જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપ નેતા ઝડપાયા હોવાના દાવા સાથે એક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર આ ઘટના હાલમાં જામનગરમાં બૅલ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. જામનગરના ધ્રોલ ખાતે પોલીસ દ્વારા 5 ટ્રકો ભરીને મૂક પશુને કતલખાને લઇ જવાના આરોપમાં ભાજપ નેતા તેમજ અન્ય વ્યક્તિઓ પર ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ફેસબુક પર શેર કરવામાં આવેલ ન્યુઝ કટિંગ સાથે છપાવામાં આવેલ માહિતી અનુસાર જામનગરના ભાજપ નેતા દ્વારા 5 ટ્રકો ભરીને મૂંગા પશુઓને કતલખાને મોકલવામાં આવી રહ્યાની માહિતી ગૌરક્ષકો ને મળતા ધ્રોલ પોલીસ સાથે મળીને આ ટ્રકો તેમજ ભાજપ નેતા અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
Fact Check / Verification
જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપ નેતા ઝડપાયા હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા timesofindia દ્વારા ઓગષ્ટ 2018માં પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના છ આગેવાનોને કતલખાને મોકલવામાં આવતા બળદોની ગેરકાયદેસર હેરાફેરીના આરોપી તરીકે ગણવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે 2018માં divyabhaskar અને meranews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પણ જોઈ શકાય છે. અહેવાલ અનુસાર, ધ્રોલ તાલુકાનાં લતિપુર ગામ પાસેથી પોલીસે લતિપુર ગૌશાળા માંથી પાંચ જેટલા ટ્રકોમાં ક્રુરતા ભરી બાંધીને ગેરકાયદે લઇ જવાતા 40 જેટલા રૂ.2 લાખની કિંમતનાં બળદો ઝડપી પાડયા હતા.

મૂંગા પશુની તસ્કરીમાં ભાજપ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ગણેશ મુંગરા સહિત અન્ય 6 લોકો વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા મુજબ ફોજદારી કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Conclusion
જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપ નેતા ઝડપાયા હોવાના ઘટના 2018માં બનેલ છે, તેમજ આ ઘટનામાં બળદોની તસ્કરી કરવામાં આવી રહી હતી. જે અંગે ધ્રોલ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધીને તે,ની ધરપકડ કરી હતી. સોશ્યલ મીડિયા પર આ ઘટના હાલના સંદર્ભમાં અને ગૌમાંસ તેમજ ગાયોની તસ્કરી થતી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Misleading Content / Partly False
Our Source
Media Report of Timesofindia , Divyabhaskar And Meranews , August 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044