઉભી કરે છે.
આના પગલે, અમે ગૂગલ લેન્સ પર વાયરલ ફૂટેજના કીફ્રેમ્સ જોયા જેમાં India.com દ્વારા 5 સપ્ટેમ્બર, 2022 ના રોજનો અહેવાલ મળ્યો. તે જ ક્લિપમાંથી સ્ક્રીનગ્રેબ લઈને, તેમાં જણાવાયું હતું કે, “ભારે મુશળધાર વરસાદને કારણે, ભારતની સિલિકોન વેલી ગણાતા શહેર બેંગલુરુ એક તળાવમાં ફેરવાઈ ગયું છે. કર્ણાટકની રાજધાની વિવિધ ભાગોમાં વરસાદી પાણીથી ડૂબી ગઈ છે જેના કારણે શહેરી જીવનની દૈનિક કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો છે.
સપ્ટેમ્બર-2022ના આકાશ બેનર્જીની યુટ્યુબ ચેનલ ધ દેશભક્ત દ્વારા એક વિડિયો જોવા મળે છે, જેમાં, વરસાદ પછી બેંગલુરુની સ્થિતિ બતાવવા માટે વિડિયોમાંથી એક સ્નિપેટ જોવા મળે છે.
એના વર્ણનમાં લખેલું છે કે,”થોડા કલાકનો વરસાદ અને ભારતનું સિલિકોન સિટીનો એક નવો દેખાવ અને ઓળખ.”
અમે Google નકશા પર બેંગલુરુમાં વિડિયોમાં દર્શાવવામાં આવેલું સ્થાન પણ શોધી શક્યા. તે અહીં જોઈ શકાય છે.
Read Also : Fact Check – લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં દીકરી UPSC એક્ઝામ આપ્યા વગર જ IAS બની ગયા?
આથી, બેંગલુરુનો એક જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તાજેતરના અવિરત વરસાદને પગલે દિલ્હીમાં ભારે પૂર જોવા મળે છે.
Sources
Report By India.com, Dated September 5, 2022
YouTube Video By The Deshbhakt, Dated September 5, 2022
Google Images
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
July 29, 2020
Prathmesh Khunt
July 23, 2021
Prathmesh Khunt
July 30, 2021