દિલ્હી આપ નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરવા લાગ્યા હોવાનો એક વિડિઓ સોશ્યલ મીડિયા પર ખુબ જ શેર થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, આ ક્રમમાં વાયરલ વિડિઓ ભાજપ કર્યકર્તાઓ અને ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે આ વખતે આપ પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પૂરજોષ તૈયારી કરી રહી છે, ત્યારે આગાઉ પણ કેટલાક ભ્રામક દાવાઓ સાથે આપ પાર્ટી વિરુદ્ધ સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે.
ફેસબુક પર “દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મીટીંગ ચાલી રહી હતી,, ત્યારે સાસદ સંજયસિહે તેમની જ પાર્ટી ના નેતા ને બૂટ કાઢીને ધોયા તો સામે તેમના જ નેતા એ સંજયસિહને જૂતાં માર્યા” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે મિટિંગ દરમિયાન એક નેતા પોતાના જૂતા વડે તેના સાથી નેતાને માર મારી રહ્યા છે.

આ પણ વાંચો :- રાહુલ ગાંધી કાઠમંડુના એક નાઈટ ક્લ્બમાં ચીનના રાજદૂત સાથે પાર્ટી કરી રહ્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય
Fact Check / Verification
દિલ્હી આપ નેતા સંજય સિંહ તેના સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન navbharattimes અને jansatta દ્વારા માર્ચ 2019ના પપ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન સમિતિની બેઠક દરમિયાન ભાજપના સાંસદ શરદ ત્રિપાઠી અને ધારાસભ્ય રાકેશ સિંહ વચ્ચે ઝઘડો થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે શિલાન્યાસના પત્થર પર પોતાનું નામ ન લખેલું જોઈને સાંસદ ગુસ્સે થઈ ગયા અને થોડી જ વારમાં ધારાસભ્ય સાથેની તેમની તુ-તુ, મેં-મૈં ઝગડામાં ફેરવાઈ ગઈ હતી.
આ ઘટના અંગે વધુ તપાસ કરતા ટ્વીટર પર માર્ચ 2019ના ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ, સંત કબીર નગર ખાતે ભાજપના સાંસદ શરદ ત્રિપાઠી અને ધારાસભ્ય રાકેશ સિંહ વચ્ચે એક પ્રોજેક્ટના શિલાન્યાસ પર નામ લખાવવા મુદ્દે વિવાદ સર્જાયા બાદ મારામારી થઈ હતી.
Conclusion
દિલ્હી આપ નેતા સંજય સિંહ તેના સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ 2019ના ઉત્તરપ્રદેશ સંત કબીર નગર ખાતે ભાજપ સાંસદ અને ધારાસભ્યોની મિટિંગ દરમિયાન લેવામાં આવેલ છે. આ ઘટનામાં ભાજપ સાંસદ અને ધારાસભ્ય વચ્ચે મારપીટ થઈ હતી, જે હાલ સોશ્યલ મીડિયા પર આપ નેતા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context / False
Our Source
Media Reports Of Navbharattimes અને Jansatta
Twitter Post Of ANI
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044