Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં બીજેપી કાર્યકર્તાઓ કેનેરા બેંકની શાખાની સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે. આ તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે કેનેડા-ભારત રાજદ્વારી સંકટ વચ્ચે ભાજપના કાર્યકરોએ કેનેડા સમજીને કેનેરા બેંકની સામે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું.

જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. વાસ્તવિક ચિત્રમાં કેનેરા બેંકનું કોઈ બિલબોર્ડ હાજર નથી. તપાસમાં મળેલા અહેવાલો અનુસાર, આ તસવીર તમિલનાડુના ઉટીની છે, જ્યાં મહાનગરપાલિકાએ પાર્ટીનો ઝંડો ફરકાવવા માટે પોલ હટાવ્યા બાદ ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના દેશની સંસદમાં નિવેદન આપતાં આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે અને એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. આ નિવેદન બાદ કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ભારતે પણ કેનેડિયન હાઈ કમિશનને બોલાવીને અને ટોચના રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું હતું. ભારતે પણ કેનેડાના આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
બીજેપી કાર્યકર્તાઓ કેનેરા બેંકની શાખાની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસવીરને રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. maalaimalar.com વેબસાઇટ પર 30 ઓગસ્ટ 2020 ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલમાં અમને સમાન ચિત્ર જોવા મળ્યું. જો કે આ તસવીરમાં કેનેરા બેંકનું બિલબોર્ડ હાજર નથી.

તમિલ ભાષામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, તમિલનાડુના નીલગિરી જિલ્લાના ઉટીમાં ભાજપના કેટલાક કાર્યકરોએ સત્તાવાળાઓની પરવાનગી લીધા વિના મ્યુનિસિપલ જમીન પર પાર્ટીનો ધ્વજ ફરકાવવા માટે કથિત રીતે પોલ બાંધ્યો હતો. બાદમાં પાલિકાના કર્મચારીઓ અને પોલીસ દ્વારા આ ફ્લેગપોલ દૂર કરવામાં આવ્યો હતો. આ પછી ભાજપના નેતાઓએ ઉટી શહેર પ્રમુખ પ્રવીણના નેતૃત્વમાં એટીસી વિસ્તારમાં પ્રદર્શન કર્યું. રિપોર્ટમાં બીજેપી નેતા પ્રવીણનું નિવેદન પણ સામેલ છે.
વાયરલ તસવીર અને રિપોર્ટમાં હાજર તસવીરને સરખાવતા અમને જાણવા મળ્યું કે બંને ચિત્રો સમાન છે, પરંતુ જૂના ચિત્રમાં કેનેરા બેંકનું બિલબોર્ડ હાજર નથી. આ સમય દરમિયાન અમને જાણવા મળ્યું કે વાયરલ તસવીરમાં, કેનેરા બેંક સિવાય, અન્ય તમામ બિલબોર્ડ વાસ્તવિક ચિત્રની જેમ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

અત્યાર સુધી મળેલી માહિતીના આધારે, તે સ્પષ્ટ થયું હતું કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી હતી અને તેમાં હાજર દ્રશ્યો 2020માં ઉટીમાં યોજાયેલા પ્રદર્શનના છે.
આ અંગે અમે નીલગિરી જિલ્લા ભાજપ અધ્યક્ષ એચ મોહન રાજનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. તપાસમાં અમે બીજેપી નેતા પ્રવીણનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, તેઓ જવાબ નજીકના ભવિષ્યમા અપડેટ કરવામાં આવશે.
બીજેપી કાર્યકર્તાઓ કેનેરા બેંકની શાખાની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસવીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરને એડિટ કરીને કેનેરા બેન્કના બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે. આ ઘટના તસ્મિલનાડુના ઉટીમાં 2020માં બનેલ છે.
Our Source
Image from Tamil News Website
WA Conversation With Nilgiri BJP President
(આ પણ વાંચો : બીજેપી કાર્યકર્તાઓ કેનેરા બેંકની શાખાની સામે વિરોધ પ્રદર્શન અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044