Fact Check
બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટના વાયરલ વિડીયોનું સત્ય
Claim : બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટનો વાયરલ વિડીયો
Fact : બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટનો વાયરલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2023માં અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો છે.
બિપોરજોય વાવાઝોડાની હાલની સ્થિતિ જોતા અગામી 48 કલાકમાં કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાઇ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ એક બોટનો વિડીયો શેર થઈ રહ્યો છે. યુઝર્સ Biproyjoy cyclone ટેગલાઈન સાથે વિડીયો શેર કરી રહ્યા છે. ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયો ભ્રામક હોવાનું જણાયું છે.
આ પણ વાંચો : સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે વિશાળ મોજા જોવા મળી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
Fact Check / Verification
બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યૂઝવેબ્સાઈટ knoxnews અને yahoonews દ્વારા વાયરલ વિડીયો સાથે 4 ફેબ્રુઆરી 2023ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, વોશિંગ્ટન અને ઓરેગોનમાં ભારે મોજાં આવતાં એક તરવૈયા બોટ બચાવ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, યુટ્યુબ પર The Telegraph અને Haulover દ્વારા 5 ફેબ્રુઆરી 2023ના પોસ્ટ કરેલો સમાન વિડીયો જોઈ શકાય છે. વિડીયો આઠે આપવામાં આવેલ માહિતી મુજબ, વોશિંગ્ટન અને ઓરેગોનમાં ભારે મોજાં આવતાં કોસ્ટ ગાર્ડના રેસ્ક્યુ સ્વિમર પ્રોગ્રામ મારફતે બોટ પરના લોકોનો હેલિકોપ્ટર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.
Conclusion
બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટનો વાયરલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2023માં અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો છે. વાયરલ વીડિયાઓને બિપરજોય વાવઝોડાના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Media Report Of knoxnews , 15 March 2023
Media Report Of yahoonews , 4 Feb 2023
YouTube Video Of The Telegraph , 5 Feb 2023
YouTube Video Of Haulover , 4 Feb 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044