BJP આવનાર પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. આ માટે ભાજપે રેલીઓ પણ શરૂ કરી દીધી છે, આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ કેરળમાં રેલી કરવા પહોંચ્યા હતા. ત્યારે સોશ્યલ મીડિયા પર રેલીના સંદર્ભમાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં ઘણા લોકો એકઠા થઈ માનવ ધ્વજ એટલેકે કમળનું નિશાન બનાવ્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોએ સીએમ યોગીના સ્વાગત માટે આ માનવ ધ્વજ બનાવ્યો હતો હતો.

Factchek / Verification
BJP કાર્યકર્તા દ્વારા બનવવામાં આવેલ કમળના નિશાનની તસ્વીરને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન indianexpress અને thequint દ્વારા પ્રકાશિત અહેવાલોમાં જોવા મળે છે . જે 7 એપ્રિલ 2015 ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલો મુજબ ભાજપના 35 માં સ્થાપના દિવસે પાર્ટીના કાર્યકરોએ ગુજરાતના દાહોદમાં આ પ્રકારે કમળનું ફૂલ બનાવ્યું હતું. ગુજરાતના દાહોદમાં આશરે 25,000 કાર્યકરોએ માનવ ધ્વજ કમળનું નિર્માણ કર્યું હતું.

વધુ તપાસ દરમિયાન અમને ડીડી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર વાયરલ થયેલી તસ્વીર સાથે જોડાયેલો એક વીડિયો જોવા મળ્યો. જેમાંતા બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પાર્ટીના કાર્યકર્તાઓએ 35માં સ્થાપના દિવસે ગુજરાતના દાહોદમાં પાર્ટી પ્રતીક કમલની સંયુક્ત રીતે રચના કરી.
ઉપરાંત PM મોદી અને ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ્ જોવા મળે છે. જે 6 એપ્રિલ 2015 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેની સાથે વાયરલ તસ્વીર શેર કરતા ધ્વજ બનાવવા માટે કાર્યકરોની પ્રશંસા કરી હતી.
કેરળમાં યોગી આદિત્યનાથે તાજેતરમાં કરેલી રેલીની કેટલીક તસ્વીર કેરળ BJPના ટ્વિટર એકાઉન્ટ પર જોવા મળે છે. રેલીમાં લોકોના ટોળા હતા, પરંતુ કોઈપણ કમળનું નિશાન જોવા મળતું નથી. જેથી સ્પષ્ટ થાય છે કે કેરળમાં શ્રમિકો અને સામાન્ય લોકોએ યોગીના સ્વાગત માટે કમળનું ફૂલ નથી બનાવ્યું.
Conclusion
યોગી આદિત્યનાથ દ્વારા કેરળમાં કરવામાં આવેલ જાહેરસભામાં લોકો અને કાર્યકરો દ્વારા કમળનું નિશાન બનાવવામાં આવ્યું હોવાની તસ્વીર 6 વર્ષ જુની છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. આ માનવ ધ્વજ ભાજપના 35 માં સ્થાપના દિવસે ગુજરાતના દાહોદ ખાતે ભાજપના 25,000 કાર્યકરો દ્વારા બનાવવામાં આવ્યો હતો.
Result :- False
Our Source
indianexpress
thequint
BJP ટ્વિટર
PM મોદી
ANI
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)